Book Title: Niramisha Ahar Jain Drushtie
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૧૮૭ લોકોને પણ પોતાની આહારની વાનગીમાંથી જો લોહી ટપકતું હોય તો તેવી વાનગી ખાવાની ગમતી નથી. એટલા માટે જેમાં રુધિર ન હોય તેવો આહાર જે માણસોએ લેવો હોય અને રુધિર દ્વારા પહોંચાડાતી વેદનાથી દૂર રહેવું હોય તો તેવા માણસોએ માંસાહારનો ત્યાગ કરીને વનસ્પત્યાહાર સ્વીકારવો જોઈએ. રસ અને પોષણની દૃષ્ટિએ વનસ્પત્યાહારમાં એટલું બધું વૈવિધ્ય છે કે માણસને માંસાહાર ત૨ફ જવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ગાય-ભેંસ પાસેથી સહજ રીતે મેળવાતા દૂધનો નિષેધ જૈન ધર્મે કર્યો નથી, પરંતુ તે વાછરડાના ભોગે કે નિર્દયતાથી મેળવાતું હોય તો તે વર્જ્ય છે. આનંદોલ્લાસપૂર્વક ગાય-ભેંસ દૂધ દોહવા દે એવી પદ્ધતિ ભારતીય સંસ્કૃતિએ પ્રાચીન સમયથી વિકસાવેલી છે. તેનો વધુ પ્રચાર થાય એ ઇષ્ટ છે. નિરામિષાહાર જેન દૃષ્ટિએ — જૈન ધર્મે અહિંસાના સિદ્ધાંતની દૃષ્ટિએ, મન, વચન અને કાયાના સંયમની દૃષ્ટિએ તેમજ આત્માના વિશુદ્ધપણાની દૃષ્ટિએ આહારની બાબતમાં જેટલી સૂક્ષ્મ અને તલસ્પર્શી મીમાંસા કરી છે તેટલી અન્ય કોઈ ધર્મમાં ક૨વામાં આવી નથી. જૈન ધર્મ માંસાહારનો નિષેધ તો કરે જ છે; પરંતુ શાકાહારમાં પણ બત્રીસ પ્રકારના અનંતકાય સહિત બાવીસ પ્રકારની અભક્ષ્ય વસ્તુઓનો નિષેધ પણ કરે છે. જૈન ધર્મ પ્રમાણે વનસ્પતિના બે પ્રકાર છે : (૧) પ્રત્યેક વનસ્પતિકાય અને (૨) સાધારણ વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિકાયમાં પ્રત્યેકમાં એક જીવ હોય છે. સાધારણ વનસ્પતિકાયમાં એક શરીરમાં અનંત જીવો રહેલા હોય છે. તેવી વનસ્પતિઓને અનંતકાય કહેવામાં આવે છે. બટાટા, કાંદા, લસણ, સૂરણ, લીલું આદું, લીલી હળદર, રતાળુ, ગરમર, ગાજર, મૂળા વગેરે પ્રકારની વનસ્પતિ અનંતકાય છે. એવી વનસ્પતિનો આહાર કરવાથી એક્સાથે એક સમયે અનંતાનંત સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે. વળી રીંગણાં, ટેટા વગેરે બહુબીજ, ધોળવડાં (વિદળ), માખણ, મધ, મંદરા વગેરે જેમાં એકસાથે ઘણા જીવો રહેલા હોય છે અથવા અલ્પ સમયમાં બહુ જીવોની ઉત્પત્તિ થતી હોય છે તેવી વસ્તુઓને પણ જૈન ધર્મમાં અભક્ષ તરીકે ઓળખાવવામાં આવી છે. આ ઉપરાંત રાત્રિના સમય દરમિયાન આહારમાં સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ ધણી બધી વધી જતી હોવાને કારણે રાત્રિભોજનનો નિષેધ પણ જૈન ધર્મમાં કરવામાં આવ્યો છે. ગૃહસ્થોએ તેમજ સાધુઓએ આહારનો આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9