Book Title: Panchvastukgranth Part 1
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 10
________________ [ ? ] પૂ. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા તથા પૂ. ઉપાધ્યાયજી ભગવાન શ્રી યશોવિજયજી ગણિવર જેવા દિગ્ગજતાર્કિકોના ગ્રંથો ઉપર ભાવાનુવાદ લખી શકનારા પૂ.આ.શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ સરળ-શૈલીનું બાલબોધક સાહિત્ય પણ સુંદર રીતે સર્જી શકે છે, એની પ્રતીતિ કરાવવા “માતા પિતાની સેવા' આદિ પુસ્તકો આગળ કરી શકાય. હજી થોડા જ સમય પૂર્વે પૂજ્યશ્રી દ્વારા અનુવાદિત ‘શ્રી ગુરુતત્ત્વ વિનિશ્ચય'' જેવા તાત્ત્વિક-યૌક્તિક ગ્રંથનું બે દળદાર વિભાગમાં પ્રકાશન થવા પામ્યું અને આજે ‘શ્રી પંચવસ્તુક’ નામનો દળદાર ગ્રંથ પ્રકાશિત થઈને વિદ્વાન વાચકોના કરકમળમાં શોભી રહ્યો છે. નરમ ગરમ તબિયતમાં પણ પૂજયશ્રીની અવિરત ચાલુ રહેતી જ્ઞાન-સાધનાનો જ આ પુણ્ય-પ્રભાવ છે. આ સિવાય તત્ત્વાર્થ વિવેચન, જ્ઞાનસાર, વીતરાગસ્તોત્ર, અષ્ટક પ્રકરણ, આદિ ગ્રંથો પરના પૂજ્યશ્રીના ભાવાનુવાદો ચતુર્વિધ સંઘમાં ખૂબ જ ઉપયોગી-ઉપકારી બની રહ્યા છે. સિદ્ધાંતમહોદધિ ચારિત્રચક્રવર્તી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના જીવનમાંથી સંયમના, સંઘસ્થવિર વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના વ્યક્તિત્વમાંથી સિદ્ધાંત-રક્ષાની ખુમારીના, અને દાદાગુરુદેવ નિસ્પૃહ-શિરોમણિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાની આજીવન સમર્પણભાવ દ્વારા ચારિત્રનિષ્ઠાના મળેલા વારસાને દીપાવતા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજ પ્રશાંતમૂર્તિ પરમ તપસ્વી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધરરત્ન છે કે, જેઓશ્રીએ થોડા જ સમય પૂર્વે હસ્તગિરિતીર્થમાં પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ કરેલ છે. પૂ. ભાવાનુવાદકારશ્રીના પૂ. પંન્યાસપ્રવર (વર્તમાનમાં આચાર્ય) શ્રી વીરશેખરવિજયજી ગણિવર્ય જેવા વિદ્વાન પ્રથમ શિષ્યરત્ન છે કે, જેઓ હજા૨ો શ્લોક પ્રમાણ કર્મસાહિત્ય વિષયક પ્રાકૃત ગાથાઓ તથા સંસ્કૃત ટીકાઓના સર્જક છે. આવી અદ્ભુત ત્રિવેણીના તીરે, આવા ઉપયોગી ગ્રંથાનુવાદો સર્જાતા રહે, અને તાત્ત્વિક ગ્રંથોના ચિંતન મનનના પ્રવાહનું સર્જન કરવા ઉપરાંત એ પ્રવાહને વેગવંત રાખવામાંય એ ગ્રંથાનુવાદો પોતાનો ફાળો નોંધાવતા રહે, એ જ એકની એક કલ્યાણ કામના સાથે આ ગ્રંથમાં વિશદ રીતે શ્રી ભવવિરહાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા વર્ણિત પાંચે પાંચ વસ્તુઓ સાચેસાચ આપણા જીવનમાં વણાતી રહે, એ જ અપેક્ષા. આસો સુદ : ૧ વીર સં. ૨૫૧૫ તા. ૩૦-૯-૮૯ Jain Education International For Private & Personal Use Only પં. પૂર્ણચન્દ્રવિજયગણી (વર્તમાનમાં આચાર્ય) મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય મુંબઈ - ૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 322