Book Title: Niramisha Ahar Jain Drushtie
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 6
________________ નિરામિષાહાર - જૈન દષ્ટિએ ૧૮૫ આહારમાં જ ધર્મના તમામ નિયમો આવી જાય છે એવું નથી. વળી ખાનપાનના ધાર્મિક નિયમોનું ચુસ્ત પાલન કરનારાઓના જીવનમાં અન્ય વધુ હિંસાત્મક કે અનીતિમય પ્રવૃત્તિઓ રહેલી હોય એવું પણ જોવા મળશે. જીવનવ્યવહારમાં અને ધર્માચરણમાં બીજી અનેક વસ્તુઓ સંકળાયેલી છે. અલબત્ત કેટલાક લોકો અજ્ઞાનથી, અંધશ્રદ્ધાથી કે ગતાનુગતિકતાથી ધર્માચરણ કરતા હોય તો તેથી ધર્મના સિદ્ધાંતો ખોટા ઠરતા નથી. માંસાહાર કરતાં શાકાહાર ચડિયાતો છે એમ માનનારા લોકો જે જુદી જુદી દલીલો કરે છે તેમાં કેટલીક વિવાદમય દલીલો પણ હોય છે. કેટલાક શાકાહારી લોકો માને છે કે પશુ-પક્ષીમાં જેમ જીવ છે, તેમ વનસ્પતિમાં પણ જીવ છે. અનાજના પ્રત્યેક દાણામાં જીવ છે. આવું માનનારાઓને માંસાહારી લોકો કહે છે : “જો તમને પશુ-પક્ષીના માંસનો આહાર કરવાથી પાપ લાગે તો તે પ્રમાણે વનસ્પતિમાં જીવ હોવાથી તેનો આહાર કરવાથી પણ પાપ લાગે જ.” એના જવાબમાં કેટલાક શાકાહારીઓ સિદ્ધાંત સમજ્યા વગર એમ કહે છે કે “તમે તો મરેલાનું માંસ ખાવ છો, જ્યારે અમો તો જીવતા જીવોને ખાઈએ છીએ. મરેલાનું માંસ ખાવા કરતાં જીવતા જીવને ખાવાનું અર્થાત્ શાકાહાર કરવાનું શ્રેષ્ઠ છે; તમે જો જીવતા વાધ-વરુ ખાવ તો તમે ચડિયાતા ગણાવ. મરેલાંનું માંસ ખાવામાં કંઈ બહાદુરી નથી.” શાકાહારીઓની આ દલીલ ભ્રામક છે. કારણ કે જીવતા પ્રાણી ખાનારને જો ચડિયાતા ગણવામાં આવે તો ચીન અને કોરિયામાં કેટલાય એવા જંગલી માણસો છે કે જે જીવતા ઉંદર કે સાપને ખાઈ જાય છે. ઉત્તર ધ્રુવમાં કેટલાય એસ્કિમાં છે જે સીલ નામના પ્રાણીને જીવતું ખાઈ જાય છે. મેક્સિકોમાં કેટલાક આદિવાસીઓ છે જે જીવતી માખીઓને ખાઈ જાય છે. આફ્રિકામાં મગરનું માંસ ખાનારા આદિવાસીઓ પણ છે. જો જીવતાને પકડીને ખાનારને ચડિયાતો ગણવામાં આવે તો તેવા જંગલી આદિવાસીઓને ચડિયાતા ગણવા પડશે. જૂના વખતમાં નરભક્ષી જંગલી લોકો જીવતા માણસને ખાઈ જતા. વળી વાઘ, સિંહ, બિલાડી, સાપ વગેરે હિંસક પશુઓને આ દલીલ અનુસાર શાકાહારી મનુષ્યો કરતાં ચડિયાતાં ગણવાં પડશે, માટે એવી દલીલ કરવી તે વ્યર્થ છે. વળી, કેટલાક એવી દલીલ કરે છે કે “માંસાહાર કરતાં શાકાહાર શ્રેષ્ઠ છે, કારણ કે પશુને જીવતું કે મરેલું દફનાવી દેવામાં આવે તો તેમાંથી કશું ઉત્પન્ન થતું નથી. જ્યારે અનાજના દાણાને જમીનમાં દાટવામાં આવે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9