________________
૩૪૭
આ પુણ્યાનુબંધી પુણ્યકર્મ પ્રકૃષ્ટ હોય છે. પ્રકૃષ્ટભાવથી ઉપાજેલું હોય છે, અવશ્ય ફળ આપનારું હોય છે.
માટે અશુભભાવને રોકવાપૂર્વક આ સૂત્રને અવશ્ય પાઠ. કરવો જોઈએ, સાંભળવું જોઈએ અને સારી રીતે એના અર્થની. વિચારણું કરવી જોઈએ.
દેવ-દાનવોથી નમાયેલા, ઈન્દોએ તથા ગણધરોએ પણ જેઓને નમસ્કાર કર્યા છે, તે પરમગુરુ વીતરાગ ભગવંતને નસ્કાર થાઓ !
નમસ્કાર કરવા યોગ્ય બીજા પણ સિદ્ધ ભગવંતો તથા આચાર્યાદિને નમસ્કાર થાઓ. સર્વજ્ઞ ભગવંતનું શાસન જય પામે ? સમ્યકત્વની પ્રાતિથી જગતના જીવો સુખી થાઓ !
સુખી થાઓ ! સુખી થાઓ
મિથ્યાત્વ પર રોગોમિથ્યાત્વ પરમ તમ: મિથ્યાત્વ પરમ શત્રુ, મિથ્યાત્વ પરમં વિષમ છે
અનંત ઉપકારી મહાપુરૂષો ફરમાવી રહ્યા છે કે, અનાદિ કાળથી જીવમાત્રને સંસારમાં પરિભ્રમણ કરાવનાર, કઈ મોટામાં મેટું પાપ હોય તે તે મિથ્યાત્વ નામનું પાપ છે. જીવ જ્યાં સુધી આ પાપને ઓળખે નહિ, ઓળખ્યા પછી કાઢવા પ્રયત્ન કરે નહિ અને ઘણું ઘણું ધમ કરે, તે પણ તે ધર્મથી સંસારનું પરિભ્રમણ અટકે નહિ. બલકે ચાલુ ને ચાલુ જ રહે.
* આપણુ ભગવાને શું કર્યું? * વીતરાગ કેવી રીતે થયો? * વીતરાગ થયા પછી આપણા માટે શું કહ્યું?