Book Title: Padartha Prakasha Part 05
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 34
________________ ૧. નવકારહિત - સૂર્યોદયથી બે ઘડીનું અને પૂર્ણ થયે નવકાર ગણીને પારવાનું પચ્ચક્ખાણ તે. ર. પોરિસી - સૂર્યોયથી એક પ્રહર સુધીનું પચ્ચક્ખાણ તે. (અથવા સૂર્યોદયથી દોઢ પ્રહર સુધીનું સાઢોરિસી પ્રાણ). ૩. પુરિમાર્થ - સૂર્યોદયથી બે પ્રહર સુધીનું પચક્ખાણ તે. (અથવા સૂર્યોદયથી ત્રણ પ્રહર સુધીનું અવઢ પચાણ). ૪. એકાશન - નિશ્ચલ બેઠકથી એક વાર ભોજન કરવું તે. ભોજન બાદ તિવિહાર કે ચોવિહાર કરવો. ૫. એકસ્થાન - એકાશનની જેમ જ, પણ જમણો હાથ અને મુખ સિવાય બીજા અંગો હલાવવા નહી, ભોજન બાદ ચોવિહાર કરવો. ૬. આયંબિલ - વિગઈ, નીવિયાતા, ફળાદિ અને ખટાશના ત્યાગપૂર્વકનું એકાશન તે. ૭. અભક્તાર્થ (ઉપવાસ) - સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી ચારે આહારનો ત્યાગ તે ચોવિહાર ઉપવાસ અને દિવસે ઉકાળેલા પાણીની છૂટ તે તિવિહાર ઉપવાસ. ઉપવાસમાં બે વાર ભોજનનો ત્યાગ હોય છે, માટે તે અભક્તાર્થ કહેવાય છે. ઉપવાસની આગળ પાછળ એકાસણુ કર્યું હોય તો તે બે એકાશન સહિત ઉપવાસને ચતુર્થભક્ત કહેવાય છે. ટ્ઠ, અઠ્ઠમ વગેરેના પ્રચક્ખાણમાં આગળ પાછળ એકાસણુ ન કર્યું હોય તો પણ છટ્ઠ-અટ્ઠમ વગેરે કહેવાની સંજ્ઞા ગૂઢ છે. ૮. રિમ તેના બે પ્રકાર છે. દિવસના છેલ્લા ભાગનું, સૂર્યાસ્ત પૂર્વે ૧ મુહૂર્ત પહેલા લઈ લેવું તે દિવસચરમ. આયુષ્યના છેલ્લા ભાગનું પચ્ચક્ખાણ તે ભવચરિમ, ૯. અભિગ્રહ તેના ચાર પ્રકાર છે. દ્રવ્યથી - ભોજનમાં અમુક જ દ્રવ્ય લેવા અથવા અમુક દ્રવ્ય વડે વહોરાવે તો જ વહોરવુ એવો નિશ્ચય તે. ૩ 事 ક્ષેત્રથી - અમુક ગામમાંથી, અમુક ઘરોમાંથી, અમુક ગાઉ દૂરથી જ આહાર લાવવો એવો નિશ્ચય તે. કાળથી - ભિક્ષાકાળ પહેલા, ભિક્ષાકાળ વખતે અથવા ભિક્ષાકાળ વિત્યા બાદ જ આહાર લાવવો એવો નિશ્ચય તે. ભાવથી - ગાતો ગાતો, રડતો રડતો, બેઠો બેઠો, ઉભો ઉભો, પુરુષ કે સ્ત્રી વહોરાવે તો જ આહાર લેવો ઈત્યાદિ નિશ્ચય તે. ૧૦. વિગઈ - ચાર મહાવિગઈનો સર્વથા ત્યાગ કરવો. શેષ ૬ વિગઈમાંથી યથાશક્ય ત્યાગ કરવો તે. નીવિયાતાનો યથાસંભવ ત્યાગ કરવો તે નીવિ પચ્ચક્ખાણ. દ્વાર રજુ - વિધિ ૪ (૧) નવકારહિતના પચ્ચક્ખાણમાં ‘ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં પચ્ચક્ખામિ' એવો ઉચ્ચાર વિધિ છે. (૨) પોરિસી-સાર્ધપોરિસીના પચ્ચક્ખાણમાં ‘પોરિસિઅં સાઢપોરિસિઅં પચમિ ઉગ્ગએ સૂરે' અથવા ‘ઉગ્ગએ સૂરે પોર્સિસઅં સાઢોરિસિઅં પચ્ચક્ર્રામ' એવો ઉચ્ચાર્રર્વાધ છે. (૩) પુરિમાર્ધ - અવરૢના પચ્ચક્ખાણમાં ‘સૂરે ઉગ્ગએ પુરિમż અવ ં પચ્ચક્ામિ' એવો ઉચ્ચાર્રાવધિ છે. (૪) ઉપવાસના પચ્ચક્ખાણમાં ‘સૂરે ઉગ્ગએ અભત્ત ં પચામિ' એવો ઉચ્ચાર્રાધિ છે. અથવા પચાણનો પાઠ ઉચારતી વખતે ગુરુ પરચાઈ, વોસિરઈ કહે અને શિષ્ય પચ્ચક્ખıમ, વોસિર્રામ કહે તે ચાર પ્રકારનો ઉચ્ચારર્વાધ જાણવો. પચ્ચક્ખાણ લેતી વખતે લેનારના મનનો ઉપયોગ જ પ્રમાણ ગણાય છે. પણ ભૂલથી બીજો પાઠ બોલાઈ જાય તો તે પ્રમાણ ન ગણાય. ૬.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66