Book Title: Padartha Prakasha Part 05
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 64
________________ - પ્રાસ્તાવિમ્) • પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય બે ભાઈ હતાં. ગરીબી અને બેકારીથી કંટાળી ગામો ગામ ભટકતા હતા. લાખ પ્રયત્ન કરે પણ નસીબ બે ગલાં પાછળ. ભટકતાં ભટકતાં એક જંગલમાં આવી ચડ્યા. કોક યોગીરાજના દર્શન થયા. રાત-દિવસ સેવા કરીને તેમને પ્રસન્ન કર્યા. યોગીરાજે એક અદભૂત વનસ્પતિના બીજ આપ્યા. અને કહ્યું “૧૦૦ વાર ખેલી ભૂમિમાં આ બીજ વાવવા. એમાંથી જે વેલડી થાય એને ત્યાં જ બાળી નાંખવી. એની ભસ્મ લઈને તામ સાથે ભેળવવી શુદ્ધ સુવર્ણ થઈ જશે.” બન્ને ભાઈ રાજીના રેડ થઈ ગયા. મોટાભાઈએ યોગીરાજના કહેવા મુજબ યથાવત્ વિધિ કરી અને અઢળક સુવર્ણ મેળવ્યું. નાનાભાઈએ વિધિ તો કરી પણ આળસ અને અનાદરથી તેમાં ઓછું-વત્ત કર્યું, ગોટાળા કર્યા, અને અંતે સુવર્ણ નહી પણ ચાંદી પ્રાપ્ત કરી. સુવર્ણ સિદ્ધિથી વંચીત રહી ગયો. શિક્ષણ, ખેતી, વેપારથી માંડીને સુવર્ણ સિદ્ધિ સુધી બધા જ ક્ષેત્રમાં સફળતા મેળવવા ‘વિધિ’ની પરિપૂર્ણતા અનિવાર્ય છે. તો પછી લોકોત્તર ક્ષેત્રમાં તો શું કહેવું ? મહારાજ સાહેબ ! ચાલીસ વર્ષથી પૂજા કરૂ છું પણ કાંઈ દેખાતુ નથી.” શું દેખાય ? જ્ઞાનીઓ એ પૂજામાં સેંકડો દોષો જોઈ રહ્યા છે. ધર્મક્રિયાઓ તો હજી સુલભ છે. દુર્લભ છે વિધિની પરિપૂર્ણતા, જે એ ક્રિયાઓને શુદ્ધ ધર્મ બનાવે છે. હા, કરેલું નિળ નહીં જાય. વહેલુ મોડું પણ તેનું ળ જરૂર મળવાનું. પણ વિશિષ્ટ અદભૂત ફળ મેળવવું હોય, સંસારનો અંત કરવો હોય એના માટે તો શુદ્ધ ધર્મ જ સેવવો. રહ્યો. માટે જ પંચસૂત્રકારે કહ્યું છે : एयस्स णं वुच्छित्ति सुद्धधम्माओ। ૧૪૪૪ ગ્રંથના રચયિતા આચાર્ય હરિભદ્રસૂરિજી યોગશતકમાં કહે

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66