Book Title: Padartha Prakasha Part 05
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 59
________________ શકે ? તેમના ઉપકારોને વારંવાર યાદ કરતા આંખમાં ઝળહળીયા આવે, વાણી ગદ્ગદ્ બને, હૃદય ભરાઈ જાય તેમાં શું નવાઈ ? સામાન્યથી પણ આ સંસારમાં કયારેય કોઈએ મરણથી બચાવેલ હોય, મહાન આપત્તમાંથી પાર ઉતાર્યા હોય તેવા પુરૂષને યોગ્યાત્માઓ ભૂલી નથી શકતા. વારંવાર યાદ કરે છે અને તેમની ખુબ-ખુબ ત-બહુમાન કરે છે. તો પછી અનંતા જન્મ-મરણોથી હંમેશ માટે બચાવનાર ફરીથી કદે પાછી ન આવે તે રીતે સાળી આર્માઓને દૂર કરનાર, મોક્ષના અનંત સુખને આપનાર, મોક્ષ મળે ત્યાં સુધી સંસારમાં પણ ઉચ્ચ સ્થાનોએ પહોંચાSનાર દેવાધિદેવને શી રીતે ભૂલી શકાય ? એમની Íક્ત વિના કેમ રહી શકાય ? તેમના પ્રત્યે હૃદયમાં બહુમાન ઉભુ થયા વગર શી રીતે રહે? તેમના દર્શન કરતા આંખોમાં ઝળહળીયા આવે, તેમના ગુણગાન ગાતા વાણી ગદ્ગદ્ બને, તેમનું ચિંતન કરતા હદય ભરાઈ જાય એ બન્યા વગર કેમ રહે ? કૃતજ્ઞ એવા ભવ્યાત્માઓને જૈનત્વને પામ્યા પછી ઉપકારી દેવનું સ્મરણ-ધ્યાન-નમન વિગેરે કરવાની જે પ્રવૃત્તિ એ જ ચૈત્યવંદનની ક્રિયા છે. ઉપકારી એવા દેવાદેવની (ભાર્વીનક્ષેપ) જ્યારે હાજરી નથી ત્યારે પણ તેમના ઉપકારોનું વિસ્મરણ ન થાય. તેમની સ્મૃતિ íયત ના રહેવાય તે માટે પ્રતિમામાં સુંદર વિવિઘાન તથા પ્રબળ સંકલ્પબળથી પરમાત્મપની સ્થાપના કરાવીને ભવ્યાત્માઓ પરમાત્માની ઉપાસના કરે છે, તેમની સ્મૃત કરે છે, તેમના ઉપકારને યાદ કરે છે, તેમના ગુણગાન કરે છે તે દ્વારા કૃતજ્ઞતાણને સાધે છે... પરમાત્માની ગેરહાજરીમાં જિનપ્રતિમા દ્વારા આ રીતે થતી કૃતજ્ઞતા ગુણની સાધનાનો હિંસા વિગેરેના નિમિત્તને આગળ લઈને સંસારમાં સતત હિંસામાં બેઠેલા જીવોને પણ નિષેધ કરવો તે કૃતજ્ઞતાને ભૂલાવીને કૃતજનતા તરફ લઈ જવાનું કાર્ય છે. આ રીતે દેવાદેવની સ્મૃતિ માટે શાસ્ત્રોએ ચૈત્યવંદનની એક સુંદર ક્રિયા આપણને આપી છે. ખુબ ઉત્કૃષ્ટ ભાવથી પરમાત્માને વંદન થાય તે માટે ચૈત્યવંદનની આ ક્રિયામાં સુંદર સૂત્રોનું નિર્માણ ગણધરભગવંતોએ કરેલુ છે. એમાં આવતા નવકાર, ઈરિયાવહી, નમુત્થણ વગેરે અનેક સૂત્રોમાં પાંચદંડકસૂત્રોને પ્રધાનપણે ગણ્યા છે. પાંચદંડકસૂત્રો નીચે પ્રમાણે છે. (૧) શસ્તq (નમુત્થણ) (૨) ચૈત્યસ્તવ (અરિહંત ચેઈયાણ) (3) નામસ્તવ (લોગસ્સ) (૪) શ્રુતસ્તવ (પુખરવરદીવ) (૫) સિદ્ધાસ્તવ (સિદ્ધાણં-બુઠ્ઠાણું) શસ્તવ-શક્ક (ઈંદ્ર) જે સૂત્ર વડે ચ્યવન, જન્માદ વખતે પ્રભુની સ્તુતિ કરે છે તે નમુત્થણં સૂત્ર, આમાં ૧ લી નવગાથા દ્વારા ભાવતીર્થંકરની સ્તવના કરાય છે. છેલ્લી ગાથામાં દ્રવ્ય તીર્થકરોને વંદન કરાય છે. દ્રવ્યતીર્થકરો એટલે તીર્થકરપણાની પૂર્વાવસ્થામાં રહેલા અર્થાત પૂર્વભવમાં દેવલોક કે નરકમાં રહેલા અથવા છેલ્લાભqમાં સાંસારિકાવસ્થા અથવા છાસ્થાવસ્થામાં રહેલા જિનેશ્વરભગવંતો તથા તીર્થકરપણું પૂર્ણ કરીને મુક્તમાં ગયેલા તીર્થંકરના જીવો, એટલે આ અપેક્ષાએ વર્તમાનચોવિર્ણના ચોવશે તીર્થકરો હાલમાં દ્રવ્યતીર્થકરો છે. જ્યારે શ્રીસીમંધરસ્વામી આ. ૨૦ વિહરમાન ભાવ તીર્થકરો છે. ચૈત્ય એટલે પ્રતિમાજી. ચૈત્યસ્તવમાં સામે રહેલા જિનપ્રતિમાજીની અથવા સqલોએ શબ્દ આગળ મૂકવાથી ચૈત્યજીવ બોલતા ૧૪ રાજલોકમાં રહેલા સર્વીજનuતમાઓની ઉપાસના થાય છે. નામસ્તવમાં વર્તમાન ચોવણીના ૨૪ તીર્થકર ભગવંતોના નામ યાદ કરીને પ્રભુને વંદન કરાય છે. શ્રુતસ્તવમાં પ્રથમ ગાથામાં ઘર્મની કે કરનારા ભરત-ૌરવતમહાવિદેહમાં રહેલાજનને નમસ્કાર થાય છે. વર્તમાનમાં આવા ૨૦ તીર્થકરો મહાવિદેહમાં વિચરે છે. તેમને નમસ્કાર કરાય છે ત્યાર પછી બીજી ગાથાથી પરમાત્માએ આપેલ જે શ્રુતજ્ઞાન છે તેની સ્તવના કરાય છે. સિદ્ધસ્તવમાં પરમાત્માએ આપેલ મોક્ષમાર્ગના પરિપાલનનું ફળ જે ૨૩)

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66