Book Title: Pathik 1999 Vol 39 Ank 03
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આધક્રાંતિવીર શ્યામજી –ધનજીભાનુશાલી* કડક બંગાલી’ ભારતીય આઝાદીના સન ૧૮૫૭ના પ્રથમ અસફળ પ્રયત્નને અંગ્રેજો બળવો કહે કે કોઈપણ નામ આપે. પરંત. એ સંગ્રામ આપણી આઝાદી માટેનો પ્રથમ પ્રયત્ન હતો. એ વર્ષ ૪થી ઓક્ટોબરે (૧૮૫૭) માંડવી (કચ્છ)માં શાહવાળી મસ્જિદ પાસે લીમડાવાળી શેરીમાં જન્મેલા પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા આપણા આધક્રાંતિવીર છે. આપણી આઝાદીના નેતાઓ દિલ્હીમાં બેઠા બેઠા અંગ્રેજોને ભારત છોડી જવાનું કહેતા હતા ત્યારે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ તો ખુદ ઇંગ્લેન્ડની ધરતી પર જઈ ત્યાં ‘ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી અને અંગ્રેજોની છાતીએ બેસીને કહ્યું કે ગોરાઓ તેમે ભારત છોડી જાઓ.... કેવી ખુમારી? મારી ફિટવાની તમન્ના વગર આવું કોઈ કહી શકે? કચ્છ-માંડવીના કરશન નાખવા ઉર્ફે “ભુલા ભણસારીના એકમાત્ર,પુત્રરત્ન શામજી “પંડિત’ અને ‘વર્મા કેમ કહેવાયા? સાત પેઢીમાં પંડિતાઈનો “પ” જેને લાગુ ન પડે એવી જ્ઞાતિમાં જન્મેલા શામજીને “પંડિત તરીકે કયા કારણસર ઓળખવામાં આવે છે તે સંક્ષિપ્તમાં જોઈએ. ૧૯ભી સદીના મધ્યમાં માંડવીથી ચાલીસેક કિ.મી. દૂર આવેલા ગઢશીશા ગામની “છોટી કાશી' તરીકે ઓળખવામાં આવતું. ત્યાં સંસ્કૃતની ઘણી પાઠશાળાઓ હતી. એ જ રીતે માંડવી મળે પણ પંડાઓની સંસ્કૃતિની ધૂળી પાઠશાળાઓ હતી. શામજીને માંડવીમાં પ્રાથમિક અભ્યાસ માટે “ભૂભૂ પંડયાની ધૂળી નિશાળમાં બેસાડવામાં આવ્યો ત્યારે સંસ્કૃતભાષા તરફ એને અનાયાસે પક્ષપાત થવા લાગ્યો, અને એણે સંસ્કૃતમાં જ એકડો અહીં ઘૂંટ્યો. ચાર ચોપડી માંડવીમાં પાસ કરી. માંડવીનો અભ્યાસ પૂરો કરી અને ૧૮૭૦માં તેઓ ભૂજમાં વધુ અભ્યાસ માટે આવ્યા. અહીં પણ સંસ્કૃતિની પાઠશાળાઓ હતી અને એ રીતે સંસ્કૃતભાષા સાથે એમનો સંબંધ કાયમ રહ્યો. ભુજમાં એ સમયના બાહોશ વકીલ શ્રી શિવજીભાઈ વાઘજી જોષીની કે જે આજના આપણા ખ્યાતનામ સાહિત્યકાર શ્રી ગૌત્તમ શર્માના વડવા થાય છે એમને ત્યાં રહીં સાત ચોપડી પૂરી કરી. વધુ અભ્યાસ થાય એ માટેની ધગશ જોઈ, સને ૧૮૭૩માં ભાટીયા શેઠશ્રી મથુરાદાસ લાલજી મુંબઈ લઈ આવ્યા, અને વિખ્યાત વિલ્સન હાઇસ્કુલમાં દાખલ કર્યા. અહીં મુંબઈમાં ભાટીયા સમાજના ઉપક્રમે સંસ્કૃતની પાઠશાળા કાર્યરત હતી એમાં શામજીએ ચિવટપૂર્વક અભ્યાસ કરી સંસ્કૃતમાં પ્રભુત્વ મેળવ્યું. સને ૧૮૭૪માં માત્ર ૧૭ વર્ષની ઉંમરે, નામ નહિં જાણી શકાયેલા સંસ્કૃતનાં બે પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યું. આદ્ય શંકરાચાર્ય મહારાજ, વલ્લભાચાર્ય મહારાજ, દયાનંદ સરસ્વતી વગેરેએ નાની વયે સંસ્કૃતમાં દિગ્વિજય કર્યો હતો તેમ સંસ્કૃતમાં ભાષણ આપી શકતા શામજીએ ૨૦ની ઉંમરે નાશિક, પૂના, અમદાવાદ, ભરૂચ, સૂરત, અલીબાગ, કાશી, લાહોર, અમૃતસર, ભુજ, માંડવી, જયપુર વગેરે સ્થળોએ સંસ્કૃતમાં ભાષણો આપ્યાં. સંસ્કૃતભાષા ઉપરના પ્રભુત્વને કારણે, સને ૧૮૭૭ની ૨૦મી એપ્રિલે નાશિકના આસી. સેશન્સ જજ રાવબહાદુર ગોપાલરાવ હરિ દેશમુખના પ્રમુખપદે કાશીના પંડિતોએ શામજીને માનપત્ર આપી જાહેર સન્માન કર્યું. એ દિવસથી, સંસ્કૃતભાષાની અસરને કારણે શામજી કરશનઃ નાખવા નામના માંડવી (કચ્છ)ના એક તેજસ્વી તારલાને ગળે ‘પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા'ના નામનું પાટિયું લટકી ગયું! સને ૧૮૭૪માં શ્યામજી પ્રખર આર્યસમાજી સ્વામી દયાનંદ સરસ્વતીના સંપર્કમાં આવ્યા અને સ્વામીના * “જલારામકૃપા ૧૦, એસ.ટી.સોસાયટી, સંતોષીમાના મંદિર સામે, ભુજ-કચ્છ - ૩૭૦૦૦૧ પથિક • નવેમ્બર-૧૯૯૮ • ૧૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20