Book Title: Niramisha Ahar Jain Drushtie Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ નિરામિષાહાર – જૈન દૃષ્ટિએ આમિષ એટલે માંસ. આહાર તરીકે આમિષનો ઉપયોગ કરનારા આમિષાહારી કહેવાય. પોતાના આહારમાં માંસનો ઉપયોગ ન કરનારાઓ નિરામિષાહારી' તરીકે ઓળખાય છે. પોતાના આહારમાં ફક્ત વનસ્પતિનો ઉપયોગ કરનાર માણસો વનસ્પત્યાહારી-vegetarian-કહેવાય છે. એમને માટે “શાકાહારી' શબ્દ ખોટી રીતે રૂઢ થઈ ગયો છે, કારણ કે શાકાહારી ફક્ત શાક ખાઈને જ જીવતા નથી, અનાજ વગેરે પણ તેઓ ખાય છે, અને ગાય, ભેંસ કે બકરીનું દૂધ પણ તેઓ વાપરે છે. પણ ગુજરાતીમાં ‘શાકાહાર” શબ્દ રૂઢ અને વધુ પ્રચલિત બની ગયો હોવાથી તે વાપરી શકાય છે. પશ્ચિમના કેટલાક દેશોમાં ચુસ્ત વનસ્પત્યાહારી લોકો માંસાહાર કરતા નથી. ઈંડાં – માછલી પણ ખાતા નથી. એટલું જ નહિ, વનસ્પતિ સિવાય બીજું કશું આહાર તરીકે તેઓ લેતા નથી. દૂધ અને દૂધમાંથી બનેલા દહીં, માખણ, ચીઝ તેમજ દૂધ-દહીંની મીઠાઈઓ વગેરે પણ તેઓ લેતા નથી. જીવતાં પ્રાણીઓમાંથી મેળવેલા પદાર્થો પણ તેઓ ખાતા નથી. એવા સુસ્ત વનસ્પત્યાહારી લોકો “Vegan” તરીકે ઓળખાય છે. દુનિયામાં ખાદ્યાખાદ્યના નિયમો જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી રીતે જુદા જુદા ધાર્મિક, સામાજિક વગેરે દષ્ટિકોણથી પ્રચલિત છે. પશુપંખીઓ પોતાનો આહાર પોતાના માટે યોગ્ય છે કે કેમ તે જોવા સુંઘવાથી સમજી શકે છે. પ્રત્યેક જીવને આહાર સંજ્ઞા મળેલી હોય છે. દરેક પ્રકારના જીવોને પોતાનો ખોરાક મળી રહે એવી કુદરતની વ્યવસ્થા છે. કીડીને કણ અને હાથીને મણ એ ન્યાયે બધા જીવો સામાન્ય રીતે પોતપોતાનો આહાર મેળવી લે છે. સમસ્ત જીવસૃષ્ટિમાં મનુષ્ય સર્વોચ્ચ કક્ષાએ છે. મનુષ્ય સૌથી વધુ બુદ્ધિશાળી પ્રાણી હોવાથી આહારની બાબતમાં એની પસંદગી ઘણી મોટી રહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9