Book Title: Paiavinnankaha Part 02
Author(s): Kastursuri, Somchandrasuri
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 14
________________ મળે છે. અને જો કથાનુયોગ ભાવવિશુદ્ધિથી કથાયોગમાં ફેરવાઈ જાય તો અનાદિ કર્મસંયોગનો ક્ષણોમાં વિયોગ થઈ જાય તો અષાઢાભૂતિની જેમ કથા-નાટક કરતા, પૃથ્વીચંદ્ર-ગુણસાગરની જેમ કથા સાંભળતા કેવલજ્ઞાન પણ પામી શકાય છે. પ્રાકૃત જૈન કથાસાહિત્ય : સંસ્કૃત-પ્રાકૃત-અર્ધમાગધી-અપભ્રંશ આદિ પ્રાચીન-અર્વાચીન વિવિધ ભાષામાં શ્લોકબદ્ધ કે ગદ્યબદ્ધ આલેખાયેલ જૈન કથાઓનો મહાસાગર વિશ્વકથાસાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેમાં પણ પ્રાકૃતકથાસાહિત્ય તો જૈનદર્શન સિવાય બીજે ક્યાંય સંસ્કૃત નાટકોમાં સ્ત્રીપાત્ર સિવાય જોવા કે જાણવા મળતું નથી. જૈનાચાર્યોએ અરિહંતના મુખે બોલાયેલી ગણધર ભગવંતોએ સૂત્રરૂપે ગૂંથેલી, નિર્યુક્તિ-ચૂર્ણિ-ભાષ્યકારોએ વાપરેલી પ્રાકૃત-અર્ધમાગધીને પોતાની ભાષા માની વિપુલ કથાસાહિત્યનું સર્જન કર્યું છે. છેક શ્રીવિમલાચાર્યના ૧૩મરિય થી લઈ વસુદેવદંદિ, વહીવત્ની, ૩પ્રન્નમહાપુરુષવરિય, ઉત્તરાધ્યયનસૂત્રો ઉપર લખાયેલ શ્રીનેમિચંદ્રસૂરિજીની પ્રાકૃત કથાઓ, પ્રવૃતવ્યાશ્રય, શ્રીમહાવીરચરિત્ર, શ્રશ્રપાનથી વગેરે વિવિધ ચરિત્રો, પંચમી-એકાદશી વગેરે પર્વની કથા આજે પણ વિદ્યમાન છે. વીસમી સદીના પ્રાકૃત સાહિત્યકાર વિજય કસ્તૂરસૂરિજી : છેલ્લા કેટલાય વર્ષોથી પ્રાકૃતમાં કથાસાહિત્યનું નવું સર્જન પ્રાયઃ કરીને થતું નહોતું, તે કાર્ય વીસમી સદીમાં શરૂ કર્યું તપાગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર સમયજ્ઞ જૈનાચાર્ય શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર સિદ્ધાતમહોદધિ આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજે... વર્તમાન કાળમાં પ્રાકૃતભાષાના થતા હાસને જોઈને પ્રાકૃતને જીવંત કરવા પોતાનું જીવન સમર્પણ કર્યું. પૂજ્ય આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.નું સંક્ષિપ્ત જીવન : આ જંબૂદ્વીપમાં ભારતદેશમાં ધર્મ-કર્મમાં નિરત ગુજરાત રાજ્યમાં અમદાવાદ-રાજનગર, નામે ગુજરાતનું પાટનગર છે. ત્યાં માણેકચોકની બાજુમાં ખેતરપાળની પોળ નામે પોળ છે. ત્યાં ફતેહચંદ નાનચંદ કીનખાબવાળા નામે પ્રસિદ્ધ કુટુંબમાં પિતા અમીચંદભાઈ, માતા ચંપાબેનની કુક્ષિએ વિ. સં. ૧૯૫૭ના પોષ વદ-૧ના દિવસે પુત્રરત્ન ઉત્પન્ન થયો. તેમનું “કાંતિલાલ' એ નામ પાડ્યું. રતિભાઈ, હિંમતભાઈ, એ બે તેમના ભાઈઓ હતા. આચાર્ય શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મ. (પૂ. બાપજી મ.) તેમના સંસારી કાકાના દીકરા પિત્રાઈ ભાઈ થાય. અને સાધ્વીજી શાંતિશ્રીજી તેમના ફોઈબા થાય. પૂર્વના પુણ્યોદયથી શાસનસમ્રા આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પંન્યાસ શ્રી વિજ્ઞાનવિજયજીના પરિચયથી

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 254