Book Title: Niramisha Ahar Jain Drushtie
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૮૨ જિનતત્ત્વ ગુણધર્મો બતાવવામાં આવ્યા છે અને ઉંમર, ઋતુ, કાળ વગેરેની દૃષ્ટિએ પણ પથ્યાપથ્યનો વિચાર થયો છે. આહારથી તનમનમાં સત્ત્વ, રજસું અને તેમનું એ ત્રિગુણની દૃષ્ટિએ કેવાં પરિવર્તન થાય છે તે પણ તપાસવામાં આવ્યું છે. ભારતીય પરંપરામાં તો રસોઈ બનાવનારના મનના ભાવ અને પીરસનારના ચિત્તના અધ્યવસાયો ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. “અન્ન તેવા ઓડકાર' જેવી કહેવતો એવા અનુભવોને આધારે પ્રચલિત થઈ છે. ખાદ્ય પદાર્થોની વિચારણા આર્થિક દૃષ્ટિએ પણ થયેલી છે. વનસ્પત્યાહાર આર્થિક દૃષ્ટિએ સસ્તો છે એ વિષે બે મત નથી. પોષક તત્ત્વોની દૃષ્ટિએ પણ વનસ્પત્યાહારમાં બધું જ મળી રહે છે એ વિષે પણ હવે વિવાદ રહ્યો નથી. દુનિયાના ઘણા ધર્મોએ ધાર્મિક દૃષ્ટિએ આહારનો વિચાર કર્યો છે અને કેટકેટલા વિધિનિષેધ ફરમાવ્યા છે. ઇષ્ટદેવ માટે બલિ તરીકે પ્રાણીઓનો વધ પણ ક્યાંક થાય છે, તો પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા ન આચરવાની દૃષ્ટિએ માંસાહારનો ત્યાગ કરવાનું કેટલાક ધર્મોમાં કહેવામાં આવ્યું છે. પશ્ચિમના દેશોમાં જ્યાં ઘણાખરા લોકો માંસાહારી છે ત્યાં પણ પ્રાણીદયાની ભાવનાથી પ્રેરાઈને કેટલાય લોકો શાકાહારી બની ગયા છે, અને તેમની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. જૈન ધર્મમાં આહારનું અતિ સૂક્ષ્મ વિશ્લેષણ ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી કરાયું છે. અહિંસાની ભાવના સર્વોપરી છે. એટલે માણસે પોતાનો જીવન-વ્યવહાર શક્ય તેટલી ઓછી હિંસા દ્વારા ચલાવવો જોઈએ. ભગવાન મહાવીરે કહ્યું છે કે “દરેક જીવન જીવવું ગમે છે. કોઈને મરવું ગમતું નથી. માટે પ્રાણીઓનો વધ કરવો નહિ.' જૈન ધર્મ માને છે કે માત્ર પશુ-પંખીઓમાં જ નહિ, વનસ્પતિમાં પણ જીવ છે. હવા, પાણી અને માટીમાં પણ સૂક્ષ્મ જીવો રહેલા છે. પોતાના નિર્વાહ માટે માણસે ઓછામાં ઓછી હિંસા કરવી જોઈએ. અહિંસાનું મહાવ્રત ધારણ કરનાર સાધુ-સાધ્વીઓના જીવનમાં શક્ય તેટલી ઓછામાં ઓછી જીવહિંસા રહેલી હોય છે. બિનજરૂરી, સ્થૂળ કે સૂક્ષ્મ હિંસા કરવી એ પણ મોટું પાપ છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ વગેરેમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવો છે. વનસ્પતિમાં પણ જીવ છે. અનાજના પ્રત્યેક દાણામાં, વૃક્ષના પ્રત્યેક પાંદડામાં જીવ છે, આત્મા છે. તેમાં રહેલો આત્મા કે ગાય, ભેંસ, ઘેટું, મરધી વગેરેમાં રહેલો આત્મા આત્મતત્ત્વની દૃષ્ટિએ સમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9