________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“જનપ્રકૃતિ-વનપ્રકૃતિની બહુમુખી પ્રતિભા : ઝવેરચંદ મેઘાણી’’
અનાવિલ અને અભિજાત વ્યક્તિત્વ એટલે ઝવેરચંદ મેઘાણી. જેમાં કંઠ, કહેણીને કથાનો ત્રિવેણી સંગમ છે. તેઓ લોક સાહિત્યકાર મોટા ગજાના માણસ હતા. લોકક્રાંતિનાં સાચાં દર્શન અને કસુંબલ રંગના ગાયક એટલે જ મેઘાણી. જે પોતાને “હું પહાડનું બાળક છું.” કહેતા ગૌરવ અનુભવતા. જેમણે લોકસાહિત્યને જીવંત બનાવી શિષ્ટ સાહિત્ય તરફ કલમ દોડાવી છે. તેમના સાહિત્ય સર્જનમાં સમાજદર્શન, રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિને માનવીય મૂલ્યોના સંસ્કારો ઝીલાયા છે. તેમનું જીવન અને કાર્ય યુગ ચેતનાનો સંદેશો, વિશિષ્ટ તાકાતને ઉર્મિલ ભાવો આપી જાય છે.
—ધરમાભાઈ વણકર*
રાષ્ટ્રીય શાયર મેઘાણીનો જન્મ ૨૮-૮-૧૮૯૬માં પાંચાલ પ્રદેશના ચોટીલા ગામે વણિક કુટુંબમાં થયો હતો. પિતા કાળીદાસ જમાદારની નોકરી કરતા હતા. તેમની વિવિધ સ્થળે બદલી થતાં તેમનામાં જનપ્રકૃતિ-વનપ્રકૃતિના સંસ્કારો ઝીલાયા. ૧૯૧૬માં બી.એ. થયા અને શિક્ષકની નોકરી સ્વીકારી. નોકરી છોડી કલકત્તા ગયા પણ ત્યાં જંપ ન થતાં વતનમાં આવ્યા. સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો તેમાંથી લોકસાહિત્યનો રંગ લાગ્યો, અને સાહિત્યિક કારકિર્દીમાં પ્રારંભ થયો. એ સમયે આઝાદીની ચળવળમાં જોડાયા અને તેમને જેલની સજા થઈ. એ સમયે એમની પત્નીનું અવસાન થયું. ફૂલછાબનું તંત્રીપદ છોડી મુંબઈ ગયા ત્યાં જન્મભૂમિમાં સંપાદન કાર્યમાં જોડાયા. ૧૯૩૪માં વિધવા સાથે પુનઃ લગ્ન કર્યા. તેમણે સાહિત્ય ક્ષેત્રે ક્લેમ દોડાવતી રાખી. ૧૯૪૬માં ‘માણસાઈના દીવા' માટે પારિતોષિક મળ્યું. આમ તેમણે લોકસાહિત્ય, નવલિકાઓ, નવલકથાઓ, કાવ્યસંગ્રહ વગેરે મળી ૮૮ ગ્રંથો લખ્યા છે. ૧૯૪૭માં હૃદયબંધ થવાથી તેમનું અવસાન થયું. તેમનું સાહિત્ય સર્જન અનોખી ભાત ઉપસાવે છે.
ઝવેરચંદ મેઘાણી માટે અનેક સન્માનીય શબ્દપ્રયોગ અને પ્રયુક્તિઓ વપરાયા તેમના સર્જનમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ મુખ્ય રહી છે તેથી પૂ. ગાંધીજીએ તેમને ‘રાષ્ટ્રીય શાયર'નું બિરુદ આપ્યું છે. મેઘાણી એટલે આઝાદીનો લડવૈયો, શૂરવીરકવિ, લોકસંસ્કૃતિનો ગાયક, માથું હાથમાં રાખી ફરનારો ફકીર, લોકગીતોનો ભેરુ, વાણીનો વેપાર કરનાર, શબ્દનો સોદાગર, વાત્સલ્યપ્રેમી, સોરઠી સંતવાણીનો ગાયક, પરિશ્રમીને પુરૂષાર્થી, કાઠિયાવાડનો કળાએલ મોરલો એટલે મેઘાણી દંભકે મોટાઈ ન હતી. તેઓ ન્યાય, જાતિ અને અધિકારના આરાધક હતા. તેમનામાં વફાદારીને ખુમારી તરવરતી હતી.
‘વિનીત' શામપુર, તા. મોડાસા જિ. સાબરકાંઠા પથિક, નવેમ્બર-૧૯૯૮ • ૮
લોકસાહિત્યનું સંપાદન વિપુલ છે. જેમાં સંશોધન, સંપાદન ને સમાલોચન વિશેષ છે. સૌરાષ્ટ્રની સંસ્કારિતા લોકસાહિત્યમાં મઢી છે અને શિષ્ટ સાહિત્ય સર્જન કર્યું છે. સામાજિક ઇતિહાસ, રિવાજો, વ્રતકથાઓ,લગ્નગીતો, હાલરડાં, શૌર્યગીતો વગેરેનું જીવન દર્શન જીવંત બનાવ્યું છે. સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ થી ૪ છે. જેમાં પ્રેમ, બંધુતા, દોસ્તી, કરૂણા, વેર વગેરે જનસમાજનું દર્શન કરાવ્યું છે. સોરઠી બહારવટિયા ભાગ ૧થી૬ છે. જે કથાઓ છે. કંકાવટી ભાગ ૧-૨ જેમાં વ્રતકથાઓ છે. સોરઠી ગીતકાથાઓમાં પ્રેમકથાઓ છે. ચુંદડીમાં ઋતુગીતો છે. રઢિયાળી રાત ભાગ ૧ થી ૪, સોરઠી સંતવાણી અને હાલરડાં વગેરેમાં લોકગીતો છે. આ ઉપરાંત સોરઠીયા દુહા વગેરે લોક સાહિત્ય છે. વેણીનાં ફૂલ, એકતારો, સિંધૂડો, કિલ્લોલ, યુગવંદના, બાપુના પારણાં વગેરે તેમનાં કાવ્યસંગ્રહો છે. વસુંધરાના વહાલાં દવલાં, સોરઠ તારાં વહેતાં પાણી, વેવિશાળ, સમરાંગણ, તુલસીક્યારો, અપરાધી, કાળચક્ર, રાંગંગાજળિયો વગેરે તેમની નવલકથાઓ છે. તુરબાની કથાઓ, માણસાઈના દીવા, મેઘાણીની નવલિકાઓ, પલકારા તેમની નવલિકા સંગ્રહ છે. આ ઉપરાંત કલમ અને કિતાબ, મેઘાણીગ્રંથ, સોરઠને તીરે તીરે, સાંબેલાના સૂર વગેરે પ્રકીર્ણ સાહિત્ય છે.
For Private and Personal Use Only