Book Title: Navkar Mantra ma Namo Padno Mahima
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 4
________________ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૧૮૭ ઉપયોગથી, આવર્તનથી નનન.. નનન...થી ઓજસુ વધે છે. યોગીઓ કહે છે કે ના ઉચ્ચારણથી હૃદયતંત્રી વધુ સમય તરંગિત રહે છે. છંદશાસ્ત્રની દૃષ્ટિએ જ દગ્ધાક્ષર છે એટલે છંદમાં એના ઉપયોગને ઈષ્ટ ગણવામાં નથી આવતો, તો બીજી બાજુ વ્યંજન જ્ઞાનનો વાચક મનાય છે અને તેથી તેને મંગલસ્વરૂપ માનવામાં આવે છે. આમ, નાનો અને મો બંને પદ સુયોગ્ય છે. નવકારમંત્ર મંત્ર છે એટલે મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ ન અને જનો વિચાર કરાય છે. મંત્રશાસ્ત્રમાં નનાં ૩૫ નામ આપવામાં આવ્યા છે અને નાનાં ૨૦ અથવા ૨૪ નામ આપવામાં આવ્યા છે. “વૃત્તરત્નાકર'માં માતૃકા અક્ષરોનાં જે શુભ કે અશુભ ફળ દર્શાવવામાં આવ્યાં છે તે પ્રમાણે જ શ્રમ કરાવનાર છે અને ન સંતોષ આપનાર છે. આમ, નવકારમંત્રમાં નમો પદ વધુ પ્રચલિત છે. પરંતુ ધ્યાન ધરવા માટે ઇન પદની ભલામણ થાય છે. આપણાં આગમોમાં સર્વપ્રથમ પંચમંગલ સૂત્ર છે એટલે કે નવકારમંત્ર છે. એટલે કે સર્વ શ્રુત સાહિત્યનો પ્રારંભ નમસ્કાર મહામંત્રથી થયો છે અને નમસ્કાર મહામંત્રનો પ્રારંભ નો શબ્દથી થયો છે. એટલે સર્વ આગમસાહિત્યમાં, શ્રુતસાહિત્યમાં પ્રથમ શબ્દ છે નમો એટલે નમો પદનું માહાસ્ય અને ગૌરવ કેટલું બધું છે તે આના પરથી જોઈ શકાશે. જેમણે પણ શ્રુતસાહિત્યનું અધ્યયન કરવું હશે તેમણે પહેલો શબ્દ ઉચ્ચારવો પડશે નમો અથવા નો. એમનામાં નમો નો ભાવ આવવો જોઈશે. એટલા માટે નમો ને શ્રુતસાહિત્યના, જિનાગમોના, ધર્મના પ્રવેશદ્વાર તરીકે ઓળખાવવામાં આવે છે. મિથ્યાત્વી જીવ ભાવરુચિપૂર્વક આ નમો પદ સુધી પણ પહોંચી શકતો નથી. નમો પદને મંગલસ્વરૂપ ગણવામાં આવે છે, કારણ કે મંગલ ત્રણ પ્રકારનાં છે : (૧) આશીર્વાદાત્મક, (૨) નમસ્કારાત્મક અને (૩) વસ્તુનિર્દેશાત્મક. “નમો અરિહંતાણ', “નમો સિદ્ધાણં' વગેરેમાં “નમો’ શબ્દ નમસ્કારની ક્રિયાને સૂચવતો હોવાથી મંગલરૂપ છે. | નવકારમંત્રમાં નમો અરિહંતા વગેરેમાં નમો પદ અરિહંત, સિદ્ધ વગેરે પાંચે પરમેષ્ઠિની પહેલાં કેમ મૂકવામાં આવ્યું છે એવો પ્રશ્ન કેટલીક વાર થાય છે. નમો પદ, પછી મૂકવામાં આવે એટલે કે રિહંતાનું નમો એમ ન બોલાય ? કારણ કે એથી વ્યાકરણની દૃષ્ટિએ તથા અર્થની દૃષ્ટિએ કંઈ ફરક પડતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16