Book Title: Panchvastukgranth Part 1
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 12
________________ [૨૨] મોક્ષાર્થીએ સારને મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.. પહેલાં જ્ઞાન થાય, પછી દર્શન થાય, ત્યારબાદ ચારિત્ર આવે. (ગાથા ૪૮૭) એકના ભાવની બીજા ઉપર અસર થાય- આચાર્ય વગેરે ગુરુએ પણ શુદ્ધક્રિયા રૂપ ચરણયોગમાં રહીને ઉપયોગપૂર્વક વિશુદ્ધભાવથી સૂત્ર આપવું.કારણ કે પ્રાયઃ શુભભાવથી શુભભાવ પેદા થાય છે. લોકમાં પણ શુભભાવથી ભાવિત વક્તાથી શુભભાવ પેદા થાય એ સિદ્ધાંત સિદ્ધ છે. (ગાથા પ૯૯). કુગચ્છનો ત્યાગ કરવો જોઈએ- સાધુએ જે ગચ્છમાં વિનયાદિ ગુણો દેખાતા ન હોય, અને સારણા વગેરે થતું ન હોય તેવા ગચ્છનો સૂત્રોક્ત વિધિથી ત્યાગ કરવો જોઈએ. કારણ કે શિષ્ય, ધર્મબંધુ (ગુરુબંધુ) કે એક ગણમાં રહેલ સાધુ સુગતિમાં ન લઈ જાય, કિંતુ ગચ્છમાં રહેલ વિશુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર સુગતિનો માર્ગ છે. (ગાથા ૭૦૦-૭૦૧) સાધુઓ કેવી વસતિમાં રહે?- જયાં સ્ત્રીઓનાં સ્થાન અને રૂપ ન દેખાય, શબ્દો ન સંભળાય, તથા સ્ત્રીઓ પણ પુરુષોનાં સ્થાન અને રૂપ ન જોઈ શકે અને શબ્દો ન સાંભળી શકે તેવી વસતિમાં સાધુ રહે. સ્ત્રીઓ જયાં બેસીને ગુપ્ત વાતો કરે તથા સૂવું-બેસવું વગેરે શરીરકાર્યો વગેરે કરે તે તેઓનું સ્થાન છે. જયાં સ્થાન હોય ત્યાં નિયમ રૂપ દેખાય, સ્થાન દૂર હોય તો કદાચ શબ્દ ન પણ સંભળાય, પણ રૂપ અવશ્ય દેખાય. આથી સ્થાન દેખાય તેવી વસતિનો ત્યાગ કરવો જોઈએ. (ગાથા ૭૨૦-૭૨ ૧) વાચના પ્રદાનનું મહત્ત્વ- ગુરુ કફ આદિની તકલીફવાળા હોય તો તેમના માટે એક શ્લેખ માટે અને એક લઘુનીતિ માટે એમ બે કુંડી યોગ્ય સ્થળે મૂકવી. આનો ભાવાર્થ એ છે કે- ગુરુ કફ આદિની તકલીફવાળા હોય તો પણ સદા વાચના કરે. (ગાથા ૧૦૦૩) અયોગ્યને આચાર્યપદ આપનાર પાપી છે- જે ગણધર (= આચાય) શબ્દને ગૌતમસ્વામી આદિ મહાપુરુષોએ ધારણ કર્યો છે, તે ગણધર શબ્દને જાણવા છતાં અયોગ્યમાં સ્થાપે છે, અર્થાત્ અયોગ્યને આચાર્ય બનાવે છે તે મહાપાપી મૂઢ છે. (ગાથા ૧૩૧૯) નિર્ગુણ હોવા છતાં આચાર્યપદ લેનાર પાપી છે- કાલોચિત ગુણોથી રહિત હોવા છતાં જે ગણધર શબ્દને પોતાનામાં મૂકાવે છે, અર્થાત્ આચાર્યપદ લે છે, અને લીધેલા પણ આચાર્યપદને જે વિશુદ્ધભાવથી સ્વશક્તિ મુજબ પાળે નહિ, તે પણ મહાપાપી છે. (ગાથા ૧૩૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 322