Book Title: Padartha Prakasha Part 05
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 65
________________ 弱 છે કે ‘વિધિની પરિપૂર્ણતા આવે એટલે સમજી લો કે હવે મોક્ષ તમારી હાથવેંતમાં છે.' વર્ષોથી પૂજા કરીએ છીએ, ચૈત્યવંદન કરીએ છીએ. અતંરજામી સુણ અલવેસર ને આવ્યો શરણે... કરીને યંત્રવત્ પાછા આવી જઈએ છીએ પણ કદી પ્રશ્ન થયો ખરો કે હું જે ચૈત્યવંદન કરું છું એ શુદ્ધ છે ? એમાં કોઈ દોષ તો નથી ને ? આ વિષયમાં ભગવાનની શું આજ્ઞા છે ? મારી ક્રિયા તદ્દન ભગવાનની આજ્ઞા મુજબ કેવી રીતે બને? આ પ્રશ્નનું જ નામ છે તત્વજિજ્ઞાસા. આનુ નામ જ વિધિરાગ. ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે કે ‘આસન્નસિદ્ધિક જીવોને જ વિધિરાગ હોય છે. અભવ્ય અને દૂરભવ્ય જીવોને તો વિધિત્યાગ અને અવિધિરાગ હોય છે' ચાલો, આપણે વિધિના ચાહક બનીએ, તત્ત્વજિજ્ઞાસુ બનીએ. સુવર્ણ સિદ્ધિ બહુ બહુ તો એક ભવનુ દારિત્ર્ય દૂર કરે, જ્યારે પરમાત્માએ બતાવેલી વિધિ તો આપણા અનંત દુ:ખોને સદા માટે નષ્ટ કરીને આપણને નિરુપમ શાશ્વત સુખોના સ્વામિ બનાવી દે. અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે જેમ નાનો પણ દીવો અંધકારોને ઉલેચી નાખે છે, સુધાનું બિંદું પણ રોગોને નષ્ટ કરી દે છે, અગ્નિનો તણખો પણ ઘાસની ગંજીને ખાખ કરી દે છે, તેમ થોડો પણ શુદ્ધ ધર્મ પાપોને ભસ્મીભૂત કરી દેવા સમર્થ છે. એવા શુદ્ધ ધર્મની સાધના શે કરવી ? વિધિ બહુમાનને શે ઉલ્લસિત કરવો ? આનો જવાબ આપતાં ઉપદેશરહસ્યકારે કહ્યું છેनाए अन्नायाओ अनंतगुणिया पवट्टए सद्धा । तीए किरियातिसओ तत्तो विसिट्ट खओवसमो ।। ચિંતામણીની ઓળખાણ ન થાય ત્યાં સુધી તે માત્ર એક રંગીન પથરો હોય છે. અને તેની ઓળખાણ થાય એટલે તેના પ્રત્યેનો અભિગમ...શ્રદ્ધા...બહુમાનભાવ...અનંતગણો વધી જાય છે. તેની " * આરાધનામાં અપૂર્વ ઉલ્લાસ જાગે છે. પરિણામે વિશિષ્ટ કર્મક્ષયોપશમ થાય છે અને તે આરાધક અવશ્ય પણે ળભાગી થાય છે. આ જ વસ્તુ ધર્મક્રિયામાં પણ સમજવાની છે. અને આ બધાના મૂળમાં છે જ્ઞાન. વિધિનું જ્ઞાન જ નથી, તો વિધિની આરાધના શી રીતે થઈ શકે ? અને એના વિના તેનુ વાસ્તવ ળ પણ શી રીતે મળી શકે ? માટે એ જ્ઞાનના ઉદ્દેશથી આ ભાત્રયનું પ્રકાશન થઈ રહ્યું છે. અનંત અનંત જન્મોમાં દુર્લભ એવી માનવ જન્મ વગેરે સામગ્રીને પામીને તેમાં સારભૂત તત્ત્વ હોય તો એ છે દેવ-ગુરુ-ધર્મની આરાધના. ચૈત્યવંદન ભાષ્યના જ્ઞાનથી દેવતત્ત્વની આરાધના થઈ શકે છે. ગુરુવંદન ભાષ્યના જ્ઞાનથી ગુરુતત્ત્વની આરાધના થઈ શકે છે. પચ્ચક્ખાણ ભાષ્યના જ્ઞાનથી ધર્મતત્ત્વની આરાધના થઈ શકે છે. ઉપાસનામાં પ્રધાનતા છે મનની, પણ વચન અને કાયા પણ ગૌણ નથી. ગંમીર મહુરસ, મત્વનુત્ત.... આવા વિધાનો દ્વારા તથા સૂત્રોની સંપદાદિનું સ્પષ્ટ જ્ઞાન આપવા દ્વારા ભાષ્યમાં વચનશુદ્ધિ પ્રમાણિત કરાઈ છે. તો નિમુદન્નત્ય વિટ્વિનુો વગેરે વિધાનો દ્વારા કાયિકશુદ્ધિનું પ્રતિપાદન કરાયુ છે. વચન અને કાયાની સ્પષ્ટ અસર મન પર પડે છે. એ અનુભવસિદ્ધ છે. એકલા મનથી આત્મતત્ત્વની આરાધના એ નિશ્ચય નય છે. જો એ વ્યવહારનો ઈન્કાર કરતો હોય તો એ મિથ્યાત્વ છે. નિશ્ચય-વ્યવહાર ઉભયનય-સાપેક્ષ જિનાજ્ઞા છે. મન-વચન-કાયા ત્રણ યોગથી દેવ-ગુરુધર્મ ત્રણે તત્ત્વની સાધના કરવી એ જ મોક્ષમાર્ગની પૂર્ણ સાધના છે. શુદ્ધ ભાવોલ્લાસ...શુદ્ધ સૂત્રોચ્ચાર અને શુદ્ધ અનુષ્ઠાન એ સાધનાને વિશુદ્ધ ભાવક્રિયા બનાવે છે. શુષ્ક -યાંત્રિક ક્રિયાથી એકાદવાર નજીવું-નીરસ ફળ મળે. જ્યારે વિધિશુદ્ધ ભાવક્રિયાથી શુભ સંસ્કારોના બીજ રોપાય, ઉત્તરોત્તર વિશિષ્ટ પુણ્યબંધ કરાવનાર સાનુબંધ ફળ મળે. સદ્ગતિની અવિરત પરંપરા સાથે પરમપદની પ્રાપ્તિ થાય.

Loading...

Page Navigation
1 ... 63 64 65 66