________________
૧૧૭ શ્રી કુંતુનાથ જિન સ્તવન મનડું કિમહી ન બાજે હો કુંથુજિન !
મનડું કિમહી ન બાજે જિમ જિમ જતન કરીને રાખું,
તિમ તિમ અલગુ ભાજે....હો કુંથુ...૧ રજની વાસ૨ વસતી ઉજજડ, ગયણ પાયાલે જાય સાપ ખાચે ને મુખડું થોથું,
એહ ઉખાણે ન્યાય........૨ મુગતિ તણા અભિલાષી તપીયા, જ્ઞાનને દયાન અભ્યાસે બૈરીડું કાંઈ એહવું ચિત્તે,
નાખે અવલે પાસે...હા....૩ આગમ આગમધરને હાથે, નાવે કિવિધ આંકું. કિહાં કણે જે હઠ કરી હટકું,
તે વ્યાલ તણે પરે વાંકું....૪ જે ઠગ કહું તો ઠગ તો ન દેખું, શાહુકાર પણ નહી સર્વ માંહે ને સહુથી અલગુ,
એ અચરિજ મન માંહી...૫ જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલે સુર નર પંડિત જન સમજાવે,
સમજે ન મારો સાલે...૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે બીજી વાતે સમરથ છે નર,
એહને કેઈ ન જેલે...હા....૭