SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન ભારતીય સાહિત્યમાં શ્રી લક્ષ્મીદેવી ડૉ. રામજીભાઈ ઠા. સાવલિયા - લક્ષ્મી અથવા શ્રીદેવી પ્રાચીનકાળમાં એક ખૂબ લોકપ્રિય દેવી હતી. તે સૌંદર્ય, સમૃદ્ધિ અને સદનસીબની દેવી ગણાતી. લક્ષ્મી વિશે પ્રાચીન વૈદિક અને પૌરાણિક સાહિત્યમાં અનેક વિગતો મળે છે. વિષ્ણુપુરાણમાં લક્ષ્મીને ભૃગુની કન્યા બતાવી છે. અને વિષ્ણુની પત્ની તથા ધાતા અને વિધાતા નામના તેમના ભાઈ હતા. લક્ષ્મીની ઉત્પત્તિ માટે એવી આખ્યાયિકા છે કે દેવો અને દાનવો દ્વારા થયેલા સમુદ્રમંથનમાંથી નીકળેલાં ચૌદ રત્નોમાં કમળ પર બેઠેલી અને કમળપુષ્પ હાથમાં ધારણ કરેલી લક્ષ્મી એક રત્ન સ્વરૂપે બહાર આવી. એ વખતે ગંગા વગેરે પવિત્ર નદીઓ લક્ષ્મીને સ્નાન કરાવવા માટે ઉપસ્થિત થઈ અને દિગ્ગજોએ સુવર્ણકળશોમાં ભરેલા પવિત્ર જળથી એ શ્રીદેવીનો અભિષેક કર્યો. વિશ્વકર્માએ આવીને એના અંગ પ્રત્યંગમાં અનેક પ્રકારનાં આભૂષણો ધારણ કરાવ્યાં. ક્ષીર સાગરે તેને ખીલેલાં કમળપુષ્પોની માળા અર્પણ કરી અને આ રીતે પવિત્ર જળથી અભિષેક પામેલી, દિવ્ય આભૂષણોને ધારણ કરનારી, સુંદરી વસાભૂષણથી અલંકૃત થયેલી લક્ષ્મી ભગવાન વિષ્ણુને આપવામાં આવી.' પુરાણોમાં લક્ષ્મીનો મહિમા વર્ણવતા જણાવ્યું છે કે તે વિષ્ણુનો આત્મા છે. તેને લઈને જ વિષ્ણુ સત્ત્વને ધારણ કરે છે, લક્ષ્મી વગર વિષ્ણુ નિર્જીવ છે, તેમ વિષ્ણુ વગર લક્ષ્મી પણ નિમ્પ્રાણ છે. આ જગતના ત્રણ વિષ્ણુ છે. વિષ્ણુ પર્વત છે તો લક્ષ્મી યજ્ઞ-ક્રિયા છે. તેઓ ફળ-ભોક્તા છે તો લક્ષ્મી તેને ઉત્પન્ન કરનારી ક્રિયા છે.' જ્યારે વિષ્ણુ અવતાર ધારણ કરે છે ત્યારે લક્ષ્મી સદાય એની સાથે વિદ્યમાન હોય છે. તે વિષ્ણુને પ્રત્યેક કાર્યમાં સહાયતા કરે છે. જ્યારે વિષ્ણુ આદિત્યરૂપે પ્રગટ્યા ત્યારે લક્ષ્મીપદ્મ (કમળ)માંથી જન્મ ધારણ કરવાને લઈને પદ્મા અથવા કમલા કહેવાઈ. વિષ્ણુએ પરશુરામનું રૂપ ધારણ કર્યું, ત્યારે લક્ષ્મીએ સાક્ષાત્ પૃથ્વીનું રૂપ ધારણ કર્યું. રામાવતાર વખતે તે સીતારૂપે અને કૃષ્ણાવતાર વખતે તે રુકિમણી સ્વરૂપે પ્રગટી. આવી રીતે અન્ય અવતારોમાં પણ તે ભગવાન વિષ્ણુથી અલગ થઈ નહિ. અગ્નિપુરાણમાં તો તેને જગતજનની કહેવામાં આવી છે. તેમાં કહ્યું છે કે લક્ષ્મી જગતની માતા અને વિષ્ણુ જગતના પિતા છે અને આ માતા-પિતા લક્ષ્મી-નારાયણરૂપે આ જગતમાં વ્યાપ્ત છે.' વૈદિક સાહિત્યમાં ઋદમાં લક્ષ્મીનો ઉલ્લેખ મળતો નથી, પણ યજુર્વેદ અને અથર્વવેદમાં મળે છે. યજુર્વેદમાં શ્રી અને લક્ષ્મી બંનેને પરમ પુરુષની સપત્નીઓ ગણાવી છે. અથર્વવેદમાં જણાવ્યું છે કે વ્યક્તિના જન્મથી વ્યક્તિ એક્સ પ્રકારની લક્ષ્મી-દેવીઓથી આવૃત્ત રહે છે.” મહાભારતમાં શાંતિપર્વમાં ભૂમિ અને લક્ષ્મી બંનેને એક જ ગણાવી છે. તે પરથી શ્રી અને લક્ષ્મી સંયુક્ત ઉપાસનાનો એક સંપ્રદાય પ્રચલિત થયો હોવાનું જણાય છે. વળી આ પર્વમાં દેવી પદ્માશ્રીનું વર્ણન કરતાં જણાવ્યું છે કે આ દેવી તારાઓના અલંકારો ધારણ કરે છે, તે તારકૃતિ પુષ્પમાળાઓ ધારણ કરે છે અને આ સ્વરૂપે દેવી કમલસરમાં દૃષ્ટિગોચર થાય છે. રામાયણમાં બે સ્થળે લક્ષ્મીનો નિર્દેશ થયો છે. એમાંના સુન્દરકાન્ડમાં દેવી પધાશ્રીનું ગજલક્ષ્મી તરીકે સુખ્યાત સ્વરૂપ વર્ણવ્યું છે. તે અનુસાર ચતુર્ભુજ દેવીના બે હાથમાં કમળનાળ અને કમળપુષ્પો અને બે હાથ અભયમુદ્રામાં છે. દેવી કમલસરમાં કમળના દાંડા પર ઊભેલ છે. એણે કંઠમાં પદ્મની માળા ધારણ કરેલી છે, તેની બે બાજુએ એકએક હાથી પોતાની સૂંઢમાં કમળ ધારણ કરીને ઊભા છે. લક્ષ્મીનું મહત્ત્વ પ્રાચીન બ્રાહ્મણ ધર્મની જેમ બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ સ્વીકારાયું હતું. ભરહુત અને સાંચી તેમજ અજન્ટા અને ઈલોરાની બૌદ્ધ ગુફાઓમાં તેમજ ઉદયગિરિ ખંડગિરિની જૈન ગુફાઓમાં લક્ષ્મીનું આલેખન થયું છે. તે આ બાબતમાં દષ્ટાંતરૂપ છે. જૈન સાહિત્યમાં મહાવીર સ્વામીનાં માતા ત્રિશલાદેવીને આવેલા દિવ્ય સ્વમમાં શ્રી ના * અધ્યાપક, ભો.જે. વિદ્યાભવન, આશ્રમરોડ, અમદાવાદ-૯ પથિક- નવેમ્બર-૧૯૯૮ ૧ For Private and Personal Use Only
SR No.535459
Book TitlePathik 1999 Vol 39 Ank 03
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1999
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy