Book Title: Niramisha Ahar Jain Drushtie
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 2
________________ નિરામિષાહાર – જૈન દષ્ટિએ ૧૮૧ છે. વનસ્પતિ અને પશુપંખી સાથેનો એનો સંબંધ આદિકાળથી ગાઢ રહેલો છે એના ઉપરનું વર્ચસ્વ પણ એટલું જ રહેલું છે. એટલે મનુષ્યની ખોરાકીની પસંદગીને કોઈ સીમા નથી. આદિકાળનો માણસ માંસાહારી હતો. શિકાર દ્વારા પોતાનું પેટ તે ભરતો. મનુષ્યજીવનમાં માંસાહારની પરંપરા આદિકાળથી ઓછેવત્તે અંશે આજ દિવસ સુધી સતત ચાલતી આવી છે. આખી દુનિયા સંપૂર્ણપણે શુદ્ધ શાકાહારી થઈ ગઈ હોય એવો કાળ ઇતિહાસમાં ક્યારેય આવ્યો નથી, કારણ કે સમસ્ત માનવજાત પણ સંપૂર્ણપણે જ્ઞાની થઈ જાય એવો કાળ પણ ક્યારેય આવ્યો નથી અને આવવાનો નથી. બુદ્ધિશાળી મનુષ્ય અનેક પ્રયોગો દ્વારા હજારો વર્ષ દરમિયાન અનેક વનસ્પતિઓના ગુણધર્મોના અભ્યાસ અનુસાર ખાદ્યાખાદ્યના અવનવા પ્રયોગો કરેલા છે. વિવિધ ખાદ્ય પદાર્થોને ખાંડવા, દળવા, શેકવા, બાફવા, તળવા, સૂકવવા, ઉકાળવા, મિશ્ર કરવા એમ જાતજાતના પ્રયોગો કરીને અને તેમાં જુદ્ધ જુદા પ્રમાણમાં મસાલા જેવા વિવિધ પદાર્થોને ભેળવીને સ્વાદિષ્ટ બનાવવા માટે અનેકવિધ પ્રયોગો કરેલા છે. એમાં પણ સમયે સમયે નવાં નવાં સાધનોની શોધ થતાં કેટલીયે નવીન વાનગીઓ પ્રચલિત બનતી જાય છે. આપણી કલ્પનામાં ન આવે એવી એવી વાનગીઓ એકવીસમી સદીના અંતે માણસ ખાતો-પીતો થઈ ગયો હશે ! માનવજાતે પોતાના ખોરાક માટે જેમ સંશોધન કર્યું છે તેમ ઊંડું ચિંતનમનન કર્યું છે અને પ્રયોગો તથા અનુભવને આધારે આહારના નિયમો ઘડ્યા છે. આહારનો સૌથી પહેલો સંબંધ શરીર સાથે, તેના પોષણ અને સંવર્ધન સાથે, તેના આરોગ્ય સાથે છે. આહાર વિના શરીર ન ટકી શકે. સુદઢ અને સશક્ત શરીર બનાવવા માટે વિશિષ્ટ પ્રકારના આહારની જરૂર પડે. શરીરને નીરોગી બનાવવા માટે કેટલાક પ્રકારના આહાર ઇષ્ટ અને કેટલાક પ્રકારના આહાર વર્ષ ગણાયા છે. એની વધુ કે ઓછી માત્રાનો પણ પરામર્શ થયો છે. તનની સાથે મનને પણ સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની દૃષ્ટિએ ધર્માચાર્યો દ્વારા, સમાજશાસ્ત્રીઓ દ્વારા અને વિવિધ કોટિના ચિકિત્સકો દ્વારા આહારમીમાંસા થયેલી છે. આહારથી થતી તનની અને મનની વિકતઓનો પણ વિચાર થયેલો છે. મનુષ્યજીવન સદાચારી અને સંયમિત રહે એ દૃષ્ટિએ પણ ખાનપાનની ચર્ચાવિચારણા થયેલી છે. ખોરાકના, વનસ્પતિના શીતોષ્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9