Book Title: Papni Saja Bhare Part 12
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 2
________________ પ્રવચન–૧૨ નવમું પાપ સ્થાનક “લોભ” સર્વ વિનાશક લાભનું સ્વરૂપ પરમ પૂજ્યપાદ અનંત ઉપકારી કરુણાસાગર ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણ કમળમાં કેટીશઃ વંદનપૂર્વક कोहं च माणं च तहेव माय, लोभं चउत्थ अज्ज्ञत्थदोसा । एयाकि वन्ता अरहा महेसी, न कुव्वई पाव न कारवेई ।। શ્રી સૂત્રકૃતાંગ આગમના આ લેકમાં કહ્યું છે કે ક્રોધ-માન-માયા અને લોભ એ ચારે અંતર આત્માના–અધ્યાત્મના ભયંકર દૈષ છે. સર્વે જી પ્રત્યે પૂજ્ય ભાવ-સમતાને વધારવાવાળા મહર્ષિ આ ચારે દેને ફગાવીને પાપની પ્રવૃતિ સ્વયંન કરે અને બીજા પાસે પણ ન કરાવે. પદાર્થોથી પરિપૂર્ણ જગત – અનન્તકાળથી આ અનન્ત સંસાર અનન્ત પદાર્થોથી ભરેલો છે. બ્રહ્માંડમાં મૂળભૂત બેજ તત્વ છે. જડ અને ચેતન. ચેતનકર્તા, ભક્તા છે. જ્યારે કે જડ ભેગ્ય પદાર્થ છે. પુદગલાથી બનેલા પદગલિક જડ પદાર્થોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ગુણેની તરફ આકર્ષિત થઈને જીવે. એ તે પદાર્થ પ્રાપ્ત કરવા માટે ઘણે પ્રયત્ન કર્યો. દેવ–મનુષ્યની ગતિમાં પદાર્થ સંગ્રહને આ લેભ ઘણે જ વધારે હોય છે. ચારે ગતિના જીમાં જોઈએ કે આ ચારમાંથી કયે કષાય કઈ ગતિમાં વધારે છે? અધિકતર જોવામાં આવે છે કે નરકગતિમાં ક્રોધની માત્રા અધિક પ્રમાણમાં હોય છે, મનુષ્યગતિમાં માનની માત્રા અધિક છે. તિર્યંચ ગતિમાં માયાનું પ્રમાણ વધારે છે, તે દેવતાઓમાં લોભનું પ્રમાણ વધારે છે. ચારે ગતિના જીવો ચારે કષાયથી ભરેલા છે. કોઈપણ જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 38