Book Title: Navkar Mantra ma Namo Padno Mahima Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 6
________________ ૧૮૯ નવકાર મંત્રમાં રમો પદનો મહિમા પરિવાર, માલમિલકત ઈત્યાદિ કરતાં આત્માનું પ્રાધાન્ય સ્વીકારવું. મતલબ કે ત્રણે કરણ અને ત્રણે યોગને આત્મભાવથી ભાવિત કરવા જોઈએ. વ્યાકરણની દૃષ્ટિએ નમો પદ નૈપાતિકપદ છે એટલે કે અવ્યય છે. નમો અવ્યય છે અને તે અ + વ્યય અર્થાત્ જેનો ક્યારેય વ્યય અથવા નાશ થતો નથી એવા મોક્ષપદ સાથે જોડાણ કરાવી આપે છે, મોક્ષગતિ પ્રાપ્ત કરાવી આપે છે. આમ, નમો એટલે અવ્યયનું અવ્યય સાથે અનુસંધાન. નમો પદની વ્યાખ્યા આપતાં નિર્યુક્તિકારે કહ્યું છે : ધ્ય-ભવસંગાપચલ્યો. એટલે નમો પદનો અર્થ થાય છે ‘દ્રવ્ય અને ભાવનો સંકોચ.” આ વ્યાખ્યાનો વિસ્તાર કરતાં શ્રી હરિભદ્રસૂરિએ “લલિતવિસ્તરા” – ચૈત્યવંદન વૃત્તિમાં કહ્યું છે : હર-ર : વાર સંન્યાસ દ્રવ્યસં: મવસંરતુ fશુદ્ધ મનસા નિયોગ કૃતિ ! એટલે કે હાથ, મસ્તક, પગ વગેરેને સારી રીતે સંકોચીને રાખવાં તે દ્રવ્યસંકોચ અને તેમાં વિશુદ્ધ મનને જોડવું તે ભાવસંકોચ. દ્રવ્યસંકોચમાં શરીરનાં હાથ, મસ્તક અને પગ વગેરેના સંકોચનો નિર્દેશ કરવામાં આવ્યો છે. હાથ સીધા લાંબા હોય છે. શેરડીના સાંઠાની એને ઉપમા અપાય છે. બંને હાથને વાળીને છાતી આગળ લાવવા તથા બંને હથેળી અને દસે આંગળીઓ ભેગી કરવી તેને કરસંકોચ કહેવામાં આવે છે. મસ્તક સીધું, ઊચું, ટટ્ટાર હોય છે. એને પર્વતના શિખરની ઉપમા આપવામાં આવે છે. મસ્તક છાતી તરફ નમાવવું એને શિરસંકોચ કહેવામાં આવે છે. બંને પગ ઊભા અને સ્થિર હોય છે. એને થાંભલાની ઉપમા આપવામાં આવે છે. બંને પગને ઘૂંટણથી વાળીને જમીનને અડાડવા તે પાદસંકોચ છે. આ રીતે હાથ, મસ્તક અને પગનો સંકોચ થતાં તે દ્રવ્યનમસ્કારની મુદ્રા બને છે. બે હાથ, બે પગ અને એક મસ્તક એમ પાંચનો સંકોચ હોવાથી તેને પંચાંગ પ્રણિપાત કહેવામાં આવે છે. મનમાં નમ્રતા, લઘુતા, વિનય, ભક્તિ, આદરબહુમાન ઈત્યાદિ ભાવો સાથે આજ્ઞા અને શરણ સ્વીકારવાં તે ભાવસંકોચ. “જેને નમસ્કાર મારે કરવાના છે તે મારા કરતાં ગુણો વગેરેમાં મોટા છે' એવો ભાવ આવ્યા વિના સાચો ભાવસંકોચ-એટલે કે ભાવનમસ્કાર થતો નથી. નમો'માં દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર હોય છે. દ્રવ્યનમસ્કારમાં શરીર-ઈન્દ્રિયાદિના સંકોચની ક્રિયા રહેલી છે. એટલે કે એમાં કાયગુપ્તિ રહેલી છે. ભાવનમસકારમાં મનના ભાવોના સંકોચની-અહંકાર, અવિનયાદિ દુર્ભાવોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16