________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધારનારો પ્રસંગ હતો.
સને ૧૮૮૪ દેશી રાજ્યોની અગત્યની દરેક ગતિવિધીની રજેરજ માહિતી મળી રહે તે માટે પોલિટિકલ એજન્ટો જે તે ગવર્નરને વહીવટી અહેવાલો મોકલતા. કચ્છરાજ્યના એ વખતના એટલે કે વર્ષ ૧૮૮૩-૮૪ના વહીવટી અહેવાલના પાના નં. ૭૯ ઉપર પેરેગ્રાફ ૪૭૬માં જે ઉલ્લેખ છે તેનું ગુજરાતી ભાષાંતર આ પ્રમાણે છે.
“પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, જેઓએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ‘બી.એ.’ની ડિગ્રી મેળવી છે, તેઓ હિંદમાં ગયા શિયાળાની ઋતુમાં આવ્યા હતા. એમણે બૌધિક તથા શારીરિક રીતે ઘણી જ છાપ પાડી છે. એઓ ફરીથી ઇંગ્લેન્ડ ગયા છે. એમને આ રાજ્ય તરફથી અપાતી વાર્ષિક ભથ્થાની ૨૦૦ પૌંડની મુદત ગયા સપ્ટેમ્બરમાં પૂરી થઈ ગયેલ હોઈ, એ વિશેષ બે વર્ષ માટે વધારી આપવામાં આવી છે, કે જેથી ‘એમ.એ.' ની પદવી મેળવી શકે. એઓ વિદ્યાભ્યાસ માટે રાજ્યના ખર્ચે ઇગ્લેન્ડ જનારા પ્રથમ કચ્છી છે, અને એમણે ઇગ્લેન્ડની એક પ્રથમ કક્ષાની યુનિ. માંથી અભ્યાસક્ષેત્રે ઉચ્ચત્તમ કક્ષા પ્રાપ્ત કરી છે...”
પંડિત શ્યામજી એમ.એ. તથા બાર-એટ-લોની ડિગ્રી લઈને ભારત આવ્યા. પ્રથમ રતલામ, ત્યારબાદ ઉદેપુર તેમ જ જૂનાગઢના દીવાન તરીકે કામ કર્યું. અહીં એમણે જોયું કે સમગ્ર દેશ નાનાં મોટા રજવાડામાં વહેંચાયેલો છે અને રજવાડાઓ પર અંગ્રેજોની હકૂમત હતી. ક્યાંય કોઈ સ્વતંત્ર ન હતું. આવડા મોટા દેશ પર મુઠીભર ગોરાઓ રાજ કરે એ જ એમને ખૂંચતી વસ્તુ હતી.
દીવાનની નોકરી મૂકી અને ૧૮૯૭માં એઓ સહપત્ની ઇંગ્લેન્ડ ગયા. અહીં હર્ટ સ્પેન્સરનો ભેટો થયો. એ જ વર્ષે લીંબડીના સરદારસિંહ રાણા બેરિસ્ટર બનવા લંડન આવ્યા હતાં. તેઓ શ્યામજીને મળ્યા. આઝાદીની વિચારણા થઈ સને ૧૯૦૫ની ૧લી જુલાઈએ પોતાના ખર્ચે મકાન ખરીદી નામ આપ્યું ‘ઇન્ડિયા હાઉસ' એ પહેલાં એ જ વર્ષના જાન્યુઆરીમાં ‘ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ' પત્ર શરૂ કર્યું. ૧૮મી ફેબ્રુઆરીના લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના પણ કરી.
વીર સાવરકર સને ૧૯૦૬માં વધુ અભ્યાસ માટે ઇગ્લેન્ડ આવ્યા. ઇન્ડિયા હાઉસમાં વીર સાવરકર, મદનલાલ ધીંગડા વગેરે ક્રાંતિકારીઓ ગૌરભેર રહેતા હતા. બનાવો ઝડપભેર બનતા હતા. ૧૯૦૭ની ૧૭મી ઓગસ્ટે મદનલાલ ધીંગડાને ફાંસી અપાઈ. બીજા દિવસે, ૧૮મી ઓગસ્ટે શ્રીમતિ ભિકાઈજી રુસ્તમજી કામાએ સ્ટુડગાર્ડના સમાજવાદીઓના અધિવેશનમાં એમણે બનાવેલ ભારતનો પ્રથમ રાષ્ટ્રીયધ્વજ લહેરાવ્યો.
બ્રિટિશ સરકારની ભીંસ વધતાં એઓ સને ૧૯૦૭માં લંડન છોડી પારિસ ગયા. ત્યાં પણ બ્રિટિશ જાસૂસો સુખેથી રહેવા આપે તેમ શક્ય ન જાણતાં સને ૧૯૧૪ના મે માસમાં પારિસને રામ-રામ કરી જિનીવા સ૨કી ગયા.
આ રીતે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગંભાગ કરતા રહેતા આપણા આ આઘક્રાંતિવીરની છેલ્લી અવસ્થામાં એમના સાથીઓ એક પછી એક સાથ છોડીને ગયા હતા. સને ૧૯૨૬માં પંડિત જવાહરલાલ નહેરુ પણ એમને મળવા ખાતર મળ્યા હતા.
જિનીવામાં એમને આંતરડાંનો રોગ લાગુ પડ્યો. ઓપરેશન કરાવ્યું પણ ફેર પડ્યો નહિ. બીજી બાજુ સાવરકરને પકડી લેવામાં આવ્યા હતા અને શ્યામજી પર દેશદ્રોહનો આરોપ હતો તેમ જ તબિયત ખૂબ જ લથડી હતી... ભારતની આઝાદીની ઉષા હજુ દેખાતી ન હતી એવી કપરી પરિસ્થિતિમાં તા. ૩૧-૩-૧૯૩૦ને સોમવારના દિવસે જિનીવાની હોસ્પિટલમાં સાંજે ૬ વાગે એઓ મૃત્યુ પામ્યા. એમને સેંટ જ્યોર્જ કબ્રસ્તાનમાં ત્રણ દિવસ બાદ અગ્નિદાહ આપવામાં આવેલો. અંતિમ સમયે એમની પાસે હોસ્પીટલમાં શ્રીમતિ ભાનુમતિ વર્મા હાજર હતાં. અંજાર (કચ્છ)માં આવેલ જેસલ-તોરલની સમાધિ માફક બાજુબાજુમાં બે સમાધિઓ સેંટ જ્યોર્જ કબ્રસ્તાનમાં આજે પણ મોજુદ છે અને ત્યાં લાગેલ તાતિમાં વેંચાય છે
પથિક - નવેમ્બર-૧૯૯૮ - ૧૨
For Private and Personal Use Only