Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh
View full book text
________________
सर्वेषां प्रीतिकारी, करकनिकररुग्, धैर्यतः शैलराजो, लावण्यैः पुण्यगात्रो, हसितकमलदृग्, रोचिषा पूर्णकाष्ठः ।। सौम्यत्वातिद्विजोऽहो ! सुकरणसमये, प्रेमसूरीशसृष्टां, श्रीवीरस्वामिरत्र, प्रभुसदनपति-र्यात उच्चां प्रतिष्ठाम् ।।११।।
परमप्रतिष्ठा બધાનાં પ્રીતિકર, હિમસમૂહસમી કાન્તિવાળા, ધીરતાથી મેરુપર્વતસમા, લાવણ્યથી પાવન દેહવાળા, ખીલેલાં કમળસમી આંખવાળા, કાંતિથી દિશાઓને પૂરી દેતા, સૌમ્યતાથી ચંદ્રથી ચ ચઢિયાતા એવા મૂળનાયક પ્રભુ વીર પ્રશસ્ત કરણ સમયે સૂરિપ્રેમવિહિત પરમ પ્રતિષ્ઠાને પામ્યાં.ll૧૧
तत्सार्द्ध तूर्यनादा, बधिरितगगना, घण्टनादा निकामाः, स्थालीटङ्कारवाराः,पिशुनितविमुदः, शङ्खनादा प्रकामाः। व्योम्नि व्याप्ता बभूवु-र्ध्वजनिकरवर-भूषिते किङ्किणीभिः, भक्तानां हर्षघोष-स्त्वपरिमितमिति-स्तारतारो बभूव ।।१२।।
અને તેની સાથે જ આકાશને બહેરું કરી દેનારા વાજીંત્રોના અવાજ, અપરંપાર ઘંટનાદો, આનંદને વ્યક્ત કરતો થાળીઓના ટંકારોનો સમૂહ, અગણિત શંખનાદો આકાશમાં વ્યાપી ગયાં. હા.. એ આકાશ પણ સંખ્યાબંધ ઉત્તમ ધ્વજો અને ઘંટડીઓથી વિભૂષિત થઈ ચૂક્યું હતું. અને ભક્તોનો. હર્ષઘોષ ! ઓ... હો... હો એ તો તારથી ય તાર ધ્વનિ હતો. જેનું પ્રમાણ અપરિમિત હતું.I૧૨
श्रीवीरविक्रमे श्रीवीरजिनप्रतिष्ठा
- વીરવિક્રમ જિનાલયે શ્રી વીર જિનપ્રતિષ્ઠા

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53