Book Title: Navkar Mantra ma Namo Padno Mahima
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
View full book text
________________
નવકાર મંત્રમાં જ પદનો મહિમા
૧૯૭ પદ સાથે જ્યારે ગહનતામાં અનુભવાય છે ત્યારે પ્રગટ થાય છે. એટલે તમને પદમાં અમૃતક્રિયાનો અનુભવ કરાવવાનું સામર્થ્ય છે.
શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે લખ્યું છે, “નિત્ય નમસ્કારનો અભ્યાસ એ ભેદભાવની ઊંડી નદી પર પૂલ બાંધવાની ક્રિયા છે. “નમો' એ પૂલ છે, સેતુ છે. એ સેતુ પર ચાલવાથી ભેદભાવનું ઉલ્લંઘન થાય છે. અને અભેદ ભાવના કિનારા પર પહોંચી જવાય છે. પછી ડૂબી જવાનો ભય રહેતો નથી. ભેદભાવને નાબૂદ કરી, અભેદ ભાવ સુધી પહોંચવાનું કાર્ય “નમો ભાવરૂપી સેતુ કરે છે. તેને “અમાત્ર’ પદ પર પહોંચાડવા માટેની અર્ધમાત્રા પણ કહેવાય છે. અર્ધી માત્રામાં સમગ્ર સંસાર સમાઈ જાય છે અને બીજી અર્ધી માત્રા સેતુ બનીને, આત્માને સંસારની પેલે પાર લઈ જાય છે. સંકલ્પ-વિકલ્પમાંથી મુક્ત કરાવીને નિર્વિકલ્પ અવસ્થામાં પહોંચાડે છે.'
નમો' પદના જાપથી ચિત્તની અશાંતિ દૂર થાય છે. જ્યાં રાગ છે ત્યાં અશાન્તિ છે. જીવ રાગદ્વેષમાં ફસાયેલો છે. એમાં પણ રાગને એ સરળતાથી ત્યજી શકતો નથી. પરંતુ એક વખત એને પંચ પરમેષ્ઠિ પ્રત્યે અનુરાગ જન્મે છે અને વૃદ્ધિ પામે છે એટલે સાંસારિક રાગનો ક્ષય થવા લાગે છે. જેમ જેમ રાગનો ક્ષય થતો જાય તેમ તેમ ચિત્તમાંથી અશાંતિ દૂર થાય છે. આમ, “નમો’ પદનો જાપ શાન્તિપ્રેરક છે.
નો પદનો અથવા નમો અરિહંતાણંનો જાપ, આગળ પ્રણવ મંત્ર ૐ જોડીને ૐ નમો અરિહંતાપ એ પ્રમાણે કરી શકાય કે કેમ એ વિશે કેટલાકને પ્રશ્ન થાય છે. પરંતુ શાસ્ત્રકારો કહે છે કે એ રીતે જાપ કરવાનો એકાત્તે નિષેધ નથી. લૌકિક જીવનમાં સૌભાગ્ય, શાન્તિ ઇત્યાદિ માટે ૐ સાથે જાપ થઈ શકે છે. કેવળ મોક્ષાભિલાષી માટે એની આવશ્યકતા નથી. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર'ના આઠમા પ્રકાશમાં કહ્યું છે :
मंत्र: प्रणवपूर्वोऽयं फलमैहिकमिच्छुभिः ।
ध्येय प्रणवहीनस्तु निर्णाणपदकांक्षिभिः ।। અર્થાતુ લોકસંબંધી ફળની ઇચ્છાવાળાઓએ આગળ પ્રણવમંત્ર – ૩ૐકાર સહિત ધ્યાન ધરવું, પરંતુ નિર્વાણ પદના અર્થીઓએ પ્રણવરહિત – એટલે કે ૐ કાર વગર ધ્યાન ધરવું.
શ્રી મેરૂતુંગાચાર્યે “સૂરમંત્રના અષ્ટવિઘાધિકારમાં પણ કહ્યું છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org