Book Title: Nyayamanjari Ahanika 04 05 Author(s): Jayant Bhatt, Nagin J Shah Publisher: L D Indology Ahmedabad View full book textPage 9
________________ આગમમાં પરસપર વિરોધ હોવા છતાં તેમના પ્રમાણમાં વિરોધ નથી. તેથી, જો કપિલમુનિ સર્વજ્ઞ હોય તે સુગત સર્વજ્ઞ નથી એમાં શું પ્રમાણ ? અને જે બને સર્વજ્ઞ હોય તે તેમની વચ્ચે મતભેદ અર્થાત વિરોધ કેમ ?' એમ જે કહેવામાં આવે છે તેને નિરાસ ઉપર થઈ ગયું છે, કારણ કે જ્યારે મુખ્ય વિષયની વાત હોય છે ત્યારે તેમની વચ્ચે મતભેદ હેત નથી અને ક્યારેક મતભેદ હોય તે પણ તેમના પ્રામાણ્યમાં તેથી વિરોધ આવતું નથી.. કેટલાક માને છે કે બધાં જ આગને પ્રણેતા ઈશ્વર છે, કારણ કે સકળ પ્રાણીઓના અનેકવિધ કર્મવિપાકને દેખતા તેમ જ કરુણાથી તેમને અનુગ્રહ કરવા માટે મોક્ષપ્રાપ્તિના અનેકવિધ ભાગને દેખતા તે ઈશ્વર આશયાનુસાર ક્યારેક કેટલાંક પ્રાણીઓની અમુક કર્મમાં યેગ્યતા જાણીને તે તે ઉપાય તેમને ઉપદેશે છે. પિતાની વિભૂતિના મહિમાથી અનેક શરીરે ધારણ કર્યા હોવાને કારણે તે ઈશ્વર જ “અહંત, કપિલ”, “સુગત’ વગેરે જુદાં જુદાં નામે પામે છે એમ માનવું ઉચિત છે કારણ કે અનેક સર્વ માનવામાં યત્નની અને ગૌરવની આપત્તિ આવે છે.” સર્વમતસમન્વય, ઉપાયકૌશલ અને અવતારવાદ એ ત્રણેના સ્વારસ્યનું દર્શન અહીં આપણને થાય છે. તદનન્તર વેદ ઉપર થયેલા અપ્રામાણ્યના આક્ષેપો જણાવી તેમને સમુચિત પરિહાર કરવામાં આવ્યું છે. છેવટે, વેદનું પ્રામાણ્ય શેમાં છે ? – કાર્યમાં કે સિદ્ધાર્થ માં કે બન્નેમાં ? એ પ્રશ્નની ચર્ચા કરી નિષ્કર્ષ કાઢય છે કે તેનું પ્રામાણ્ય બનેમાં છે. આમ શુ આહનિક અનેક દૃષ્ટિએ મહત્ત્વનું છે. પાંચમું આદુનિક અપવાદનતિવાદના વિવાદથી શરૂ થાય છે. અહીં જાતિની સ્થાપના કરવામાં આવી છે. આ ચર્ચા અતિ વિસ્તૃત છે. ત્યાર પછી શબ્દ શું આકૃતિને વાચક છે કે વ્યક્તિને કે જાતિને – આ પ્રશ્નને લઈને વિચારણા કરી છે. અહીં આકૃતિ અને જાતિ અને એક જ છે કે પૃથફ તેની વિચારણું પણ કરી છે તે પછી વાક્ષાર્થ શો છે એની ચર્ચા વિસ્તારથી કરી છે. વાકયાથે વાસ્તવિક છે એ સ્થાપી વ્યવરછેદ, સંસર્ગ, ક્રિયા, ફળ, પુષ, ભાવના, વિધિ, નિગ, ઉદ્યોગ અને પ્રતિભાને વાકયાર્થ માનનારના મતોની સમાલોચના કરી છે. છેલ્લે તૈયાયિક મતની સ્થાપના કરી છે કે સંસૃષ્ટ પદાર્થો જ વાયા છે. જેમ અવયરૂપ તંતુઓથી અવયવીરૂપ પટ જુદે છે તેમ પદાર્થોથી વાક્ષાર્થ જુદો નથી, વાયાર્થ અવયવી નથી આમ આ પાંચમું આદુનિક ભાષાશાસ્ત્રીઓને રસ પડે એવું અને ઉપયોગી છે. | ગુજરાતી અનુવાદમાં મૂળ ગ્રંથને અર્થ બરાબર ઊતરી આવે અને અનુવાદ કિલષ્ટ ન બની જાય એનું સતત ધ્યાન રાખ્યું છે. ભારતીય તત્ત્વજ્ઞાનના ગુજરાતીભાષી અભ્યાસીઓને આ અનુવાદ ઉપયોગી બની રહેશે એમ હું માનું છું. લા. દ. ભા. સં. વિદ્યામંદિર નગીન જી. શાહ અમદાવાદ ૩૮૦૦૦૮ ૧ મે ૧૯૮૯Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 332