Book Title: Paiavinnankaha Part 02
Author(s): Kastursuri, Somchandrasuri
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 16
________________ વિ. સં. ૧૯૯૭માં સુરતમાં કરુણરસકદંબક, ભા-૧-૨. પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં પ્રકાશિત કર્યો. સમયે સમયે આરામશોભાકથા, પંડિત ધનવાલકથા, તરંગવતીકથા, શ્રી જંબૂસ્વામિ ચરિત્ર, શ્રીપાલકથા, શ્રી અંજનપાર્શ્વનાથ માહાભ્ય, સૂર્યસહસ્ત્ર નામમાલા વગેરે ગ્રંથો પ્રકાશિત કર્યા. શ્રી તિલકાચાર્ય વિરચિત જિતકલ્પવૃત્તિ પણ સંશોધિત કરી છે. તેને શીવ્રતયા પ્રકાશિત કરવામાં આવશે. શ્રીધનેશ્વરમુનિરચિત સુરસુંદરી ચરિત્રની સંપૂર્ણ સંસ્કૃતછાયા પણ લખી છે. જે અપ્રકાશિત છે. શ્રીચંદ્રચરિત્રનો પદ્યાનુવાદ, શ્રી નેમિનાથચરિત્ર, શ્રી યુગાદિદેવચરિત્ર પણ લખેલ છે. વિ. સં. ૨૦૧૨માં પૂનામાં શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે રચેલી “અભિધાનચિંતામણિ નામમાતા’ ‘ચંદ્રોદયા નામની ગુજરાતી ટીકા તેમજ બીજક(શેષનામમાલા-શિલોંછ)સહિત અત્યંત પરિશ્રમપૂર્વક પ્રકાશિત કરી. જે પ્રો. અત્યંકર વગેરે શ્રેષ્ઠ વિદ્વાનોએ વખાણી. વિ. સં. ૨૦૨૯માં તે નામમાલાની બીજી આવૃત્તિ પણ પ્રકટ કરી. વિ. સં. ૨૦૧૪માં રાજનગર-અમદાવાદમાં “પ્રાકૃતવિજ્ઞાન કથા” ભા-૧, પંચાવન કથાઓના સંગ્રહ રૂપે બનાવ્યો. વિ. સં. ૨૦૧૬માં મુંબઈ-શ્રી ગોડીજી ઉપાશ્રયમાં પ્રાકૃતમાં ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર રચવાની અંતરની ભાવનાથી “શ્રી ઋષભનાથચરિત્ર” બનાવ્યું. વિ. સં. ૨૦૨૨માં ખંભાતમાં કેવલ બે શ્લોકના આધારે, શ્રી મોહનવિજયજી મહારાજે રચેલા શ્રીચંદ્રરાજાના ગુજરાતી રાસ ઉપરથી “શ્રીચંદ્રરાજ ચરિત્ર” રચીને પ્રાકૃત સાહિત્યમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે અંકિત કર્યું. શ્રી નમસ્કાર મહામંત્રના સમારાધક પૂજ્યપાદ પંન્યાસજી શ્રી અભયસાગરજી ગણિ મહારાજે શ્રીચંદ્રરાજચરિત્રના વિષયમાં લખ્યું છે “આબાલ-સ્ત્રી-પંડિતલોકમાં પ્રસિદ્ધ ધન્યનામાં મહર્ષિ શ્રીચંદ્રરાજાનું ગુજરાતી ગેયકાવ્યરાસ હોવા છતાં પણ પ્રાકૃત ભાષામાં રચાયેલ જે કૃતિ ખંડિતપ્રાયઃ હતી તેનો ઉદ્ધાર સંસ્કૃતપ્રાકૃતભાષાના વિશિષ્ટ વિદ્વાનોમાં મૂધન્ય, પ્રાતઃસ્મરણીય શ્રી વિજય કસ્તૂરસૂરિજી મહારાજે કર્યા છે.” તેમજ આચાર્ય શ્રી નેમિ-અમૃત-દેવસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પન્યાસજી (હાલ આચાર્ય મ.) શ્રી હેમચંદ્રવિજય ગણી મહારાજે સાચું જ લખ્યું છે “શ્રીચંદ્રરાજાનું ચરિત્ર, પ્રાકૃત ભાષામાં જેમણે રચ્યું,. રમ્ય અને સકર્ણ શ્રોતાઓને સુખ આપનારું, પ્રાકૃત ભાષાના દ્વાર જેવું ||1|| તે શ્રી કસ્તૂરસૂરિજી મહારાજ, સતત શાસ્ત્રોના ચિંતનમાં તત્પર છે, ભણાવવામાં રસિક છે, તો પ્રશંસાપાત્ર કેમ ન બને ? //

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 254