________________
પાટણનાં જિનાલયો
૨૫
ખરતરગચ્છના મુનિ દેવહર્ષે સં૧૮૬૬માં પાટણની ગઝલ એ નામનું એક Dલવર્ણનાત્મક કાવ્ય રચ્યું છે. એના અંતિમ પદ્યકલશરૂપ છપ્પાની છેલ્લી બે પંક્તિઓમાં નીચે પ્રમાણે પંચાસરના મંદિરનો ઉલ્લેખ છે :
“પાટણ જસ કીધો પ્રગટ જિહાં પાંચાસર ત્રિભુવન ધણી,
કવિ દેવહર્ષ મુખથી કહે, કુશલ રંગલીલા ઘણી.” કલશમાં આ રીતે એકમાત્ર પંચાસરા પાર્શ્વનાથના મંદિરનો ઉલ્લેખ કર્યો છે, એ પાટણના જૈનમંદિરોમાં એનું વિશેષ મહત્ત્વ સૂચવે છે.
સં. ૧૮૮૧ ફાગણ વદ ૪ના દિને પં. ઉત્તમવિજયે ગાયેલા શ્રી પાર્શ્વપ્રભુનાં ૧૦૮ નામના છંદમાં પણ પંચાસરા પાર્થ પ્રભુના નામનો સમાવેશ થયો છે.
સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં એક જ પટાંગણમાં વિદ્યમાન પંચાસરા આદિ જિનાલયનો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે :
વંદે પંચાસર વૈ સુમતિજિનપતિ જ્ઞાતપુત્ર ચ ગોડી–
પાર્વી ચિંતામણિ ચજિતજિનપતિમત્રાહમૌચિત્યયુક્તઃ | સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં પંચાસરા પાર્શ્વનાથનું જિનાલય શિખર વિનાનું હોવાનું દર્શાવ્યું છે. જિનાલયમાં બોતેર આરસપ્રતિમા તથા છેતાળીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. જિનાલયની વર્ષગાંઠ પોષ સુદ ૧૦ના રોજ હોવાનો પણ ઉલ્લેખ થયેલો છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં પંચાસરા પાર્શ્વનાથના કંપાઉંડમાં પંચાસરા પાર્શ્વનાથનું જિનાલય ઘુમ્મટબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં એકસો ત્રેપન આરસપ્રતિમા અને બાર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. તે સમયે ગુરમૂર્તિઓનો ઉલ્લેખ થયેલો છે. વનરાજ તથા મંત્રી આનાકની આરસની ઊભી મૂર્તિનો પણ ઉલ્લેખ થયેલો છે. વહીવટ શેઠ ધરમચંદ ઉદયચંદની પેઢીહસ્તક હતો.
ત્યારબાદ સં. ૨૦૧૧માં આ જિનાલયની પુન:પ્રતિષ્ઠા થયેલી છે. આ અંગેનો વિગતવાર અહેવાલ શ્રી અણહિલપુર પાટણ જૈન મંદિરાવલીમાં (સં. ૨૦૧૮માં) શીવલાલ નેમચંદ શાહે આપ્યો છે જેનો મુખ્ય સાર નીચે મુજબ છે :
પંચાસરાજીનું જૂનું મંદિર અત્યારના પાટણમાં આ નવા બંધાવેલ મંદિર અગાઉ એ જગ્યા ઉપર પંચાસરા પાર્શ્વનાથનું જૂનું મંદિર હતું, તે ૧૬મા સૈકા જેટલું પુરાણું કાષ્ઠમય હતું. આ મંદિર જીર્ણ થતાં તેનો જીર્ણોદ્ધાર થવો આવશ્યક બન્યો હતો.
જીર્ણોદ્ધારનો સંકલ્પ ઉર્વીસાર ગુજરાતની પ્રાચીન રાજધાની અણહિલપુર પાટણ આવેલા સુપ્રસિદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org