________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈતિહાસ અને સમાજ
–પ્રા. પ્રદ્યુમ્ન બી. ખાચર*
ઈતિહાસ માટે ઉર્દુમાં શબ્દ પ્રયોગ થાય છે, તવારીખ.” ઇતિહાસ એટલે ઇતિ + હ + આસ =આમ જ હતું. ઇતિહાસ માટે અંગ્રેજીમાં શબ્દ છે History તેને મળતાં જ શબ્દો યુરોપની ઘણીખરી ભાષામાં છે. ફક્ત જર્મનભાષા બીજો એક વધારે શબ્દ વાપરે છે. ગેશિકટ (Geschichte) આ ગેશિકટ શબ્દ ગેશેહન (Geschehen) ધાતુમાંથી આવેલો છે. અને એ ધાતુનો અર્થ છે થવું આ પ્રમાણે ગેશિકટનો અર્થ ભારતીય ઇતિહાસ શબ્દની નજીક છે જો ઇતિહાસનો અર્થ આમ જ હતું. એવો લઈએ તો.
હિસ્ટ્રી શબ્દ ગ્રીક ઈસ્ટોરિયામાંથી આવેલો છે. આ શબ્દમાંથી જ લેટિન હિસ્ટોરિયા અને ફ્રેન્ચ ઇતવાર આવેલા છે. ઓક્સફર્ડ ઈગ્લીંશ ડીક્શનરી કહે છે કે ઈસ્ટોરિયા ધાતુ ઈડ (id) જાણવું (to know) છે. જે સંસ્કૃત વિદ્ જાણવું સાથે સંબંધ ધરાવે છે. ગ્રીક ભાષામાં ઈસ્ટોરિયાનો અર્થ જિજ્ઞાસા પૃચ્છા અને અન્વેષણ સંશોધન એવો થાય છે.'
ઇતિહાસનો સાચો અર્થ વિવિધ વ્યાખ્યા તપાસ્યા પછી જ જાણી શકાય. ઇતિહાસનો અર્થ નીચેની ત્રણ બાબતો ઉપરથી સ્પષ્ટ થાય છે :(૧) ઇતિહાસ સાર્વજનિક ઘટનાનો તાલમેળ રાખે છે. (૨) ઇતિહાસની ઘટના નિરંતર આવે છે. એક ઘટનાથી બીજી ઘટના કોઈ અટકતી નથી. સળંગ સાંકળની જેમ ચાલી
આવે છે. (૩) આ બધી ઘટનાઓને એવી રીતે મૂકી હોય છે કે જેનાથી એક આખું ચિત્ર આપણી સામે આવે છે.
ઇતિહાસની કોઈ સર્વસમ્મત વ્યાખ્યા નથી. કારણ કે તેને સરળતાથી વ્યાખ્યાબદ્ધ કરી શકાય તેમ નથી. ઇતિહાસના સ્વરૂપ સાર્થકતા અને મૂલ્યોની બાબતમાં વિરોધી અસંગત ખ્યાલો વ્યક્ત કરવામાં આવેલ છે. ઇતિહાસ એ માત્ર ઘટનાઓનું કેલેન્ડર કે તારીખિયું નથી, પણ એક વિચારોનો તંતુ સાથે બંધાયેલ ઘટનાઓની એક માળા છે. આની સ્પષ્ટતા માટે આપણે નીચે કેટલીક વ્યાખ્યાઓ જોઈએ :(૧) માનવજાતના ગુનાઓ, ભૂલો અને દુર્ભાગ્યોની નોંધથી ઇતિહાસ ખરેખર કંઈક વિશેષ છે - ગિબન (૨) ઉદાહરણોમાંથી તારવેલું તત્ત્વજ્ઞાન તે ઇતિહાસ છે. - ડાયોનિશિયસ (૩) ઇતિહાસ એ (વિવિધ) સમાજમાં રહેતા માનવીઓની સિદ્ધિઓ અને કૃત્યોની વાર્તાઓ છે - રેનિયર (૪) માનવ સ્વતંત્રતાને ઉકેલતી વાર્તા તે ઇતિહાસ છે. (૫) માનવીને શું થયું અને શાથી તેમ થયું તેની વિગતોને પ્રતિબિંબીત કરતી માનવજાતની અર્થપૂર્ણ કથા તે
ઇતિહાસ છે. - વજેશ્વરી (૬) એક યુગ બીજા યુગમાં કંઇક વિશેષ યોગ્યતા જુએ છે તેની નોંધ તે ઇતિહાસ છે. - બર્કહાઈ
ઇતિહાસ આમ તો સર્વેનો પ્રિય એવો વિષય રહ્યો છે. તેથી ઇતિહાસની વ્યાખ્યાઓ બધા જ પ્રકારના માણસોએ આપી છે. ઇતિહાસના કેન્દ્રસ્થાનમાં માનવી છે. તેથી ઇતિહાસની ઘણી વ્યાખ્યાઓ ઇતિહાસ અને માનવનો
કરે છે. એટલે જ બ્લોશ કહે છે કે “સમયના સંદર્ભમાં માનવીનું વિજ્ઞાન તે ઈતિહાસ છે” બધો ઇતિહાસ એ વિચારનો ઈતિહાસ છે એમ કહેવાવાળો કોલિંગવુડ ઈતિહાસને તત્વજ્ઞાન ગણે છે ટૂંકમાં બધી જ વ્યાખ્યાઓના સારરૂપ એમ કહી શકાય કે માનવીની રોજનીશી તે ઇતિહાસ. * ડૉ. સુભાષ મહિલા કોલેજ, જુનાગઢ
પથિક, નવેમ્બર-૧૯૯૮૪
For Private and Personal Use Only