Book Title: Parmatma Bhakti Prakash
Author(s): Khumchand Ratanchand Joraji
Publisher: Khumchand Ratanchand Joraji

View full book text
Previous | Next

Page 401
________________ ૩૬૭ કેટલીક જાણવા જેવી હકીકતો (૧) પર્વતિથિઓની સમજણ કાતિક સુદિ પાંચમ-જ્ઞાનપંચમી. કાતિક સુદિ ચૌદશ–ચામાસી ચૌદશ. કાતિક સુદિ પૂનમ-શ્રી સિદ્ધાચલજી યાત્રા પ્રારંભ, ગુરુ ભગવંતોને વિહાર ચાલુ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજાને જન્મદિન, દ્રાવિડ-વારિખિલ્લજી ૧૦ કરોડ મુનિવરે સાથે મુક્તિ પામ્યા. માગશર સુદિ અગ્યારસ–મૌન એકાદશી ૫ ભરત તથા ૫ અરવત મળી દક્ષેત્રના ત્રણકાળ આશ્રયી ૧૫૦ કલ્યાણની આરાધનાનો દિવસ. માગશર વદી દશમ–શ્રી પાર્શ્વનાથ જન્મકલ્યાણક દિન. પિસ વદિ તેરશમેરુ તેરશ, શ્રી ઋષભદેવ મેક્ષકલ્યાણક દિન. ફાગણ સુદિ તેરશ-શ્રી સિદ્ધાચલજીની છ ગાઉની પ્રદક્ષિણ, શાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડા આઠ ક્રોડ મુનિવરો સાથે ભાડવા ડુંગર પર સિદ્ધિપદ પામ્યા. ફાગણ સુદિ ચૌદશ–ચમાસી ચૌદશ. ફાગણ વદિ આઠમ- વરસી તપની શરૂઆત. ચૈત્ર સુદિ સાતમથી પૂનમ-શાશ્વતી આયંબીલની ઓળી. ચૈત્ર સુદિ તેરસ-શ્રી મહાવીર જન્મ કલ્યાણદિન. ચૌત્ર સુદિ પૂનમ-શ્રી પુંડરીક ગણધર પાંચ કરોડ મુનિવર સાથે શ્રી સિદ્ધાચલજી પર સિદ્ધિપદ પામ્યા. ચૈત્ર વદિ આઠમ-શ્રી ઋષભદેવ જન્મકલ્યાણક દિન. વૈશાખ સુદિ ત્રીજ–વરસીતપના પારણને દિવસ.

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418