Book Title: Pathik 1999 Vol 39 Ank 03 Author(s): Nagjibhai K Bhatti and Other Publisher: Mansingji Barad Smarak Trust View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટકાવવા સતત પ્રયત્ન કરે છે આવી બાબતોને જાળવ્યા સિવાય ચાલે પણ નહીં. તેથી આજની પેઢીને ભૂતકાળની સિદ્ધિ, ભૂલોની સમજ આપવા ઇતિહાસની ખાસ જરૂરિયાત છે. (૮) માણસ સિવાય અન્ય પ્રાણી સૃષ્ટિમાં ભૂતકાળનું મહત્ત્વ નથી. ફક્ત માણસ જ ભૂતકાળને જોઈ વર્તમાનમાં ચાલે છે. પોતે ક્યાંથી આવ્યો ક્યાં છે ? ક્યાં જશે ? તેનો નિર્ણય કરે છે તેથી ઇતિહાસની સમાજને ખાસ જરૂરીયાત છે. (૯) ઇતિહાસએ જ્ઞાનની ખાણ છે. માટે જ્ઞાનની આરાધના માટે પણ સમાજને ઇતિહાસની જરૂરિયાત રહે છે. (૧૦) ઇતિહાસ ભણાવતા અને વાંચતા ઘણા પ્રશ્નો લાગણીઓ આવેગો ઉત્પન્ન થાય છે. તેમાંથી ઉત્તરો, સાંત્વના અને ઉત્સાહ મળે છે. (૧૧) ઇતિહાસનો સમાજે એટલા માટે સ્વીકાર કર્યો છે. કે ઇતિહાસની ઓથે જીવીને વિકાસ સાધી શકે છે. પોતાની ભૂલો સુધારે અને વિકાસના પગલાં ભરી શકે. (૧૨) નવલકથા, વાર્તા, કાવ્યો, ગઝલો કાલ્પનિક હોય છે. તે વાત વાંચનાર જાણ તો હોય છે. તેથી તે મોજ કે બોધ લાંબો સમય ટકતાં નથી કે શ્રદ્ધા પેદા થતી નથી જ્યારે ઇતિહાસમાં તો સત્ય જ હોવાથી સત્ય પ્રત્યે પ્રેમ અને માન પેદા થાય છે ઇતિહાસમાંથી લોકો જાણે કે શું ગાંધીજીના કહેવાથી સરદાર પટેલે વડાપ્રધાનપદની ઉમેદવારી પાછી ખેંચી લીધી. સુભાષચંદ્ર બોઝે 1. C. S. ની સર્વીસ છોડી રાષ્ટ્રસેવા કરી. ૧૯૬૫ની લડાઈમાં મુસ્લિમ સૈનિક અબ્દુલ હમીદે પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો બોલાવ્યો અને પરમવીર ચક્ર મેળવ્યું. એકાદ વાર્તા, શાયરી, ગઝલ ગમે તેટલી અસરકારક હોય છતાં આ ઇતિહાસના બનાવો જેટલી તેની અસર થતી નથી. (૧૩) કોલિંગવુડની માન્યતા મુજબ ઇતિહાસ એ વિચારનો ઇતિહાસ છે. તેથી ઇતિહાસ માનવને નવા નવા વિચારો અને પ્રશ્નો જગાડવાના સાધન તરીકે પણ તેની ઉપયોગિતાનું મૂલ્ય સમાજ આંકે એટલું ઓછું છે. ૧ (૧૪) પોલિબિયર્સ લખ્યું છે કે ઇતિહાસ એ માનવજીવનને સારી રીતે ચલાવવામાં અને તેનું નિયમન કરવામાં ભૂતકાળની ઘટનાઓનું જ્ઞાન અને સારામાં સારુ શિક્ષણ પુરૂ પાડે છે માટે સમાજને ઇતિહાસ ઉપયોગી છે. (૧૫) ઇતિહાસથી વિશ્વદર્શન, સમાજદર્શન, સંસ્કૃતિ દર્શન અને બર્બરતાના દર્શન કરી શકાય છે તે રીતે તેની ઉપયોગિતાનું બહુમૂલ્ય છે. (૧૯) ઇતિહાસ પ્રેરણા આપનાર શાસ્ત્ર છે. ચિતોડનો કીર્તિસ્તંભ બાંધનાર પ્રખર સ્થપતિ મંડન મૂળ પાટણનો હતો એટલે કીર્તિસ્તંભ રચવાની પ્રેરણા એને રૂદ્રમહાલયમાંથી મળી હોય એ અશક્ય નથી. આવા જ શિલ્પો સ્થાપત્યો અને દરવાજાઓની પ્રાચીન કલાકૃતિઓ જોઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ચારે દિશામાં ચાર કલાત્મક દરવાજા બનાવવાનું નક્કી કર્યું છે. ગોવર્ધનરામની નવલકથા સરસ્વતીચંદ્રમાં ઇતિહાસનું ચિત્રણ છે તેમાં ઇતિહાસનો રંગ છે તેમજ ઇતિહાસ દર્શન છે આ સિવાય કનૈયાલાલ મુનશીની નવલકથા ગુજરાતનો નાથ અને અન્ય કથાઓ ઇતિહાસમાંથી વિચારો કે પ્રેરણા લઈને જ લખાઈ છે. પ્રાચીનકાળના મોટામોટા કવિઓ વિદ્વાનો, ઇતિહાસકારો, શાસ્ત્રવેત્તાઓ શૂરવીરો અને ચક્રવતી રાજાઓની ઓળખાણ ઇતિહાસ વિના બીજું કોઈ કરાવી શકે નહીં. ઇતિહાસ માત્ર લડાઈઓના સ્મરણો નથી આપતો. પણ રામ, યુધિષ્ઠિર, ચંદ્રગુપ્ત, અશોક, વિક્રમાદિત્ય, પૃથ્વીરાજ, અકબર, શિવાજી વગેરેના ચરિત્રો પણ આપે છે. ઇતિહાસ ન હોય તો આપણા માટે માથા આપનારની બીજી કઈ નોંધ હોય. માણસતો એટલો ભૂલકણો છે કે બહુ બહુ તો એક સૈકા સુધીની વાત યાદ રાખી શકે. ઇતિહાસ એ દેશ પરદેશના શૂરવીરોના ચરિત્રો આપણી આગળ રજૂ કરી આપણને તેવા થવા પ્રેરે છે. ઇતિહાસમાંથી ધર્મનો પણ ઉપદેશ પણ મળે છે. ધનવાળા મહાન રાજ્યો કેવી રીતે નાશ પામ્યા કયા પરિણામથી પથિક• નવેમ્બર-૧૯૯૮ • ૬ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20