________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિષેકનો પણ સમાવેશ થયો છે. જાતકોમાં આ દેવીને સિરિ, પદ્માલયને નામે ઓળખવામાં આવી છે.
પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં લક્ષ્મીની ઉપાસનાનો મહિમા તેમજ તેના સ્વરૂપ વિશે અનેક નિર્દેશો મળે છે. મહાકવિ ભાસે ‘સ્વપ્રવાસવદત્તા'માં લક્ષ્મીને પદ્માવતી કહીને એના બ્રહ્મશ્રી તથા અજયશ્રી કે નરેન્દ્રશ્રી એવા ભેદ બતાવ્યા છે. કાલીદાસે ‘રઘુવંશ'માં લક્ષ્મીને પદ્મહસ્તા રાજ્યલક્ષ્મી અને શ્રીને ધનસમૃદ્ધિના પ્રતીક તરીકે વર્ણવી છે. ‘મુદ્રારાક્ષસ’માં વિશાખદત્તે કૌમુદી મહોત્સવ વખતે શ્રી-દેવીને પ્રસન્ન કરવા માટે થતી તૈયારીનું વર્ણન કર્યું છે. ‘હર્ષચરિત'માં બાણે લક્ષ્મીનું વર્ણન કર્યું છે. એવા સ્વરૂપની મૂર્તિઓ મથુરા મ્યુઝિયમમાં નજરે પડે છે. શ્રીહર્ષના નૈષધચરિત’ મહાકાવ્યમાં અને બીજા અનેક કવિઓની કૃતિઓમાં લક્ષ્મીનું સ્તુતિપરક વર્ણન મળે છે. આ બધી કૃતિઓમાં આવતાં વર્ણન પરથી જણાય છે કે લક્ષ્મીના સ્વરૂપની કલ્પના અતિ સુંદર સ્ત્રીરૂપે કરવામાં આવી છે. તેને સમૃદ્ધિ અને રાજ્યની સ્વામિનીદેવી તરીકે ગણાવાઈ છે. તેને વિષ્ણુ પત્ની તરીકે પણ વર્ણવાઈ છે. તેનું ગજલક્ષ્મી સ્વરૂપ અને કમલ પર સ્થિત કમળ હસ્ત સ્વરૂપ આ બંને સ્વરૂપે તેનું વર્ણન થયું છે. પુરાણોમાં લક્ષ્મીનો મહિમા અને એના વિશે વિવિધ ઉલ્લેખો મળે છે.૧૦ બ્રહ્મપુરાણમાં ‘લક્ષ્મીતીર્થ’નો પ્રસંગ આવે છે, તેમાં લક્ષ્મી તથા દરિદ્રનો વાર્તાલાપ છે. તેમાં લક્ષ્મી કહે છે કે, ‘મનુષ્ય પાસે કુલ, શીલ વગેરે બધું હોવા છતાં મારા વગર તે મૃત્યુ સમાન છે.' ટૂંકમાં અહીં લક્ષ્મીની કૃપાને મહત્ત્વ અપાયું
9.11
પદ્મપુરાણમાં વિષ્ણુના વક્ષ:સ્થળ પરના શ્રીવત્સના ચિહ્નને શ્રીયુક્ત કહેવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં દક્ષની કન્યાઓમાં લક્ષ્મીનું નામ પણ પ્રાપ્ત થાય છે. શિવપુરાણમાં જલંધરનાં યુદ્ધના પ્રસંગમાં વિષ્ણુ સહિત જલંધરને ત્યાં નિવાસ કરે છે. એવો ઉલ્લેખ છે. ઉપરાંત તુલસીને અહીં લક્ષ્મીનો અવતાર ગણી છે.૧૨
બ્રહ્મવૈવર્ત પુરાણમાં લક્ષ્મીનાં વિવિધ સ્વરૂપો પૈકી સ્વર્ગની લક્ષ્મી, રાજાઓની રાજ્ય-લક્ષ્મી, ગૃહલક્ષ્મી તથા વૈષ્ણવોની વૈષ્ણવીનો સમાવેશ થાય છે. અહીં લક્ષ્મીને અદિતિ સ્વરૂપની પણ વર્ણવી છે. અહીં લક્ષ્મીનો મહિમા વર્ણવતાં એને ઐશ્વર્ય તથા સર્વસંપત્તિની દેવી કહી છે. અગ્નિપુરાણમાં લક્ષ્મીના એક હાથમાં પદ્મ અને બીજા હાથમાં શ્રીફળ હોવું જોઈએ. તેને ભદ્રપીઠ પર સ્થાપી શ્રીસૂક્તથી તેની ષોડશોપચારે પૂજા કરવાનું વિધાન છે.૧૩
કાલિકાપુરાણમાં શ્રી તથા ઇન્દ્ર વિશેના સંબંધની કથા મળે છે. અત્રિ સંહિતામાં લક્ષ્મી-પૂજન નિશ્ચિત તિથિએ કરવાનું સૂચવ્યું છે. એમાં સુખની ઇચ્છાવાળાઓએ શુક્રવારે ‘શ્રી'ની પૂજા પુષ્પમાળા, સુગંધિત દ્રવ્ય, તુલસી તથા કેસર વગેરેથી કરવાનું જણાવ્યું છે.૧૪
એવી રીતે વામનપુરાણ,કૂર્મપુરાણ, નારદપુરાણ, વિષ્ણુધમોત્તરપુરાણ વગેરેમાં લક્ષ્મીનું પ્રસંગોપાત વર્ણન મળે છે. માર્કણ્ડેયપુરાણમાં શ્રીલક્ષ્મી સંપ્રદાયનો પદ્મિની વિદ્યા તરીકે ઉલ્લેખ થયો છે. લક્ષ્મી એ પદ્મિનીવિદ્યાની મુખ્ય દેવી હતી. તેના નિયંત્રણમાં નીચે મુજબના અષ્ટાનિધિ હતાઃ (૧) પદ્મનિધિ (૨) મહાપદ્મનિધિ (૩) મકરનિધિ (૪) કચ્છપનિધિ (પ) મુકુન્દનિધિ (૬) નન્દવિધિ (૭) નીલનિધિ (૮) શંખનિધિ, મનુષ્યને સમૃદ્ધિ મળતાં જ આ નિધિની
પ્રાપ્તિ થાય છે.૧૫
આઠનિધિને લગતી આ વિભાવના ગુપ્તકાલમાં પૂર્ણપણે વિકસી હતી. પાછળથી એમાં ‘ખર્વ’ નામની નિધિ ઉમેરી ને નિધિની સંખ્યા નવની કરવામાં આવેલી અને સાહિત્ય તેમજ આમ જનતામાં આ નવનિધિનો ખ્યાલ સર્વત્ર પ્રચલિત છે.
આ ઉપરથી જણાય છે કે પુરાણોમાં લક્ષ્મીનાં વિવિધ નામો, તેની ઉત્પત્તિ વિશે વિવિધ મત તેમજ તેને જુદા જુદા દેવતાઓની પત્ની તરીકે નિરૂપેલ છે, તેનાં વિવિધ સ્વરૂપોમાં સ્વર્ગલક્ષ્મી, ગૃહલક્ષ્મી, રાજયલક્ષ્મી વગેરે મળે છે. ઉપરાંત વિષ્ણુપત્ની, નારાયણની પત્ની, પરમપુરુષની પત્નીના સ્વરૂપમાં પણ તેનો નિર્દેશ થયો છે. તેનું ગજલક્ષ્મીનું સ્વરૂપ વ્યાપકપણે લોકપ્રિય થયું હતું.
ઇ.પૂર્વે બીજી સદી સુધીમાં તો સામાન્યજનોમાંલક્ષ્મી સમૃદ્ધિ અર્પનાર દેવી તરીકે પ્રચલિત થઈ ચૂકી હતી અને
પથિક - નવેમ્બર-૧૯૯૮ - ૨
For Private and Personal Use Only