________________
અને નિયાણા હિત પચાણ કરે, ત્યાં મનમાં આલાપક બોલતો જાય. પચ્ચક્ખાઈને ઠેકાણે પચમિ અને વોસિરઈને ઠેકાણે વોસિર્રામ બોલે તે સ્પર્સ્પર્શત.
૨) પાલિયં - કરેલા પચાણને વારંવાર યાદ કરવુ તે પાલિત. ૩) સોહિયં - ગુરુને આપ્યા પછી જે શેષ વધ્યુ હોય તે વાપરવું તે શોભિત.
૪) તીરિયં - મોડુ પચ્ચક્ખાણ પારવુ તે તીરિત.
૫) ક્રિશ્ચિય ભોજન સમયે ફરી પચ્ચક્ખાણ યાદ કરવુ તે કીર્તિત. ૬) આરર્ણાહયું પચ્ચક્ખાણ ભાષ્યમાં કહેલ બધી વિધિ પ્રમાણે જે પચ્ચક્ખાણ આચર્યું હોય અથવા ઉપર કહેલી પાંચ શુદ્ધિ પૂર્વક જે પચ્ચક્ખાણ આચર્યું હોય તે આધિત.
પ્રચક્ખાણની અન્ય રીતે ૬ શુદ્ધિ.
૧) શ્રદ્ધાળુદ્ધિ - શાસ્ત્રમાં જે પચ્ચક્ખાણ જે રીતે જે અવસ્થામાં જે કાળે કરવાનું કહ્યું છે તે પચ્ચક્ખાણ તે રીતે તે અવસ્થામાં તે કાળે કરવુ ઊંચત છે, એવી સચોટ શ્રદ્ધાવાળા હોવુ તે શ્રદ્ધાદ્ધિ.
ર) જ્ઞાનશુદ્ધિ - કયુ પચ્ચક્ખાણ, કઈ અવસ્થામાં, કયા કાળે, કઈ રીતે કરવુ યોગ્ય છે અને કઈ રીતે કરવુ અયોગ્ય છે એવા પ્રકારના જ્ઞાનવાળા હોવુ તે જ્ઞાનશુદ્ધિ.
૩) વિનયશુદ્ધિ - ગુરુને વિધિપૂર્વક વંદન કરીને પચ્ચક્ખાણ કરવુ તે વિનયદ્ધિ.
૪) અનુભાષણ શુદ્ધિ - ગુરુ પચ્ચક્ખાણ ઉચ્ચરાવે ત્યારે પોતે પણ મંદ સ્વરે પચ્ચક્ખાણ બોલતો જાય. ગુરુ પચ્ચક્ખાઈ કહે ત્યારે પોતે પરચર્ઝામ કહે અને ગુરુ વોસિરઈ કહે ત્યારે પોતે વોસિર્રામ કહે. તે અનુભાષણ શુદ્ધિ.
૫) અનુપાલનદ્ધિ - વિષમ સંકટમાં પણ પચ્ચક્ખાણ ન ભાંગતા સમ્યગ્ રીતે પાળવુ તે અનુપાલનદ્ધિ.
૬) ભાવદ્ધિ - લૌકિક ફળની ઈચ્છા વિના તથા રાગદ્વેષ વિના માત્ર કર્મીનર્જરા માટે પચ્ચક્ખાણ કરવુ તે ભાવશુદ્ધિ.
૫
દ્વાર મુ ફળ ર પ્રચક્ખાણનું ફળ બે પ્રકારે છે. આલોકફળ અને પરલોકકુળ. પ્રચક્ખાણ કરવાથી આલોકમાં ઘમ્મલકુમારને શુભ ફળ પ્રાપ્ત થયુ.
મ્મિલકુમારનું દૃષ્ટાંત - યશોમતી નામની કન્યા સાથે મ્મિલકુમારના લગ્ન થયા. ઇમ્મિલકુમાર ધર્મમાં રક્ત હતો તેથી સ્ત્રીને માયાજાળ માનવા લાગ્યો. મ્મલકુમારના માતાપિતાને જાણ થતા માતાએ એને સંસારકુશળ બનાવવા જુગારીઓને સોંપ્યો. ધીમે ધીમે વેશ્યાગામી બન્યો. માતા મ્મિલના મંગાવ્યા પ્રમાણે દરરોજ વેશ્યાને ત્યાં ઘન મોકલે છે. ઘણા સમય બાદ માતાએ પુત્રને પાછા આવવાનો સંદેશો મોકલ્યો. પણ તે ન આવ્યો.માતાપિતા તેના વિયોગમાં જ મરણ પામ્યા. પત્ની પીયર ચાલી ગઈ. તેથી મ્મિલને કોઈ ધન મોકલતું નથી. તેથી વેશ્યાને પૈસા ન મળતા તેણીએ મ્મિલને ઘરમાંથી કાઢી મૂક્યો. ભમતા ભમતા તેને અગડદત્ત મુર્માને મળ્યા. તેમનાથી મ્મિલ પ્રતિબોધ પામ્યો. દુઃખમુક્તિસુખપ્રાપ્તિનો ઉપાય પૂછ્યો. મુનિ બોલ્યા - ‘‘મુનિ સાવધવચન બોલે નહી, પણ તારી બાબતમાં આશ્રવ તે સંવરુપ થશે એટલે તને ઉપાય બતાવુ છું- દ્રવ્યથી મુર્ખાનવેષ સ્વીકારવો, આય્યબલનો ચવિહાર તપ કરવો, નિર્દોષ ગોચરી વાપરવી, સાધુપણુ પાળવું, નવકારનો ૯ લાખ જાપ કરવો, પોશાક્ષરી મંત્રનો જાપ કરવો, આમ ૬ માસ કરવાથી તારા દુઃખો દૂર થશે, બધા સુખો પ્રાપ્ત થશે.’' સ્મિલે ગુરુ મહારાજના કહ્યા મુજબ કર્યું. છ માસ બાદ અશુભ કર્મના ક્ષયથી અને દેવની સહાયથી સર્વ રાજ્ય-સ્ત્રી-પુત્ર વગેરે સુખો મળ્યા. અંતે ધર્મચિ મુનિ પાસેથી પૂર્વભવ જાણી વૈરાગ્ય પામી રાજ્ય પુત્રને સોંપી સ્ત્રીઓ સાથે ચારિત્ર લીધું. ચારિત્રનું નિતિચાર પાલન કરી અણસણ કરી અચ્યુત દેવલોકમાં દેવ થયા. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં કેવળ પામી મોક્ષે જશે.
-
આમ ર્ઘામ્મલકુમારને પચ્ચક્ખાણના પ્રભાવથી આલોક્ના સુખો મળ્યા, પરંપરાએ મોક્ષ મળ્યો.