Book Title: Nyayamanjari Ahanika 04 05 Author(s): Jayant Bhatt, Nagin J Shah Publisher: L D Indology Ahmedabad View full book textPage 8
________________ પ્રાસ્તાવિક કાશ્મીરના રાજા શંકરના રાજ્યકાળમા (ઈ. સ. ૮૮૫-૯૦૨ ) થઈ ગયેલા કાશ્મીરી પંડિત જયંતની ન્યાયમંજરી સંસ્કૃત દાર્શનિક સાહિત્યનું એક અણમેલ રત્ન છે. તે પ્રૌઢ કૃતિ છે. તેમાં મુખ્યત્વે મીમાંસા અને બૌદ્ધ સિદ્ધાની આલોચના કરી નૈયાયિક સિદ્ધાતોની સ્થાપના કરવામાં આવી છે. તેની શૈલી વિશદ અને પ્રસન્ન છે. તેને વાંચતાં જાણે કોઈ સાહિત્યિક કૃતિ વાંચતા હોઈએ એ આહલાદ થાય છે. આ પૂર્વે અમે ગુજરાતી અનુવાદ સહિત ત્રણ આહ્નિક ત્રણ અલગ અલગ પુસ્તકમાં પ્રકાશિત કર્યા છે. પ્રસ્તુત ચોથા પુસ્તકમાં ચેથા અને પાંચમા એમ બે આદિને ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરવામાં આવે છે. પ્રથમ આહ્નિકમાં પ્રમાણનું લક્ષણ પ્રમાણુની સંખ્યા, અથપત્તિ અને અભાવની ચર્ચા પ્રધાનપણે છે. દિતીય આહ્નિકમાં પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન એ ત્રણ પ્રમાણેનું પ્રતિપાદન છે. તૃતીય આદનિકમાં શબ્દપ્રમાણ ખ્યાતિવાદ, ઈશ્વર અને શબ્દનિત્યની વિચારણા છે. જે બે આનિકોને સમાવેશ પ્રસ્તુત પુસ્તકમાં છે તેમનામાં ચર્ચિત દાર્શનિક સમસ્યા એની ઝાંખી નીચે પ્રમાણે છે. ચેથા આદુનિકમાં સૌપ્રથમ વેદારૈયત્વ વિરુદ્ધ વેદતૃત્વની વિસ્તૃત ચર્ચા છે. પ્રસ્તુત ચર્ચા પ્રસંગે શબ્દ-અર્થસંબંધની પણ વિચારણું કરવામાં આવી છે. ત્યાર પછી જયંતે બહુ જ મજા પડે એ રીતે અથવવેદના પ્રામાણ્યની સ્થાપના કરી છે અને તારવ્યું છે કે અથવવેદ ચાર વેદમાં શ્રેષ્ઠ છેતે પછી બધી જ દશનશાખાઓના અને વિવિધ ધર્મસંપ્રદાયના અનુયાયીઓએ અવશ્ય વાંચવા જે ભાગ આવે છે. અહીં ધર્મશાસ્ત્રો, શેવાળ, બૌદ્ધગમે, જૈનાગ, સંસારમેચકાગ, વગેરેના પ્રામાણ્યની સ્થાપના કરવામાં આવી છે. જયંત કહે છે, “બધા આગમમાં ઉપેય (= સાધ્ય) તરીકે મોક્ષને નિદેશ છે. તેના ઉપાય તરીકે બધાં આગમમાં જ્ઞાનને ઉપદેશ દેવાયો છે. અલબત્ત, જ્ઞાનના વિષય પરત્વે આગમોમાં વિવાદ છે. તે બાબતે પણ જ્ઞાનને વિષય આત્મા છે એમાં ઘણાને વિવાદ નથી. પ્રકૃતિ–પુરુષ વિજ્ઞાનના સાંખ્ય પક્ષમાં પ્રકૃતિથી વિવિક્તરૂપે પુરુષ જ ય છે. ઐરામ્યવાદી બૌદ્ધો આત્મગ્રહ ( = અહંકારચર્ચેિ) શિથિલ કરવા માટે “આત્મા નથી' એ ઉપદેશ આપે છે પરંતુ સ્વછ જ્ઞાનતત્ત્વ જે તેઓ સ્વીકારે છે, તે સ્વતંત્ર છે, અનાશ્રિત છે એ કારણે આત્મા જેવું જ છે. કેવળ કૂટનિત્યતા અને પ્રવાહનિત્યતાની બાબતમાં જ ભિન્નતા છે. [વૈદિક શાસ્ત્રોને માન્ય આત્મા ફૂટનિત્ય છે, જ્યારે બૌદ્ધોને માન્ય આત્મા પ્રવાહનિત્ય છે. ] આમ મુખ્ય ઉપાય અને ઉપેયની બાબતમાં બધાં આગમને કોઈ વિવાદ નથી. ક્રિયા ભલે પ્રતિ આગમ ભિન્ન ભિન્ન છે. ભસ્મ લગાવો કે જટા ધારણ કરે, ડુંડે પડે કે કમંડળ પકડે, લાલ લૂગડું પહેરો કે નગ્ન રહો એમાં શે વિરોધ છે ? વેદમાં પણ સ્વર્ગના, જુદી જુદી ઇતિકર્તવ્યતાથી સભર ઉપાયે શું ઓછા ઉપદેશાવ્યા છે ? એટલેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 332