Book Title: Padartha Prakasha Part 05
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 53
________________ ઈતરોમાં ભક્તયોગમાં લીન બનેલા મીરા, નરસિંહ મહેતા વગેરેના દષ્ટાંતો પ્રસિદ્ધ છે તો જૈનદર્શનમાં પણ ભુકતયોગને આત્મસાત્ કરનારા આનંદઘનજી, દેવચંદ્રજી, મહોપાધ્યાય યશોવિજયજી મ. વગેરે અનેક મુખ્ય પુરૂષોના નામ પ્રસિદ્ધ છે. Íક્તયોગ એવો સુંદર યોગ છે કે એમાં લીન બનનાર પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે અને પરમાત્મામાં પોતાની જાતને સર્માર્પત કરી દે છે. જૈન શાસનમાં પરમાત્મા સ્વાધદેવની ભુક્તિ માટે પરમાત્માના ર્શનપૂજન-વંદન-સ્તોત્રપાઠ-સ્તુતિપાઠ વગેરે બતાવેલ છે. શ્રેષ્ઠ કોટિની ભક્તિ તો આજ્ઞાપાલન છે. આને શાસ્ત્રમાં પ્રતિપત્તિ પૂજા તરીકે કીધી છે. પણ તેની પૂર્વે અંગપૂજા-અગ્રપૂજા અને ભાવપૂજા બતાવેલ છે... અંગપૂજાથી વિદનો નાશ પામે છે. અગપૂજાથી આબાદી વધે છે. ભાવપૂજાથી મુકત નિકટ થાય છે.. માટે જ અંગપૂજાને વિદMવિનાશિની, અગપૂજાને અભ્યદયસાધના અને ભાવપૂજાને નિર્વાણસાઈની તરીકે ભાષ્યમાં બતાવેલ છે. विग्धोवसामगेगा अब्भुदयसाहणी भवे बीआ । नेव्वाणसाहणी तह फलया उ जहत्थनामेहिं ॥२१३॥ चेइअवंदण महाभास પરમાત્માના અંગ પર થતી ભષેક પૂજા, વાસક્ષેપ પૂજા, ચંદન પૂજા, ફૂલ પૂજા, આભૂષણ પૂજા વગેરે અંગ પૂજામાં સમાવિષ્ટ થાય છે. પરમાત્માની સહમુખ રહીને કરાતી ધૂપપૂજા, દીપકુપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્ઘ પૂજા, ફલ પૂજા, ચામર પૂજા વગેરે અગ્ર પૂજા છે. પરમાત્માની સમક્ષ બોલાતી સ્તુતિઓ, સ્તવનો, કરાતા ચૈત્યવંદનો વગેરે ભાવપૂજા છે... પરમાત્માની આજ્ઞાનું પાલન એ ખંતપત્તી પૂજા છે. જેમ કોઈ રાજાની પાસે જઈને પહેલા ભટણું ધરાય છે પછી રાજાની સ્તુતિ કરાય છે, પોતાની લઘુતા પ્રગટ કરાય છે અને અંતે આપણા કાર્યનું નિવેદન કરીને તે પ્રાર્થના પૂર્ણ કરાય છે, આ જ રીતે પરમાત્માની અંગપૂજા અને અગ્રપૂજા ભટણાંના સ્થાને છે. ભાવપૂજા (ચૈત્યવંદન) માં પરમાત્માના ગુણો ગવાય છે, આપણી લઘુતા પ્રગટ થાય છે અને અંતે જવયરાય સૂત્ર દ્વારા પરમાત્મા આગળ આપણી માંગણી રજૂ કરાય છે. ઉત્તમ રાજા પાસે પૂર્વોકત રીતે કરાયેલી પ્રાર્થના સફળ થાય છે, પૂર્ણ થાય છે. ઉત્તમોત્તમ એવા દેવાધિદેવ પાસે પણ આ રીતે વિનયભુતપૂર્વક કરાયેલ પ્રાર્થના અવશ્ય સફળ થાય છે. જૈન શાસનના સ્યાદ્વાદ ની એક વિશેષતા જુઓ કે પરમાત્મા વીતરાગ છે. તેમને ભકત પ્રત્યે રાગ નથી હુમન પ્રત્યે દ્વેષ નથી તેથી તેઓ ભકતને કશું આપતા નથી અને તેમના પ્રત્યે દ્વેષ ધારણ કરનારનું કશું જ ખરાબ કરતા નથી. પરંતુ પરમાત્માને ભુતપૂર્વક પ્રાર્થના કરનારની પ્રાર્થના ભક્તના શુભભાવોના કારણે સફળ થયા વગર રહેતી નથી અર્થાત્ ભકતો પરમાત્માની પાસે માંગેલ મળ્યા વગર રહેતું નથી તે જ રીતે પરમાત્મા પ્રત્યે દ્વેષ રાખનારને અશુભ પરિણામના કારણે ભારે નષ્ટ ફળ મળ્યા વગર રહેતું નથી.. પરમાત્માની આ ત્રણ પ્રકારની પૂજા એ મહાન યોગની પ્રક્રિયા છે. તેના દ્વારા જબરદસ્ત કોટિની સાધના થાય છે. ચિત્તની વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. ચૈત્ય શબ્દનો અર્થ કરતા પણ શાસ્ત્રકારોએ બતાવેલ છે चैत्यानि-प्रशस्तचित्तसमाधिजनकानि बिंबानि-अरिहंतचेइआणि जिनसिद्धप्रतिमा इत्यर्थः । ચૈત્યો એટલે પ્રશસ્ત ચિત્તની સમાધિ ઉત્પન્ન કરનાર બિંબ એટલે અરિહંત અને સિદ્ધ પરમાત્માની પ્રતિમા. (૧૨)

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66