Book Title: Niramisha Ahar Jain Drushtie
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 4
________________ નિરામિષાહાર - જૈન દૃષ્ટિએ ૧૮૩ જો ગાય, ઘેટું, મરઘીમાં કે શાકભાજીમાં અને ઘઉં-ચોખા વગેરેના પ્રત્યેક દાણામાં પણ જીવ છે, તો પછી શાકાહારીઓ દ્વારા વનસ્પતિનો આહાર લેવામાં જેટલા જીવોની હિંસા થાય છે તેના કરતાં માંસાહારીઓ દ્વારા ઓછા જીવોની હિંસા થાય છે એમ ન કહી શકાય ? એક ઘેટું મારીને આહાર કરનાર માણસ એક જીવનો વધ કરે છે, ત્યારે રોટલી, દાળ, ભાત ખાનાર વ્યક્તિ કેટલા બધા દાણાનો અર્થાત્ કેટલા બધા જીવોનો વધ કરે છે ! તો આ બેમાં વધુ હિંસા કોની ? આવો પ્રશ્ન આજે જ ઊઠ્યો છે એવું નથી. હજારો વર્ષ પહેલાં પણ આ પ્રશ્નની વિચારણા થયેલી છે, બહુ પ્રાચીન સમયમાં તાપસોનો એક પંથ હતો. એ ‘હસ્તિ-તાપસ’ નામે ઓળખાતો હતો. એક હાથીને મારીને એનું માંસ ખાઈને ઘણા તાપસો કેટલાક દિવસ સુધી નિર્વાહ કરતા. તેઓ એમ કહેતા કે ‘અમે ઘણા બધાએ ભેગા મળીને ફક્ત એક જ જીવનો વધ કર્યો છે અને તેનું પાપ પણ અમારામાં ઘણા બધા વચ્ચે વહેંચાઈ ગયું છે. એટલે દરેકને ભાગે બહુ ઓછું પાપ આવે છે.’ આ હસ્તિ-તાપસનો પંથ લાંબો સમય ચાલ્યો નહિ, કારણ કે જીવના વધની બાબતમાં માત્ર સંખ્યાનો જ વિચાર કરાતો હોય તો માંસાહારી કરતાં શાકાહારી લોકો વધુ જીવોની હિંસા કરે છે એમ માનવું પડે. પરંતુ સંખ્યા ઉપરાંત વેદનાનો સિદ્ધાંત પણ સ્વીકારવામાં આવ્યો છે. માટે જ માંસાહારી કરતાં શાકાહારી ઓછી હિંસા ફરે છે એમ સ્વીકારાયું છે. જૈન ધર્મે સમગ્ર જીવસૃષ્ટિનું વર્ગીકરણ ઇન્દ્રિય અનુસાર કર્યું છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રેઇન્દ્રિય, ચઉરેન્દ્રિય, પંચેન્દ્રિય એમ ઇન્દ્રિયની સંખ્યા અનુસાર જીવસૃષ્ટિના પ્રકાર પાડવામાં આવ્યા છે. જેમ વધુ ઇન્દ્રિય તેમ તે વધુ શક્તિશાળી જીવ. એકેન્દ્રિયમાં માત્ર સ્પર્શની ઇન્દ્રિય હોય છે. તમામ વનસ્પતિને આ સ્પર્શેન્દ્રિય હોય છે. બેઇન્દ્રિય જીવોને સ્પર્શ તથા રસના (જીભ) એ બે ઇન્દ્રિયો હોય છે. ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને તદુપરાંત ઘ્રાણેન્દ્રિય (નાક) હોય છે. ચઉરેન્દ્રિય જીવોને તદુપરાંત ચક્ષુ હોય છે. પંચેન્દ્રિય જીવોને તદુપરાંત શ્રવણ (કાન) હોય છે. પંચેન્દ્રિય જીવોમાં પણ મનવાળા (સંજ્ઞી) અને મન વગરના (અસંજ્ઞી) એમ બે પ્રકાર પડે છે. મનવાળા જીવોમાં પણ વિકસિત વાચા-ભાષાવાળા અને અવિકસિત વાચાવાળા જીવો હોય છે. જૈન ધર્મ કહે છે કે જીવની પાસે જેમ વધુ ઇન્દ્રિય અને વધુ વિકસિત મન તેમ સુખ કે દુઃખને અનુભવવાની એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9