Book Title: Niramisha Ahar Jain Drushtie Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 5
________________ ૧૮૪ જિનતત્ત્વ કે વેદનને અનુભવવાની તેની શક્તિ વધારે. મનુષ્યો પાંચે ઈન્દ્રિયો, મન અને વાચા દ્વારા ભૌતિક સુખોનો વધુમાં વધુ અનુભવ કરી શકે છે. તે જ પ્રમાણે દુ:ખનો પણ તે વધુમાં વધુ અનુભવ કરે છે. એકાદ મર્મભેદક શબ્દથી પણ મનુષ્યના પ્રાણ હરાઈ જાય છે. જ્યારે ઘણા પ્રહાર કરવા છતાં પણ કેટલાક પશુઓને ખાસ કશી વેદના થતી નથી અને થયેલી વેદનાનું ઘડીકમાં વિસ્મરણ થાય છે. આ દૃષ્ટિએ મનુષ્યની હિંસામાં સૌથી વધુ પાપ રહેલું છે. મનુષ્યમાં પણ બાળક, વૃદ્ધ, ચોર કે સંત-મહાત્મા એ બધાંના વધનું એકસરખું પાપ નથી. સંત-મહાત્માના વધનું પાપ વધુ ગણાય છે. વળી મારતી વખતના સંજોગો અને મારનારના મનના ભાવો પણ લક્ષમાં લેવાય છે. એટલે મન, વચન અને કાયાથી થતી હિંસાના સ્વરૂપમાં પણ ઘણી તરતમતા હોય છે. જેમ ઇન્દ્રિય ઓછી તેમ વેદન ઓછું. પરિપૂર્ણ પાંચેય ઇન્દ્રિયવાળા મનુષ્ય કરતાં આંધળો, બહેરો અને મૂંગા માણસ સુખ-દુ:ખને ઓછાં અનુભવી શકે છે. એકેન્દ્રિય જીવોને માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે. વનસ્પતિ એકેન્દ્રિય જીવ છે એટલે એને માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે. વળી, એ જીવોની ચેતના સુષુપ્ત દશામાં હોય છે. આથી આહાર માટે વનસ્પતિના જીવોની જ્યારે હિંસા થાય છે, ત્યારે તેમને પહોંચેલી કુલ વેદનાનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. એક મરધીની હિંસાથી એ જીવને જેટલી વેદના પહોંચાડાય છે તેના કરતાં અનાજના હજાર દાણાને પહોંચાડેલી કુલ વેદના ઘણી જ ઓછી હોય છે. એટલે શાકાહારમાં જીવોની સંખ્યા વધુ હોય છે તો પણ હિંસા દ્વારા તેઓને પહોંચાડાતી કલ વેદના ઘણી જ ઓછી હોય છે. વનસ્પતિમાં પણ સૂકી વનસ્પતિ કરતાં લીલી વનસ્પતિ વધુ વેદના અનુભવે છે. એટલા માટે આ જ સિદ્ધાંતને લંબાવીને લીલી વનસ્પતિનો – લીલોતરીનો આહાર શક્ય એટલો ઓછો કરવા તરફ જૈનોનું લક્ષ્ય હોય છે. કેટલાક જેનો આજીવન લીલોતરીનો ત્યાગ કરે છે, કેટલાક ચાતુર્માસમાં ત્યાગ કરે છે, તો કેટલાક પાંચમ, આઠમ, ચૌદશ જેવી પર્વતિથિએ લીલોતરીનો ત્યાગ કરે છે. એ ત્યાગમાં એકેન્દ્રિય જીવોને પણ પોતાના તરફથી શક્ય તેટલા ઓછા પ્રમાણમાં વેદના પહોંચાડાય એવી શુભ ભાવના રહેલી હોય છે. અલબત્ત, કેટલાય લોકો આવી સમજણ વિના માત્ર પરંપરાથી આચરણ કરે છે એ જુદી વાત છે. સાધુ-સાધ્વીઓ આ ભાવનાનો અમલ વધુ ઊંચી કોટિએ કરે છે. તેઓ તો સૂકી વનસ્પતિમાં પણ કેટકેટલી વસ્તુઓનો ત્યાગ કરવાના નિયમવાળા હોય છે. અલબત્ત, ફક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9