Page #1
--------------------------------------------------------------------------
________________
નિરામિષાહાર – જૈન દૃષ્ટિએ
આમિષ એટલે માંસ. આહાર તરીકે આમિષનો ઉપયોગ કરનારા આમિષાહારી કહેવાય. પોતાના આહારમાં માંસનો ઉપયોગ ન કરનારાઓ નિરામિષાહારી' તરીકે ઓળખાય છે.
પોતાના આહારમાં ફક્ત વનસ્પતિનો ઉપયોગ કરનાર માણસો વનસ્પત્યાહારી-vegetarian-કહેવાય છે. એમને માટે “શાકાહારી' શબ્દ ખોટી રીતે રૂઢ થઈ ગયો છે, કારણ કે શાકાહારી ફક્ત શાક ખાઈને જ જીવતા નથી, અનાજ વગેરે પણ તેઓ ખાય છે, અને ગાય, ભેંસ કે બકરીનું દૂધ પણ તેઓ વાપરે છે. પણ ગુજરાતીમાં ‘શાકાહાર” શબ્દ રૂઢ અને વધુ પ્રચલિત બની ગયો હોવાથી તે વાપરી શકાય છે.
પશ્ચિમના કેટલાક દેશોમાં ચુસ્ત વનસ્પત્યાહારી લોકો માંસાહાર કરતા નથી. ઈંડાં – માછલી પણ ખાતા નથી. એટલું જ નહિ, વનસ્પતિ સિવાય બીજું કશું આહાર તરીકે તેઓ લેતા નથી. દૂધ અને દૂધમાંથી બનેલા દહીં, માખણ, ચીઝ તેમજ દૂધ-દહીંની મીઠાઈઓ વગેરે પણ તેઓ લેતા નથી. જીવતાં પ્રાણીઓમાંથી મેળવેલા પદાર્થો પણ તેઓ ખાતા નથી. એવા સુસ્ત વનસ્પત્યાહારી લોકો “Vegan” તરીકે ઓળખાય છે.
દુનિયામાં ખાદ્યાખાદ્યના નિયમો જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી રીતે જુદા જુદા ધાર્મિક, સામાજિક વગેરે દષ્ટિકોણથી પ્રચલિત છે. પશુપંખીઓ પોતાનો આહાર પોતાના માટે યોગ્ય છે કે કેમ તે જોવા સુંઘવાથી સમજી શકે છે. પ્રત્યેક જીવને આહાર સંજ્ઞા મળેલી હોય છે. દરેક પ્રકારના જીવોને પોતાનો ખોરાક મળી રહે એવી કુદરતની વ્યવસ્થા છે. કીડીને કણ અને હાથીને મણ એ ન્યાયે બધા જીવો સામાન્ય રીતે પોતપોતાનો આહાર મેળવી લે છે.
સમસ્ત જીવસૃષ્ટિમાં મનુષ્ય સર્વોચ્ચ કક્ષાએ છે. મનુષ્ય સૌથી વધુ બુદ્ધિશાળી પ્રાણી હોવાથી આહારની બાબતમાં એની પસંદગી ઘણી મોટી રહી
Page #2
--------------------------------------------------------------------------
________________
નિરામિષાહાર – જૈન દષ્ટિએ
૧૮૧
છે. વનસ્પતિ અને પશુપંખી સાથેનો એનો સંબંધ આદિકાળથી ગાઢ રહેલો છે એના ઉપરનું વર્ચસ્વ પણ એટલું જ રહેલું છે. એટલે મનુષ્યની ખોરાકીની પસંદગીને કોઈ સીમા નથી.
આદિકાળનો માણસ માંસાહારી હતો. શિકાર દ્વારા પોતાનું પેટ તે ભરતો. મનુષ્યજીવનમાં માંસાહારની પરંપરા આદિકાળથી ઓછેવત્તે અંશે આજ દિવસ સુધી સતત ચાલતી આવી છે. આખી દુનિયા સંપૂર્ણપણે શુદ્ધ શાકાહારી થઈ ગઈ હોય એવો કાળ ઇતિહાસમાં ક્યારેય આવ્યો નથી, કારણ કે સમસ્ત માનવજાત પણ સંપૂર્ણપણે જ્ઞાની થઈ જાય એવો કાળ પણ ક્યારેય આવ્યો નથી અને આવવાનો નથી.
બુદ્ધિશાળી મનુષ્ય અનેક પ્રયોગો દ્વારા હજારો વર્ષ દરમિયાન અનેક વનસ્પતિઓના ગુણધર્મોના અભ્યાસ અનુસાર ખાદ્યાખાદ્યના અવનવા પ્રયોગો કરેલા છે. વિવિધ ખાદ્ય પદાર્થોને ખાંડવા, દળવા, શેકવા, બાફવા, તળવા, સૂકવવા, ઉકાળવા, મિશ્ર કરવા એમ જાતજાતના પ્રયોગો કરીને અને તેમાં જુદ્ધ જુદા પ્રમાણમાં મસાલા જેવા વિવિધ પદાર્થોને ભેળવીને સ્વાદિષ્ટ બનાવવા માટે અનેકવિધ પ્રયોગો કરેલા છે. એમાં પણ સમયે સમયે નવાં નવાં સાધનોની શોધ થતાં કેટલીયે નવીન વાનગીઓ પ્રચલિત બનતી જાય છે. આપણી કલ્પનામાં ન આવે એવી એવી વાનગીઓ એકવીસમી સદીના અંતે માણસ ખાતો-પીતો થઈ ગયો હશે !
માનવજાતે પોતાના ખોરાક માટે જેમ સંશોધન કર્યું છે તેમ ઊંડું ચિંતનમનન કર્યું છે અને પ્રયોગો તથા અનુભવને આધારે આહારના નિયમો ઘડ્યા છે. આહારનો સૌથી પહેલો સંબંધ શરીર સાથે, તેના પોષણ અને સંવર્ધન સાથે, તેના આરોગ્ય સાથે છે. આહાર વિના શરીર ન ટકી શકે. સુદઢ અને સશક્ત શરીર બનાવવા માટે વિશિષ્ટ પ્રકારના આહારની જરૂર પડે. શરીરને નીરોગી બનાવવા માટે કેટલાક પ્રકારના આહાર ઇષ્ટ અને કેટલાક પ્રકારના આહાર વર્ષ ગણાયા છે. એની વધુ કે ઓછી માત્રાનો પણ પરામર્શ થયો છે. તનની સાથે મનને પણ સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની દૃષ્ટિએ ધર્માચાર્યો દ્વારા, સમાજશાસ્ત્રીઓ દ્વારા અને વિવિધ કોટિના ચિકિત્સકો દ્વારા આહારમીમાંસા થયેલી છે. આહારથી થતી તનની અને મનની વિકતઓનો પણ વિચાર થયેલો છે. મનુષ્યજીવન સદાચારી અને સંયમિત રહે એ દૃષ્ટિએ પણ ખાનપાનની ચર્ચાવિચારણા થયેલી છે. ખોરાકના, વનસ્પતિના શીતોષ્ણ
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૮૨
જિનતત્ત્વ
ગુણધર્મો બતાવવામાં આવ્યા છે અને ઉંમર, ઋતુ, કાળ વગેરેની દૃષ્ટિએ પણ પથ્યાપથ્યનો વિચાર થયો છે. આહારથી તનમનમાં સત્ત્વ, રજસું અને તેમનું એ ત્રિગુણની દૃષ્ટિએ કેવાં પરિવર્તન થાય છે તે પણ તપાસવામાં આવ્યું છે. ભારતીય પરંપરામાં તો રસોઈ બનાવનારના મનના ભાવ અને પીરસનારના ચિત્તના અધ્યવસાયો ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. “અન્ન તેવા ઓડકાર' જેવી કહેવતો એવા અનુભવોને આધારે પ્રચલિત થઈ છે.
ખાદ્ય પદાર્થોની વિચારણા આર્થિક દૃષ્ટિએ પણ થયેલી છે. વનસ્પત્યાહાર આર્થિક દૃષ્ટિએ સસ્તો છે એ વિષે બે મત નથી. પોષક તત્ત્વોની દૃષ્ટિએ પણ વનસ્પત્યાહારમાં બધું જ મળી રહે છે એ વિષે પણ હવે વિવાદ રહ્યો નથી. દુનિયાના ઘણા ધર્મોએ ધાર્મિક દૃષ્ટિએ આહારનો વિચાર કર્યો છે અને કેટકેટલા વિધિનિષેધ ફરમાવ્યા છે. ઇષ્ટદેવ માટે બલિ તરીકે પ્રાણીઓનો વધ પણ ક્યાંક થાય છે, તો પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા ન આચરવાની દૃષ્ટિએ માંસાહારનો ત્યાગ કરવાનું કેટલાક ધર્મોમાં કહેવામાં આવ્યું છે. પશ્ચિમના દેશોમાં જ્યાં ઘણાખરા લોકો માંસાહારી છે ત્યાં પણ પ્રાણીદયાની ભાવનાથી પ્રેરાઈને કેટલાય લોકો શાકાહારી બની ગયા છે, અને તેમની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે.
જૈન ધર્મમાં આહારનું અતિ સૂક્ષ્મ વિશ્લેષણ ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી કરાયું છે. અહિંસાની ભાવના સર્વોપરી છે. એટલે માણસે પોતાનો જીવન-વ્યવહાર શક્ય તેટલી ઓછી હિંસા દ્વારા ચલાવવો જોઈએ. ભગવાન મહાવીરે કહ્યું છે કે “દરેક જીવન જીવવું ગમે છે. કોઈને મરવું ગમતું નથી. માટે પ્રાણીઓનો વધ કરવો નહિ.'
જૈન ધર્મ માને છે કે માત્ર પશુ-પંખીઓમાં જ નહિ, વનસ્પતિમાં પણ જીવ છે. હવા, પાણી અને માટીમાં પણ સૂક્ષ્મ જીવો રહેલા છે. પોતાના નિર્વાહ માટે માણસે ઓછામાં ઓછી હિંસા કરવી જોઈએ. અહિંસાનું મહાવ્રત ધારણ કરનાર સાધુ-સાધ્વીઓના જીવનમાં શક્ય તેટલી ઓછામાં ઓછી જીવહિંસા રહેલી હોય છે. બિનજરૂરી, સ્થૂળ કે સૂક્ષ્મ હિંસા કરવી એ પણ મોટું પાપ છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ વગેરેમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવો છે. વનસ્પતિમાં પણ જીવ છે. અનાજના પ્રત્યેક દાણામાં, વૃક્ષના પ્રત્યેક પાંદડામાં જીવ છે, આત્મા છે. તેમાં રહેલો આત્મા કે ગાય, ભેંસ, ઘેટું, મરધી વગેરેમાં રહેલો આત્મા આત્મતત્ત્વની દૃષ્ટિએ સમાન છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
નિરામિષાહાર - જૈન દૃષ્ટિએ
૧૮૩
જો ગાય, ઘેટું, મરઘીમાં કે શાકભાજીમાં અને ઘઉં-ચોખા વગેરેના પ્રત્યેક દાણામાં પણ જીવ છે, તો પછી શાકાહારીઓ દ્વારા વનસ્પતિનો આહાર લેવામાં જેટલા જીવોની હિંસા થાય છે તેના કરતાં માંસાહારીઓ દ્વારા ઓછા જીવોની હિંસા થાય છે એમ ન કહી શકાય ? એક ઘેટું મારીને આહાર કરનાર માણસ એક જીવનો વધ કરે છે, ત્યારે રોટલી, દાળ, ભાત ખાનાર વ્યક્તિ કેટલા બધા દાણાનો અર્થાત્ કેટલા બધા જીવોનો વધ કરે છે ! તો આ બેમાં વધુ હિંસા કોની ? આવો પ્રશ્ન આજે જ ઊઠ્યો છે એવું નથી. હજારો વર્ષ પહેલાં પણ આ પ્રશ્નની વિચારણા થયેલી છે, બહુ પ્રાચીન સમયમાં તાપસોનો એક પંથ હતો. એ ‘હસ્તિ-તાપસ’ નામે ઓળખાતો હતો. એક હાથીને મારીને એનું માંસ ખાઈને ઘણા તાપસો કેટલાક દિવસ સુધી નિર્વાહ કરતા. તેઓ એમ કહેતા કે ‘અમે ઘણા બધાએ ભેગા મળીને ફક્ત એક જ જીવનો વધ કર્યો છે અને તેનું પાપ પણ અમારામાં ઘણા બધા વચ્ચે વહેંચાઈ ગયું છે. એટલે દરેકને ભાગે બહુ ઓછું પાપ આવે છે.’ આ હસ્તિ-તાપસનો પંથ લાંબો સમય ચાલ્યો નહિ, કારણ કે જીવના વધની બાબતમાં માત્ર સંખ્યાનો જ વિચાર કરાતો હોય તો માંસાહારી કરતાં શાકાહારી લોકો વધુ જીવોની હિંસા કરે છે એમ માનવું પડે. પરંતુ સંખ્યા ઉપરાંત વેદનાનો સિદ્ધાંત પણ સ્વીકારવામાં આવ્યો છે. માટે જ માંસાહારી કરતાં શાકાહારી ઓછી હિંસા ફરે છે એમ સ્વીકારાયું છે.
જૈન ધર્મે સમગ્ર જીવસૃષ્ટિનું વર્ગીકરણ ઇન્દ્રિય અનુસાર કર્યું છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રેઇન્દ્રિય, ચઉરેન્દ્રિય, પંચેન્દ્રિય એમ ઇન્દ્રિયની સંખ્યા અનુસાર જીવસૃષ્ટિના પ્રકાર પાડવામાં આવ્યા છે. જેમ વધુ ઇન્દ્રિય તેમ તે વધુ શક્તિશાળી જીવ. એકેન્દ્રિયમાં માત્ર સ્પર્શની ઇન્દ્રિય હોય છે. તમામ વનસ્પતિને આ સ્પર્શેન્દ્રિય હોય છે. બેઇન્દ્રિય જીવોને સ્પર્શ તથા રસના (જીભ) એ બે ઇન્દ્રિયો હોય છે. ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને તદુપરાંત ઘ્રાણેન્દ્રિય (નાક) હોય છે. ચઉરેન્દ્રિય જીવોને તદુપરાંત ચક્ષુ હોય છે. પંચેન્દ્રિય જીવોને તદુપરાંત શ્રવણ (કાન) હોય છે.
પંચેન્દ્રિય જીવોમાં પણ મનવાળા (સંજ્ઞી) અને મન વગરના (અસંજ્ઞી) એમ બે પ્રકાર પડે છે. મનવાળા જીવોમાં પણ વિકસિત વાચા-ભાષાવાળા અને અવિકસિત વાચાવાળા જીવો હોય છે. જૈન ધર્મ કહે છે કે જીવની પાસે જેમ વધુ ઇન્દ્રિય અને વધુ વિકસિત મન તેમ સુખ કે દુઃખને અનુભવવાની એટલે
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૮૪
જિનતત્ત્વ
કે વેદનને અનુભવવાની તેની શક્તિ વધારે. મનુષ્યો પાંચે ઈન્દ્રિયો, મન અને વાચા દ્વારા ભૌતિક સુખોનો વધુમાં વધુ અનુભવ કરી શકે છે. તે જ પ્રમાણે દુ:ખનો પણ તે વધુમાં વધુ અનુભવ કરે છે. એકાદ મર્મભેદક શબ્દથી પણ મનુષ્યના પ્રાણ હરાઈ જાય છે. જ્યારે ઘણા પ્રહાર કરવા છતાં પણ કેટલાક પશુઓને ખાસ કશી વેદના થતી નથી અને થયેલી વેદનાનું ઘડીકમાં વિસ્મરણ થાય છે. આ દૃષ્ટિએ મનુષ્યની હિંસામાં સૌથી વધુ પાપ રહેલું છે.
મનુષ્યમાં પણ બાળક, વૃદ્ધ, ચોર કે સંત-મહાત્મા એ બધાંના વધનું એકસરખું પાપ નથી. સંત-મહાત્માના વધનું પાપ વધુ ગણાય છે. વળી મારતી વખતના સંજોગો અને મારનારના મનના ભાવો પણ લક્ષમાં લેવાય છે. એટલે મન, વચન અને કાયાથી થતી હિંસાના સ્વરૂપમાં પણ ઘણી તરતમતા હોય છે.
જેમ ઇન્દ્રિય ઓછી તેમ વેદન ઓછું. પરિપૂર્ણ પાંચેય ઇન્દ્રિયવાળા મનુષ્ય કરતાં આંધળો, બહેરો અને મૂંગા માણસ સુખ-દુ:ખને ઓછાં અનુભવી શકે છે. એકેન્દ્રિય જીવોને માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે. વનસ્પતિ એકેન્દ્રિય જીવ છે એટલે એને માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે. વળી, એ જીવોની ચેતના સુષુપ્ત દશામાં હોય છે. આથી આહાર માટે વનસ્પતિના જીવોની જ્યારે હિંસા થાય છે, ત્યારે તેમને પહોંચેલી કુલ વેદનાનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. એક મરધીની હિંસાથી એ જીવને જેટલી વેદના પહોંચાડાય છે તેના કરતાં અનાજના હજાર દાણાને પહોંચાડેલી કુલ વેદના ઘણી જ ઓછી હોય છે. એટલે શાકાહારમાં જીવોની સંખ્યા વધુ હોય છે તો પણ હિંસા દ્વારા તેઓને પહોંચાડાતી કલ વેદના ઘણી જ ઓછી હોય છે. વનસ્પતિમાં પણ સૂકી વનસ્પતિ કરતાં લીલી વનસ્પતિ વધુ વેદના અનુભવે છે. એટલા માટે આ જ સિદ્ધાંતને લંબાવીને લીલી વનસ્પતિનો – લીલોતરીનો આહાર શક્ય એટલો ઓછો કરવા તરફ જૈનોનું લક્ષ્ય હોય છે. કેટલાક જેનો આજીવન લીલોતરીનો ત્યાગ કરે છે, કેટલાક ચાતુર્માસમાં ત્યાગ કરે છે, તો કેટલાક પાંચમ, આઠમ, ચૌદશ જેવી પર્વતિથિએ લીલોતરીનો ત્યાગ કરે છે. એ ત્યાગમાં એકેન્દ્રિય જીવોને પણ પોતાના તરફથી શક્ય તેટલા ઓછા પ્રમાણમાં વેદના પહોંચાડાય એવી શુભ ભાવના રહેલી હોય છે. અલબત્ત, કેટલાય લોકો આવી સમજણ વિના માત્ર પરંપરાથી આચરણ કરે છે એ જુદી વાત છે. સાધુ-સાધ્વીઓ આ ભાવનાનો અમલ વધુ ઊંચી કોટિએ કરે છે. તેઓ તો સૂકી વનસ્પતિમાં પણ કેટકેટલી વસ્તુઓનો ત્યાગ કરવાના નિયમવાળા હોય છે. અલબત્ત, ફક્ત
Page #6
--------------------------------------------------------------------------
________________
નિરામિષાહાર - જૈન દષ્ટિએ
૧૮૫
આહારમાં જ ધર્મના તમામ નિયમો આવી જાય છે એવું નથી. વળી ખાનપાનના ધાર્મિક નિયમોનું ચુસ્ત પાલન કરનારાઓના જીવનમાં અન્ય વધુ હિંસાત્મક કે અનીતિમય પ્રવૃત્તિઓ રહેલી હોય એવું પણ જોવા મળશે. જીવનવ્યવહારમાં અને ધર્માચરણમાં બીજી અનેક વસ્તુઓ સંકળાયેલી છે. અલબત્ત કેટલાક લોકો અજ્ઞાનથી, અંધશ્રદ્ધાથી કે ગતાનુગતિકતાથી ધર્માચરણ કરતા હોય તો તેથી ધર્મના સિદ્ધાંતો ખોટા ઠરતા નથી.
માંસાહાર કરતાં શાકાહાર ચડિયાતો છે એમ માનનારા લોકો જે જુદી જુદી દલીલો કરે છે તેમાં કેટલીક વિવાદમય દલીલો પણ હોય છે. કેટલાક શાકાહારી લોકો માને છે કે પશુ-પક્ષીમાં જેમ જીવ છે, તેમ વનસ્પતિમાં પણ જીવ છે. અનાજના પ્રત્યેક દાણામાં જીવ છે. આવું માનનારાઓને માંસાહારી લોકો કહે છે : “જો તમને પશુ-પક્ષીના માંસનો આહાર કરવાથી પાપ લાગે તો તે પ્રમાણે વનસ્પતિમાં જીવ હોવાથી તેનો આહાર કરવાથી પણ પાપ લાગે જ.”
એના જવાબમાં કેટલાક શાકાહારીઓ સિદ્ધાંત સમજ્યા વગર એમ કહે છે કે “તમે તો મરેલાનું માંસ ખાવ છો, જ્યારે અમો તો જીવતા જીવોને ખાઈએ છીએ. મરેલાનું માંસ ખાવા કરતાં જીવતા જીવને ખાવાનું અર્થાત્ શાકાહાર કરવાનું શ્રેષ્ઠ છે; તમે જો જીવતા વાધ-વરુ ખાવ તો તમે ચડિયાતા ગણાવ. મરેલાંનું માંસ ખાવામાં કંઈ બહાદુરી નથી.”
શાકાહારીઓની આ દલીલ ભ્રામક છે. કારણ કે જીવતા પ્રાણી ખાનારને જો ચડિયાતા ગણવામાં આવે તો ચીન અને કોરિયામાં કેટલાય એવા જંગલી માણસો છે કે જે જીવતા ઉંદર કે સાપને ખાઈ જાય છે. ઉત્તર ધ્રુવમાં કેટલાય એસ્કિમાં છે જે સીલ નામના પ્રાણીને જીવતું ખાઈ જાય છે. મેક્સિકોમાં કેટલાક આદિવાસીઓ છે જે જીવતી માખીઓને ખાઈ જાય છે. આફ્રિકામાં મગરનું માંસ ખાનારા આદિવાસીઓ પણ છે. જો જીવતાને પકડીને ખાનારને ચડિયાતો ગણવામાં આવે તો તેવા જંગલી આદિવાસીઓને ચડિયાતા ગણવા પડશે. જૂના વખતમાં નરભક્ષી જંગલી લોકો જીવતા માણસને ખાઈ જતા. વળી વાઘ, સિંહ, બિલાડી, સાપ વગેરે હિંસક પશુઓને આ દલીલ અનુસાર શાકાહારી મનુષ્યો કરતાં ચડિયાતાં ગણવાં પડશે, માટે એવી દલીલ કરવી તે વ્યર્થ છે.
વળી, કેટલાક એવી દલીલ કરે છે કે “માંસાહાર કરતાં શાકાહાર શ્રેષ્ઠ છે, કારણ કે પશુને જીવતું કે મરેલું દફનાવી દેવામાં આવે તો તેમાંથી કશું ઉત્પન્ન થતું નથી. જ્યારે અનાજના દાણાને જમીનમાં દાટવામાં આવે તો
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૮
જિનતત્ત્વ
તેમાંથી અનાજ, વનસ્પતિ વગેરે ઊગે છે. એક દાણામાંથી બીજા અનેક દાણા પ્રાપ્ત થાય છે. પરંતુ આ દલીલ પણ પૂરી તકયુક્ત નથી. દરેક જાતિના જીવોનો ઉત્પત્તિનો જે ક્રમ છે તે દૃષ્ટિએ તેનો વિચાર થવો જોઈએ. બધા જીવોનો માત્ર જમીનમાં દાટવાની દૃષ્ટિએ વિચાર ન કરાય. દરેક જીવમાં બીજા જીવોને ઉત્પન્ન કરવાની શક્તિ પોતપોતાની યોનિ, જાતિ, પ્રકૃતિ અનુસાર રહેલી હોય છે. વનસ્પતિની ઊગવાની પ્રક્રિયા જમીન સાથે સંકળાયેલી છે. માછલીની ઉત્પત્તિ પાણી સાથે સંકળાયેલી છે. અનાજના કેટલાક પ્રકારના દાણા પાણીમાં નાખવાથી કે શેકવાથી નષ્ટ થઈ જાય છે,
જ્યારે માછલી પાણીમાં રહીને બીજી અનેક માછલીઓ ઉત્પન્ન કરી શકે છે. કેટલાક સૂક્ષ્મ જીવો હવામાં ઉત્પન્ન થાય છે, અને માછલી પાણીની બહાર હવામાં મૃત્યુ પામે છે. એટલે અન્ય જીવોને ઉત્પન્ન કરવાની દૃષ્ટિએ શાકાહારને માંસાહાર કરતાં ચડિયાતો બતાવવાનો તર્ક અયોગ્ય છે.
સંસારના તમામ જીવોને આહારસંજ્ઞા વળગેલી છે. જીવો જે આહાર ગ્રહણ કરે છે તેનું રૂપાંતર શરીરમાં થાય છે. આહાર એના એ સ્વરૂપે શરીરમાં રહેલો નથી, રૂપાંતરની આ પ્રક્રિયા મુખ્યત્વે સાત પ્રકારની બતાવવામાં આવી છે. એને સાત ધાતુ કહેવામાં આવે છે. એ ધાતુનો ક્રમ આ પ્રમાણે છે : (૧) રસ, (૨) રુધિર, (૩) માંસ, (૪) મેદ, (૫) અસ્થિ, (૬) મજ્જા અને (૭) શુક્ર.
બધા જીવોના શરીરમાં ધાતુઓના આ સાત-સાત તબક્કા હોતા નથી. કેટલાક જીવોને ફક્ત એક જ ધાતુ હોય છે. કીડી વગેરે કેટલાકને રસ અને રુધિર હોય છે, પરંતુ માંસ, મેદ, અસ્થિ વગેરે હોતાં નથી. મનુષ્યમાં સાતેસાત ધાતુ હોય છે.
એકેન્દ્રિય જીવોમાં ફક્ત રસ ધાતુ જ હોય છે. વનસ્પતિ એકેન્દ્રિય જીવ છે અને તે પોતાનું પોષણ પૃથ્વી, પાણી, વાયુ, પ્રકાશ વગેરેમાંથી મેળવે છે. તેમાંથી માત્ર રસ દ્વારા જ તેના દેહની વૃદ્ધિ થાય છે. વનસ્પતિમાં રુધિર હોતું નથી. વેદના રૂધિરની સાથે ગાઢપણે સંકળાયેલી છે. તેમાં પણ રુધિર સાથે અન્ય ધાતુઓ હોય તો વેદનાની અનુભૂતિનું પ્રમાણ વધી જાય છે. એટલે આહાર માટે એકેન્દ્રિય જીવોની થતી હિંસાથી તે જીવને જેટલી વેદના પહોંચે છે તેના કરતાં બેઇન્દ્રિય વગેરે જીવોની હિંસા દ્વારા તે તે જીવોને ઘણી વધારે વેદના પહોંચે છે. રુધિરનું દૃશ્ય મનુષ્ય માટે અસહ્ય થઈ પડે છે. માંસાહારી
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૮૭
લોકોને પણ પોતાની આહારની વાનગીમાંથી જો લોહી ટપકતું હોય તો તેવી વાનગી ખાવાની ગમતી નથી. એટલા માટે જેમાં રુધિર ન હોય તેવો આહાર જે માણસોએ લેવો હોય અને રુધિર દ્વારા પહોંચાડાતી વેદનાથી દૂર રહેવું હોય તો તેવા માણસોએ માંસાહારનો ત્યાગ કરીને વનસ્પત્યાહાર સ્વીકારવો જોઈએ. રસ અને પોષણની દૃષ્ટિએ વનસ્પત્યાહારમાં એટલું બધું વૈવિધ્ય છે કે માણસને માંસાહાર ત૨ફ જવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ગાય-ભેંસ પાસેથી સહજ રીતે મેળવાતા દૂધનો નિષેધ જૈન ધર્મે કર્યો નથી, પરંતુ તે વાછરડાના ભોગે કે નિર્દયતાથી મેળવાતું હોય તો તે વર્જ્ય છે. આનંદોલ્લાસપૂર્વક ગાય-ભેંસ દૂધ દોહવા દે એવી પદ્ધતિ ભારતીય સંસ્કૃતિએ પ્રાચીન સમયથી વિકસાવેલી છે. તેનો વધુ પ્રચાર થાય એ ઇષ્ટ છે.
નિરામિષાહાર જેન દૃષ્ટિએ
—
જૈન ધર્મે અહિંસાના સિદ્ધાંતની દૃષ્ટિએ, મન, વચન અને કાયાના સંયમની દૃષ્ટિએ તેમજ આત્માના વિશુદ્ધપણાની દૃષ્ટિએ આહારની બાબતમાં જેટલી સૂક્ષ્મ અને તલસ્પર્શી મીમાંસા કરી છે તેટલી અન્ય કોઈ ધર્મમાં ક૨વામાં આવી નથી. જૈન ધર્મ માંસાહારનો નિષેધ તો કરે જ છે; પરંતુ શાકાહારમાં પણ બત્રીસ પ્રકારના અનંતકાય સહિત બાવીસ પ્રકારની અભક્ષ્ય વસ્તુઓનો નિષેધ પણ કરે છે.
જૈન ધર્મ પ્રમાણે વનસ્પતિના બે પ્રકાર છે : (૧) પ્રત્યેક વનસ્પતિકાય અને (૨) સાધારણ વનસ્પતિકાય.
પ્રત્યેક વનસ્પતિકાયમાં પ્રત્યેકમાં એક જીવ હોય છે. સાધારણ વનસ્પતિકાયમાં એક શરીરમાં અનંત જીવો રહેલા હોય છે. તેવી વનસ્પતિઓને અનંતકાય કહેવામાં આવે છે. બટાટા, કાંદા, લસણ, સૂરણ, લીલું આદું, લીલી હળદર, રતાળુ, ગરમર, ગાજર, મૂળા વગેરે પ્રકારની વનસ્પતિ અનંતકાય છે. એવી વનસ્પતિનો આહાર કરવાથી એક્સાથે એક સમયે અનંતાનંત સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે. વળી રીંગણાં, ટેટા વગેરે બહુબીજ, ધોળવડાં (વિદળ), માખણ, મધ, મંદરા વગેરે જેમાં એકસાથે ઘણા જીવો રહેલા હોય છે અથવા અલ્પ સમયમાં બહુ જીવોની ઉત્પત્તિ થતી હોય છે તેવી વસ્તુઓને પણ જૈન ધર્મમાં અભક્ષ તરીકે ઓળખાવવામાં આવી છે. આ ઉપરાંત રાત્રિના સમય દરમિયાન આહારમાં સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ ધણી બધી વધી જતી હોવાને કારણે રાત્રિભોજનનો નિષેધ પણ જૈન ધર્મમાં કરવામાં આવ્યો છે. ગૃહસ્થોએ તેમજ સાધુઓએ આહારનો આ
Page #9
--------------------------------------------------------------------------
________________ 188 જિનતા નિયમ પાળવાનો હોય છે. એમાં સાધુ-સાધ્વીઓ તો અત્યંત કડક અને ચુસ્તપણે આ નિયમનું પાલન કરે છે. તેઓ પાણી પણ ઉકાળેલું, જીવરહિત થયેલું વાપરે છે. આહાર-પાણીની આટલી બધી સૂક્ષ્મ મર્યાદા દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા મળતી નથી. અલ્પતમ હિંસાથી કર્મનો અલ્પતમ બંધ થાય છે. અને આત્મા જેમ જેમ કર્મનાં બંધનોમાંથી મુક્ત થતો જાય તેમ તેમ સંપૂર્ણ કર્મક્ષય કરી, વિશુદ્ધ સ્વરૂપને પામી, મોક્ષ ગતિ મેળવે છે. મોક્ષપ્રાપ્તિ પછી આત્માને ફરી પાછા જન્મમરણના ચક્કરમાં, સંસારના પરિભ્રમણમાં આવવાનું રહેતું નથી. મોક્ષનું લક્ષ્ય પ્રાપ્ત થવું, એ માટે દુર્લભ વાત છે. જૈન ધર્મ માને છે કે આત્મા સ્વભાવે અણાહારી છે. અનાદિ કાળના સંસ્કારને કારણે જીવને આહાર સંજ્ઞા વળગેલી છે. પરંતુ આત્માના મૂળ અણાહારી સ્વભાવ તરફ જવાનું લક્ષ્ય સદઢપણે નક્કી થઈ જાય તો તેવા જીવોને આહારમાં પછી રસ પડતો નથી. આહારની રસલોલુપતા તે આત્માના અણાહારીપદના વિસ્મરણની નિશાની છે. આહારની બાબતમાં અહિંસાની ભાવનાની દષ્ટિને અને કાર્યક્ષયના સિદ્ધાંતને લક્ષમાં રાખીને જૈન ધર્મમાં ઘણી સૂક્ષ્મ વિચારણા વિવિધ દૃષ્ટિકોણથી થયેલી છે. એના વિસ્તારમાં જવાને અહીં અવકાશ નથી. સાચી રુચિ અને સાચી દૃઢ શ્રદ્ધા વગર તેમાં પ્રવેશ કરવાનું સરળ નથી. જ્યાં પાયાની શ્રદ્ધા નથી, જ્યાં જ માંતર અને મોક્ષની પ્રતીતિ નથી, જ્યાં ભૌતિક વિજ્ઞાને સિદ્ધ કરી આપી હોય તે સિવાયની કોઈ વાતનો સ્વીકાર નથી, જ્યાં ભોગાપભોગની દૃષ્ટિએ ઐહિક જીવનને સુખસગવડભર્યું બનાવવું એ જ માત્ર મુખ્ય ધ્યેય છે ત્યાં આહારની અને તેમાં પણ અનંતકાય વગેરેની ચર્ચામાં ઊતરવું નિરર્થક છે.