Book Title: Padarth Prakash Part 04 Author(s): Hemchandravijay Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 6
________________ સંસારમાં અજ્ઞાન અને દુઓને જે ભોગવી રહ્યો છે તેનું કારણ જીવ ઉપર લાગેલા કર્મો જ છે. આ કર્મો જીવ કેવી રીતે બાંધે છે? કયા કારણે બાંધે છે? બાંધેલા કર્મો કેવી રીતે ઉદયમાં આવીને કેવા પ્રકારના ફળ આપે છે? કર્મને બંધ કેવી રીતે અટકાવે? તથા બાંધેલા કમેને આત્માથી છુટા કેવી રીતે પાડવા? આ બધું જાણવાની જીવને ખુબ જ જરૂર છે ! કમની જાળમાંથી આ જ્ઞાન સિવાય શી રીતે છુટી શકાય? સર્વજ્ઞ ભગવંતેએ પિતાના કેવળજ્ઞાનથી જગતના સ્વરૂપને જાણને સંસારી જી કેવી રીતે કર્મથી બંધાય છે, તથા કેવા-કેવા પ્રકારના કર્મો કેવા-કેવા ફલ આપે છે? કેવી રીતે કર્મથી છુટાય છે? વગેરેને લગતું વિસ્તૃત જ્ઞાન જગતને આપ્યું. પ્રભુએ કર્મવિજ્ઞાનના આપેલા આ જ્ઞાનને ગણધર ભંગવંતએ સૂત્રબદ્ધ કર્યું, તેમાંથી પૂર્વાચાર્ય ભંગવતેએ પણ અનેક ગ્રંથ રચ્યા. આપણા પ્રબળ પુર્યોદયે ચરમ તીર્થપતિ શ્રી મહાવીર ભગવંતના નિર્વાણને ૨૫૦૦ થી અધિક વર્ષ પછી પણ આપણુ પાસે કર્મના વિરતૃત સ્વરૂપને બતાવતા અનેક થે હાજર છે. આમા કર્મ વિજ્ઞાનના પ્રાથમિક જ્ઞાન માટે સૂરિ પુરંદર શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજાએ રચેલા ૧ થી ૫ કર્મગ્રંથ વર્તમાનમાં પણ પ્રસિદ્ધ છે. એના અભ્યાસથી કર્મસિદ્ધાંતને લગતી ઘણી ઘણુ હકિકતનું જ્ઞાન થાય છે, દષ્ટિ વિશદ બને છે. વૈરાગ્ય વૃદ્ધિ પામે છે, વર્તમાનમાં પણ અનેકવિધ પુણાત્માઓ આ કર્મગ્રંથને મૂળ તથા અર્થથી અભ્યાસ કરે છે. પૂજ્યપાદ તપગચ્છગગનદિનમણી, જિનશાસનના શિરતાજ, આબાલબ્રહ્મચારી, સુવિશુદ્ધચારિત્રમૂર્તિ, સિદ્ધાંત મહેદધિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ વર્તમાનકાલમાં ઉપલબ્ધ કર્મ સાહિત્યના લગભગ સઘળા ગ્રંથનું અવગાહન કર્યું હતું, અને તેથી પરિકમિત મતિ દ્વારા અનેક પુણ્યાત્માઓને કર્મ સાહિત્યનું શિક્ષણ પણ આપ્યું હતું. મારા પ્રબલ પુણોદયે પૂજ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 136