________________ 188 જિનતા નિયમ પાળવાનો હોય છે. એમાં સાધુ-સાધ્વીઓ તો અત્યંત કડક અને ચુસ્તપણે આ નિયમનું પાલન કરે છે. તેઓ પાણી પણ ઉકાળેલું, જીવરહિત થયેલું વાપરે છે. આહાર-પાણીની આટલી બધી સૂક્ષ્મ મર્યાદા દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા મળતી નથી. અલ્પતમ હિંસાથી કર્મનો અલ્પતમ બંધ થાય છે. અને આત્મા જેમ જેમ કર્મનાં બંધનોમાંથી મુક્ત થતો જાય તેમ તેમ સંપૂર્ણ કર્મક્ષય કરી, વિશુદ્ધ સ્વરૂપને પામી, મોક્ષ ગતિ મેળવે છે. મોક્ષપ્રાપ્તિ પછી આત્માને ફરી પાછા જન્મમરણના ચક્કરમાં, સંસારના પરિભ્રમણમાં આવવાનું રહેતું નથી. મોક્ષનું લક્ષ્ય પ્રાપ્ત થવું, એ માટે દુર્લભ વાત છે. જૈન ધર્મ માને છે કે આત્મા સ્વભાવે અણાહારી છે. અનાદિ કાળના સંસ્કારને કારણે જીવને આહાર સંજ્ઞા વળગેલી છે. પરંતુ આત્માના મૂળ અણાહારી સ્વભાવ તરફ જવાનું લક્ષ્ય સદઢપણે નક્કી થઈ જાય તો તેવા જીવોને આહારમાં પછી રસ પડતો નથી. આહારની રસલોલુપતા તે આત્માના અણાહારીપદના વિસ્મરણની નિશાની છે. આહારની બાબતમાં અહિંસાની ભાવનાની દષ્ટિને અને કાર્યક્ષયના સિદ્ધાંતને લક્ષમાં રાખીને જૈન ધર્મમાં ઘણી સૂક્ષ્મ વિચારણા વિવિધ દૃષ્ટિકોણથી થયેલી છે. એના વિસ્તારમાં જવાને અહીં અવકાશ નથી. સાચી રુચિ અને સાચી દૃઢ શ્રદ્ધા વગર તેમાં પ્રવેશ કરવાનું સરળ નથી. જ્યાં પાયાની શ્રદ્ધા નથી, જ્યાં જ માંતર અને મોક્ષની પ્રતીતિ નથી, જ્યાં ભૌતિક વિજ્ઞાને સિદ્ધ કરી આપી હોય તે સિવાયની કોઈ વાતનો સ્વીકાર નથી, જ્યાં ભોગાપભોગની દૃષ્ટિએ ઐહિક જીવનને સુખસગવડભર્યું બનાવવું એ જ માત્ર મુખ્ય ધ્યેય છે ત્યાં આહારની અને તેમાં પણ અનંતકાય વગેરેની ચર્ચામાં ઊતરવું નિરર્થક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org