Page #1
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા
અનાદિસિદ્ધ મંત્રશિરોમણિ નવકાર મંત્રના નવ પદમાંથી પહેલાં પાંચ પદમાં, પ્રત્યેકમાં એક એક પરમેષ્ઠિને, એ રીતે પંચપરમેષ્ઠિને નમસ્કાર છે. આ પ્રત્યેક પદમાં પહેલું પદ (વાક્યમાં વપરાયેલો શબ્દ તે પદ) તે નમો છે. શબ્દ નાનો બે અક્ષરનો જ છે, પણ તેનો મહિમા ઘણો મોટો છે.
સામાન્ય રીતે મંત્રો ટૂંકા હોય છે. પણ નવકાર મંત્ર ૬૮ અક્ષરનો છે. આ મંત્ર દીર્ઘ હોવા છતાં કષ્ટોચ્ચાર્ય નથી. જીભે સરળતાથી ચડી જાય અને યાદ રહી જાય એવો આ મંત્ર છે.
નવકારમંત્રની વિશિષ્ટતા એ છે કે પાંચે પરમેષ્ઠિને નમસ્કાર કરવા માટે એમાં નમો (અથવા નમો) પદ પાંચ વાર પ્રયોજાયું છે :
નમો અરિહંતાણે નમો સિદ્ધાણં નમો આયરિયાણું નમો ઉવજઝાયાણ
નમો લોએ સવ્વ સાહૂણં. નવકારમંત્રમાં “નમો’ પદ પાંચ વખત આવતું હોવા છતાં તેમાં પુનરુક્તિનો દોષ નથી, બલ્ક ફરી ફરી બોલવું ગમે એવું એ પદ . વળી નમો પદ પાંચ વખત આવતું હોવા છતાં પાંચ પરમેષ્ઠિને કરેલા નમસ્કારને એકરૂપ ગણ્યો છે. એટલે જ છઠ્ઠા પદમાં “પંચનમુક્કારો' શબ્દ બહુવચનમાં નહીં પણ એકવચનમાં પ્રયોજાયો છે.
નવકાર મંત્રમાં “નમો' પદ પ્રત્યેક પરમેષ્ઠિની સાથે આવે છે એ સપ્રયોજન છે. એમાં ઘણું રહસ્ય રહેલું છે. એના ઉપર વખતોવખત અનેક મહાત્માઓએ જુદા જુદા દૃષ્ટિકોણથી પ્રકાશ પાડ્યો છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા
૧૮૫ નવકારમંત્રમાં આ પાંચ પદ ઉપરાંત છઠ્ઠી પદ “એસો પંચનમુક્કારોમાં પણ “નમો પદ ગૂંથી લેવામાં આવ્યું છે.
નવકારમંત્રમાં “નમો’ પદ આ રીતે છ વખત બોલાય છે તે પણ સહતુક છે. “નમો' દ્વારા મનને શુદ્ધ કરવાનું છે અને મન દ્વારા પાંચે ઈન્દ્રિયોને પરિશુદ્ધ કરવાની છે. આ રીતે પાંચ ઈન્દ્રિય અને મન એ રીતે નમોની છની સંખ્યાને સૂચક રીતે ઘટાવાય છે. સાધકે “નમો' બોલતી વખતે, પ્રત્યેક વેળાએ એક એક ઈન્દ્રિયમાં રિત્તિને કેન્દ્રિત કરી, તેને નિર્મળ કરી, તે તે પરમેષ્ઠિનું ધ્યાન ધરવાનું છે અને પછી છઠ્ઠી વાર “નમો’ આવે ત્યારે પાપના ક્ષય માટે અને મંગળના આર્વિભાવ માટે મનને નિર્મળ કરી શુભ ભાવ ભાવવાનો હોય છે.
સામાન્ય રીતે મંત્રમાં અક્ષરોની રચના સઘન હોવી જોઈએ. પાંચે પરમેષ્ઠિ માટે ફક્ત એક વખત નમો શબ્દ જો પ્રયોજાય તો અર્થ તો સ્પષ્ટ જ છે, તો પછી પાંચ વખત અમને પ્રયોજવાથી મંત્ર શિથિલ ન બની જાય ? એવો પ્રશ્ન થાય.
હા, એ વાત સાચી છે કે મંત્રની અંદર ઓછામાં ઓછા અક્ષરો હોય છે. મંત્ર સધન હોવો જોઈએ. પરંતુ નવકાર મંત્ર વિશિષ્ટ કોટિનો મંત્ર છે. નમો પદ પાંચ વાર પ્રયોજાવાથી એ શિથિલ બનતો નથી. એક પદમાંથી બીજા પદમાં જવા માટે વચ્ચે પુનઃસ્મરણ તરીકે કે વિરામ તરીકે તે ઉપયોગી છે. બાળજીવો માટે તે જરૂરી છે. એથી લય પણ સચવાય છે. તદુપરાંત નવકારમંત્રની આરાધનાની દૃષ્ટિએ પણ એ પાંચ વખત આવશ્યક છે. અન્ય મંત્રોનો જાપ સીધો સળંગ કરાય છે. મંત્ર સીધો ઉચ્ચારાય છે. પરંતુ નવકારમંત્રમાં એથી કંઈક વધુ છે. નવકાર મંત્રનો જાપ ત્રણ ભિન્ન ભિન્ન પદ્ધતિથી થાય છે. પૂર્વનુપૂર્વી, પાનુપૂર્વી અને અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વી એટલે સીધો સળંગ જાપ, પહેલા પદથી પાંચમા અથવા નવમા પદ સુધીનો ક્રમથી જાપ. પશ્ચાનુપૂર્વી એટલે ઊંધો નવકાર, છેલ્લા નવમા અથવા પાંચમા પદથી પહેલા પદ સુધીનો ક્રમથી જાપ અને અનાનુપૂર્વી એટલે ક્રમ વગર આડાઅવળી કોઈપણ સંખ્યા અનુસાર તે તે પદનો જાપ. હવે જો ફક્ત પ્રથમ પદ સાથે જ નમો પદ જોડાયું હોય અને બાકીના ચાર પદ સાથે ન જોડાયું હોય તો છેલ્લેથી કે વચ્ચેથી નવકાર ગણનાર માટે પરમેષ્ઠિના ચાર પદની સાથે નો શબ્દ આવશે નહીં. તો નો વગર એ મંત્રનો જાપ અધૂરો ગણાશે. વળી નવકારમંત્રમાં કેટલીક આરાધના માટે માત્ર કોઈપણ એક જ પરમેષ્ઠિનો જાપ થાય છે, જેમ કે નમો સિદ્ધor અથવા નો જરા ઇત્યાદિ. સિદ્ધચક્રપૂજન તથા અન્ય અનુષ્ઠાનોમાં
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૮૬
જિનતત્ત્વ
આવો એક પદનો જાપ થાય છે. હવે જો ત્યાં નો ૫૬ ન હોય તો જાપ અધૂરો રહેશે. એમાં ભાવ નહીં આવે. એટલે નવકારમંત્રમાં પાંચે પરમેષ્ઠિ સાથે નો પદ જોડાયું છે તે યોગ્ય જ છે.
ક્યારેક પ્રશ્ન થાય છે કે નો પદ અને ળો પદ એ બેમાં કયું સાચું ? તેનો ઉત્ત૨ એ છે કે બંને પદ સાચાં છે. સંસ્કૃતમાં જ્યાં ન હોય ત્યાં પ્રાકૃતમાં જ થાય છે. પ્રાકૃત ભાષાના વૈયાકરણો એ પ્રમાણે મત દર્શાવે છે. ‘પ્રાકૃત પ્રકાશમાં કહ્યું છે : નો ૫ સર્વત્ર – એટલે જ્યાં ન હોય ત્યાં બધે જ થાય છે. આ સાચું છે અને નવકારમંત્ર પ્રાકૃતમાં હોવાથી એમાં ન નો ન થવો જોઈએ. પરંતુ આ નિયમમાં અપવાદ પણ છે.
અપવાદ એ છે કે શબ્દના આરંભમાં જો 7 વ્યંજન હોય તો ન નો ન વિકલ્પે થાય છે. એટલે કે 7 નો ન થાય અને ન પણ થાય. શ્રી હેમચંદ્રાચાર્યે ‘શબ્દાનુશાસન’ વ્યાકરણમાં ‘વૌ’ સૂત્ર આપ્યું છે તે પ્રમાણે આદિમાં રહેલો અસંયુક્ત ન નો વિકલ્પે જ થાય છે. શબ્દમાં વચ્ચે કે છેલ્લે આવતો ન ઉચ્ચારવાનું એટલું કઠિન નથી, પરંતુ રૂ થી શરૂ થતો શબ્દ ઉચ્ચારવાનું બધાં માટે સહેલું નથી. ન દંત્ય વ્યંજન છે અને જ્ઞ મૂર્ધન્ય વ્યંજન છે. દંત્ય કરતાં મૂર્ધન્યનું ઉચ્ચા૨ણ કઠિન છે. એટલે જ ન અને ન વિકલ્પે છે. એટલે જ કેટલાયે પ્રાચીન પ્રાકૃત ગ્રંથોમાં નમો અને નમો એમ બંને શબ્દો જોવામાં આવે છે. વળી, બે હજાર વર્ષ પૂર્વે ઓરિસ્સામાં ઉદયગિરિની હાથીગુફામાં મહારાજા ખારવેલે જે શિલાલેખ કોતરાવ્યો હતો તેમાં નમો અરિહંતન છે. તેવી જ રીતે મથુરાના પ્રાચીન સ્તુપમાં પણ નો શબ્દ છે. વળી, શ્રી સિદ્ધસેન દિવાકરે ‘નમસ્કાર માહાત્મ્ય'ની પ્રાકૃતમાં રચના કરી છે તેમાં ‘નમો’ પદનો જ ઉપયોગ કર્યો છે. બીજી બાજુ ‘ભગવતીસૂત્ર'માં મો રતાળું છે. આમ ઠેઠ પ્રાચીન કાળથી નમો અને નમો એ બંને પદો વિકલ્પે પ્રયોજાય છે, એટલે બંન્ને સાચાં છે. તેવી રીતે નમુવારો અને મુરો-ળમોવારો બંને સાચાં છે.
નવકારમંત્રનાં પાંચે પદમાં પ્રત્યેકમાં પહેલો અક્ષર = અથવા ળ છે પરંતુ છેલ્લો અક્ષર તો નેં છે, એ અનુસ્વાર અથવા બિંદુયુક્ત છે. 5 અથવા ખ અનુનાસિક છે અને તેનું વિશિષ્ટ પ્રકારનું નાદમાધુર્ય હોય છે. વળી સંગીતમાં રાગના આલાપ માટે નનું ગળામાં ઉચ્ચારણ આવશ્યક મનાયું છે. ગાયનમાં, તબલાં, વીણા વગેરેના વાદનમાં અને કથક વગેરે નૃત્યના પ્રકારોમાં ૬ ના
Page #4
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા
૧૮૭ ઉપયોગથી, આવર્તનથી નનન.. નનન...થી ઓજસુ વધે છે. યોગીઓ કહે છે કે ના ઉચ્ચારણથી હૃદયતંત્રી વધુ સમય તરંગિત રહે છે.
છંદશાસ્ત્રની દૃષ્ટિએ જ દગ્ધાક્ષર છે એટલે છંદમાં એના ઉપયોગને ઈષ્ટ ગણવામાં નથી આવતો, તો બીજી બાજુ વ્યંજન જ્ઞાનનો વાચક મનાય છે અને તેથી તેને મંગલસ્વરૂપ માનવામાં આવે છે. આમ, નાનો અને મો બંને પદ સુયોગ્ય છે.
નવકારમંત્ર મંત્ર છે એટલે મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ ન અને જનો વિચાર કરાય છે. મંત્રશાસ્ત્રમાં નનાં ૩૫ નામ આપવામાં આવ્યા છે અને નાનાં ૨૦ અથવા ૨૪ નામ આપવામાં આવ્યા છે. “વૃત્તરત્નાકર'માં માતૃકા અક્ષરોનાં જે શુભ કે અશુભ ફળ દર્શાવવામાં આવ્યાં છે તે પ્રમાણે જ શ્રમ કરાવનાર છે અને ન સંતોષ આપનાર છે.
આમ, નવકારમંત્રમાં નમો પદ વધુ પ્રચલિત છે. પરંતુ ધ્યાન ધરવા માટે ઇન પદની ભલામણ થાય છે.
આપણાં આગમોમાં સર્વપ્રથમ પંચમંગલ સૂત્ર છે એટલે કે નવકારમંત્ર છે. એટલે કે સર્વ શ્રુત સાહિત્યનો પ્રારંભ નમસ્કાર મહામંત્રથી થયો છે અને નમસ્કાર મહામંત્રનો પ્રારંભ નો શબ્દથી થયો છે. એટલે સર્વ આગમસાહિત્યમાં, શ્રુતસાહિત્યમાં પ્રથમ શબ્દ છે નમો એટલે નમો પદનું માહાસ્ય અને ગૌરવ કેટલું બધું છે તે આના પરથી જોઈ શકાશે. જેમણે પણ શ્રુતસાહિત્યનું અધ્યયન કરવું હશે તેમણે પહેલો શબ્દ ઉચ્ચારવો પડશે નમો અથવા નો. એમનામાં નમો નો ભાવ આવવો જોઈશે. એટલા માટે નમો ને શ્રુતસાહિત્યના, જિનાગમોના, ધર્મના પ્રવેશદ્વાર તરીકે ઓળખાવવામાં આવે છે. મિથ્યાત્વી જીવ ભાવરુચિપૂર્વક આ નમો પદ સુધી પણ પહોંચી શકતો નથી.
નમો પદને મંગલસ્વરૂપ ગણવામાં આવે છે, કારણ કે મંગલ ત્રણ પ્રકારનાં છે : (૧) આશીર્વાદાત્મક, (૨) નમસ્કારાત્મક અને (૩) વસ્તુનિર્દેશાત્મક. “નમો અરિહંતાણ', “નમો સિદ્ધાણં' વગેરેમાં “નમો’ શબ્દ નમસ્કારની ક્રિયાને સૂચવતો હોવાથી મંગલરૂપ છે.
| નવકારમંત્રમાં નમો અરિહંતા વગેરેમાં નમો પદ અરિહંત, સિદ્ધ વગેરે પાંચે પરમેષ્ઠિની પહેલાં કેમ મૂકવામાં આવ્યું છે એવો પ્રશ્ન કેટલીક વાર થાય છે. નમો પદ, પછી મૂકવામાં આવે એટલે કે રિહંતાનું નમો એમ ન બોલાય ? કારણ કે એથી વ્યાકરણની દૃષ્ટિએ તથા અર્થની દૃષ્ટિએ કંઈ ફરક પડતો નથી.
Page #5
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
૧૮૮
એનો ઉત્તર એ છે કે સૂત્ર કે મંત્રમાં નો પદ પહેલાં મૂકવાની પરાપૂર્વથી ચાલી આવેલી પરંપરા છે. એથી લય સચવાય છે અને ભાવ આવે છે. મંત્રવિદોને પોતાની સાધના દ્વારા થયેલી અનુભૂતિ પ્રમાણે ‘નમો’ પદ પહેલાં મૂકવાની પ્રણાલિકા અત્યંત પ્રાચીન સમયથી ચાલુ થયેલી છે. આપણે ત્યાં ‘નમોત્થશં’માં, ‘નમોસ્તુ વર્ધમાનાય’માં, ‘નમો ભગવતે પાર્શ્વનાથાય' વગેરેમાં તથા અન્ય દર્શનોમાં પણ ‘નમો ભગવતે વાસુદેવાય' ઈત્યાદિમાં ‘નમો’ પદ પહેલાં મૂકવામાં આવ્યું છે. મંત્રો કે સૂત્રોમાં નો પદ છેલ્લે આવતું હોય એવાં ઉદાહરણો પણ મળશે. પણ એકંદરે આઘ પદ તરીકે નો વિશેષ પ્રચલિત છે.
સ્વરભંજનની દૃષ્ટિએ નો શબ્દનું વિશ્લેષણ થયું છે. ‘મન' શબ્દમાં બે સ્વરયુક્ત વ્યંજન છે, : ૬ અને ૧. આ બંને વ્યંજનોનો જ્યારે વિપર્યય કે વ્યત્યય થાય છે ત્યારે શબ્દ બને છે 'નમ'. આ સ્થૂલ ક્રિયાને સૂક્ષ્મ રીતે ઘટાવીને કહેવામાં આવે છે કે જ્યારે બહિર્મુખ રહેતા મનને અંદર વાળવામાં આવે, મન અંતર્મુખ જ્યારે બને ત્યારે ‘મન’નું ‘નમ’ થાય છે.
નમો (મો) ને ઉલટાવવાથી મોન (મો) થશે. મોન (મોણ) એટલે મુનિપણું. મનને સંસાર તરફથી પાછું ફેરવવામાં આવે ત્યારે જ મુનિપણું પ્રાપ્ત થઈ શકે છે. એટલે નો પણ ત્યારે જ સાર્થક ગણાય કે જ્યારે તે સંસાર તરફથી મુખ ફે૨વીને પંચપરમેષ્ઠિ ત૨ફ વાળવામાં આવે. મોનનો અર્થ જો મૌન ક૨વામાં આવે તો એનો અર્થ એ થયો કે જીવે હવે શાંત બની મૌનમાં સ૨કી અંતર્મુખ થવાનું છે.
‘નમો’ પદમાં કાર અંતર્ગત રહેલો છે. નો પદનાં સ્વરભંજન છૂટાં પાડીએ તો તે આ પ્રમાણે થાય : 7 + 3 + ક્ + ઓ. આ સ્વરવ્યંજનનો વિપર્યય કરીએ તો આ પ્રમાણે થશે : સ્રો + મેં +5 +૬. આમાં પ્રથમ બે વર્ણ તે એક્ =ૐ છે. આમ નો પદમાં મંત્રબીજ કારનો સમાવેશ થયેલો છે.
હેમચંદ્રાચાર્યે બતાવ્યું છે કે ‘ન’ અક્ષર સૂર્યવાચક છે અને ‘મ’ અક્ષર ચંદ્રવાચક છે. એટલે ‘નમો’ માં ‘ન' સૂર્યવાચક છે અને ‘મ' ચંદ્રવાચક છે. મંત્રશાસ્ત્રમાં આત્માને માટે સૂર્યની ઉપમા છે અને મનને માટે ચંદ્રની ઉપમા છે. એટલે ‘નમો’માં પ્રથમ આત્માનું સ્થાન છે અને પછી મનનું સ્થાન છે અર્થાત્ મન કરતાં આત્મા સર્વોપરિ છે. મન એટલે સંસાર અને આત્મા એટલે મોક્ષ, એટલે નો પદ સૂચવે છે કે મન અને મનના વિસ્તારરૂપ કાયા, વચન, કુટુંબ
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૮૯
નવકાર મંત્રમાં રમો પદનો મહિમા પરિવાર, માલમિલકત ઈત્યાદિ કરતાં આત્માનું પ્રાધાન્ય સ્વીકારવું. મતલબ કે ત્રણે કરણ અને ત્રણે યોગને આત્મભાવથી ભાવિત કરવા જોઈએ.
વ્યાકરણની દૃષ્ટિએ નમો પદ નૈપાતિકપદ છે એટલે કે અવ્યય છે. નમો અવ્યય છે અને તે અ + વ્યય અર્થાત્ જેનો ક્યારેય વ્યય અથવા નાશ થતો નથી એવા મોક્ષપદ સાથે જોડાણ કરાવી આપે છે, મોક્ષગતિ પ્રાપ્ત કરાવી આપે છે. આમ, નમો એટલે અવ્યયનું અવ્યય સાથે અનુસંધાન.
નમો પદની વ્યાખ્યા આપતાં નિર્યુક્તિકારે કહ્યું છે : ધ્ય-ભવસંગાપચલ્યો. એટલે નમો પદનો અર્થ થાય છે ‘દ્રવ્ય અને ભાવનો સંકોચ.”
આ વ્યાખ્યાનો વિસ્તાર કરતાં શ્રી હરિભદ્રસૂરિએ “લલિતવિસ્તરા” – ચૈત્યવંદન વૃત્તિમાં કહ્યું છે : હર-ર : વાર સંન્યાસ દ્રવ્યસં: મવસંરતુ fશુદ્ધ મનસા નિયોગ કૃતિ ! એટલે કે હાથ, મસ્તક, પગ વગેરેને સારી રીતે સંકોચીને રાખવાં તે દ્રવ્યસંકોચ અને તેમાં વિશુદ્ધ મનને જોડવું તે ભાવસંકોચ.
દ્રવ્યસંકોચમાં શરીરનાં હાથ, મસ્તક અને પગ વગેરેના સંકોચનો નિર્દેશ કરવામાં આવ્યો છે. હાથ સીધા લાંબા હોય છે. શેરડીના સાંઠાની એને ઉપમા અપાય છે. બંને હાથને વાળીને છાતી આગળ લાવવા તથા બંને હથેળી અને દસે આંગળીઓ ભેગી કરવી તેને કરસંકોચ કહેવામાં આવે છે. મસ્તક સીધું, ઊચું, ટટ્ટાર હોય છે. એને પર્વતના શિખરની ઉપમા આપવામાં આવે છે. મસ્તક છાતી તરફ નમાવવું એને શિરસંકોચ કહેવામાં આવે છે. બંને પગ ઊભા અને સ્થિર હોય છે. એને થાંભલાની ઉપમા આપવામાં આવે છે. બંને પગને ઘૂંટણથી વાળીને જમીનને અડાડવા તે પાદસંકોચ છે. આ રીતે હાથ, મસ્તક અને પગનો સંકોચ થતાં તે દ્રવ્યનમસ્કારની મુદ્રા બને છે. બે હાથ, બે પગ અને એક મસ્તક એમ પાંચનો સંકોચ હોવાથી તેને પંચાંગ પ્રણિપાત કહેવામાં આવે છે.
મનમાં નમ્રતા, લઘુતા, વિનય, ભક્તિ, આદરબહુમાન ઈત્યાદિ ભાવો સાથે આજ્ઞા અને શરણ સ્વીકારવાં તે ભાવસંકોચ. “જેને નમસ્કાર મારે કરવાના છે તે મારા કરતાં ગુણો વગેરેમાં મોટા છે' એવો ભાવ આવ્યા વિના સાચો ભાવસંકોચ-એટલે કે ભાવનમસ્કાર થતો નથી.
નમો'માં દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર હોય છે. દ્રવ્યનમસ્કારમાં શરીર-ઈન્દ્રિયાદિના સંકોચની ક્રિયા રહેલી છે. એટલે કે એમાં કાયગુપ્તિ રહેલી છે. ભાવનમસકારમાં મનના ભાવોના સંકોચની-અહંકાર, અવિનયાદિ દુર્ભાવોના
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૯૦
જિનતત્ત્વ ત્યાગ સહિત મનના સંકોચની ક્રિયા રહેલી હોવાથી એમાં મનોગુપ્તિ પણ રહેલી છે. “નમો’ના ઉચ્ચારણ સાથે અરિહંતાદિના ઉચ્ચારણ સિવાય કશું ઉચ્ચારણ ન હોવાથી એમાં વચનગુપ્તિ પણ રહેલી છે. આમ, “નમો’ પદ સાથે ત્રણ પ્રકારની ગુપ્તિ સંકળાયેલી છે.
દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર એ બંનેને ભેગા કરતાં ચાર ભાંગા થાય. (૧) દ્રવ્યનમસ્કાર હોય, પણ ભાવનમસ્કાર ન હોય, (૨) ભાવનમસ્કાર હોય, પણ દ્રવ્યનમસ્કાર ન હોય, (૩) દ્રવ્યનમસ્કાર હોય અને ભાવનમસ્કાર પણ હોય અને (૪) દ્રવ્યનમસ્કાર ન હોય અને ભાવનમસ્કાર પણ ન હોય. આ ચારમાં સર્વશ્રેષ્ઠ તે દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર બંને જેમાં હોય છે. ફક્ત દ્રવ્યનમસ્કાર કરતાં ફક્ત ભાવનમસ્કાર હોય તો તે ચડિયાતો ગણાય. પરંત દ્રવ્યનમસ્કાર અનાવશ્યક કે નિરર્થક છે એમ ન સમજવું. દ્રવ્યનમસ્કારની પણ એટલી જ આવશ્યકતા છે. ભાવનમસ્કાર દ્રવ્યનમસ્કારમાં પરિણમવો જોઈએ, સિવાય કે સંજોગો કે શરીરની મર્યાદા હોય. ભાવનમસ્કાર હોય પણ પ્રમાદ, લજ્જા, મોટાઈ, માયાચાર વગેરેને કારણે દ્રવ્યનમસ્કાર કરવાની ઈચ્છા ન થાય તો તે એટલું ફળ ન આપે. દ્રવ્યનમસ્કાર એ પાયાની વાત છે. દ્રવ્યનમસ્કારનો મહાવરો હશે તો એમાં ભાવ આવશે. ભાવ નથી આવતો માટે દ્રવ્યનમસ્કાર પણ છોડી દેવો જોઈએ એવા વિચારથી બંને ગુમાવવાનું થશે. દ્રવ્યનમસ્કારનું ઓછું ફળ છે, પણ ફળ તો અવશ્ય છે જ. માત્ર દ્રવ્યનમસ્કાર કરતી વખતે વિપરીત, અસદુભાવો હોય તો તેનું ફળ વિપરીત આવે. બાળજીવોને આરંભમાં દ્રવ્યનમસ્કાર જ શીખવવામાં આવે છે. પછી એમાં ભાવ આવે છે.
ભાવરહિત અને ભાવ વગર દ્રવ્યનમસ્કાર થાય તેનું ફળ કેવું હોય તે વિશે જૈન પુરાણોમાં એક પ્રસંગ વર્ણવાયો છે.
એક વખત શ્રીકૃષ્ણ નેમિનાથ ભગવાન પાસે ગયા તે વખતે નેમિનાથ ભગવાનના અઢાર હજાર સાધુઓ બિરાજમાન હતા. એ બધાંને જોઈને શ્રીકૃષ્ણને મનમાં એટલો બધો ઉલ્લાસ અને વિનયનો ભાવ આવ્યો કે “મારે આ દરેકે દરેક સાધુ ભગવંતને દ્વાદશાવર્તપૂર્વક વંદના કરવી.” આ કંઈ સહેલું કામ નહોતું. પણ એમણે એ કામ ભાવપૂર્વક ચાલુ કર્યું. એ જોઈ બીજા રાજાઓએ પણ વંદના ચાલુ કરી. પણ બધા જ રાજાઓ થોડા વખતમાં જ થાકી ગયા એટલે બેસી ગયા. તે વખતે શ્રીકૃષ્ણ સાથે આવેલા વીરા સાળવીને વિચાર આવ્યો કે “શ્રીકૃષ્ણની સાથે હું પણ બધાને બતાવી આપું કે થાક્યા વગર હું
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૯૧
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા વંદના કરી શકું છું.” એટલે વીરા સાળવીએ પણ વંદના ચાલુ રાખી અને શ્રીકૃષ્ણની સાથે તે પૂરી કરી. વંદના કરીને શ્રીકૃષ્ણ નેમિનાથ ભગવાન પાસે આવ્યા અને કહ્યું કે અઢાર હજાર સાધુઓને પ્રત્યેકને ધારદશાવર્તપૂર્વક વંદના કરતાં મને એટલો બધો પરિશ્રમ પડ્યો છે કે એટલો તો યુદ્ધો લડતાં મને પડ્યો નથી.”
નેમિનાથ ભગવાને કહ્યું, “હે વાસુદેવ! તમે આ રીતે ભાવપૂર્વક વંદન કરવાથી અઢળક પુણ્ય, ક્ષાયિક સમકિત અને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું છે.' એ વખતે શ્રીકૃષ્ણ પૂછ્યું કે, “મારી સાથે વીરા સાળવીએ પણ અઢાર હજાર સાધુઓને વંદન કર્યા છે તો એને પણ એટલું ફળ મળશે.'
શ્રી નેમિનાથ ભગવાને કહ્યું, “હે વાસુદેવ, વીરા સાળવીએ તો માત્ર બધાને બતાવવા તમારા અનુકરણરૂપે વંદન કર્યા છે. એમાં ભાવ નહોતો, દેખાડો હતો. એટલે એનો નમસ્કાર તે કાયાકષ્ટરૂપે માત્ર દ્રવ્યનમસ્કાર હતો. એનું વિશેષ ફળ ન હોઈ શકે.'
‘નમો’ પદ નમસ્કાર, પ્રણિપાત, વંદનાનું સૂચક છે. જ્યાં પંચપરમેષ્ઠિને નમસ્કારનો ભાવ જન્મે છે ત્યાં ધર્મનું બીજ વવાય છે. શ્રી હરિભદ્રસૂરિએ ચૈત્યવંદનસૂત્રની વૃત્તિ “લલિત વિસ્તરામાં કહ્યું છે : ઘર્મ પ્રતિ મૂર્નમૂતા વંવના ! ધર્મ પ્રત્યે જીવને ગતિ કરાવનાર મૂળભૂત જો કંઈ હોય તો તે વંદના છે, નમસ્કાર છે, “નમો’ છે.
નમો અરિહંતાણં'માં આમ એક અપેક્ષાએ સામાન્ય દૃષ્ટિએ જોતાં “નમો” પદનું મહત્ત્વ છે. પરંતુ અરિહંત' પદ ગૌણ છે એમ સમજવાનું નથી. જ્યાં સુધી નમવાનો ભાવ હૃદયમાં પ્રગટ ન થયો હોય ત્યાં સુધી “અરિહંત' પદનું રટણ લાભકારક થતું નથી. બીજી બાજુ “નમો પદનું માત્ર શબ્દોચ્ચારણ થતું હોય, અરે, કાયા પણ નમવાની ક્રિયા કરતી હોય પણ અંદર અરિહંતને નમવાનો ભાવ ન હોય તો તેથી પણ લાભ થતો નથી.
નમો રહંતામાં મહત્ત્વનું પદ કયું? રમો કે અરિહંતા? જુદી જુદી અપેક્ષાથી એનો ઉત્તર અપાય છે.
નમો અરિહંતાણં'માં પહેલું પદ “નમો’ મૂક્યું છે, “અરિહંતાણં' નહીં. જો અરિહંત' પદ મુખ્ય હોત તો “અરિહંતાણં નમો' એમ થયું હોત. વળી “નમો’ એટલે કે નમસ્કાર એ પ્રથમ મોટું કર્તવ્ય છે, કારણ કે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી મોક્ષગતિ નથી. અહંકારને કાઢવા માટે “નમોની અનિવાર્યતા છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૯૨
જિનતત્ત્વ “નમો’ હોય તો વિનય આવે છે. વિનય મોક્ષનું બીજ છે. વિનય પરંપરાએ મોક્ષ સુધી કેવી રીતે લઈ જાય છે એ વાચક શ્રી ઉમાસ્વાતિજીએ “પ્રશમરતિ'માં સરસ સમજાવ્યું છે.
પરંતુ બીજી બાજુ તત્ત્વદૃષ્ટિએ જોતાં “અરિહંત' પદ જ મુખ્ય છે. અરિહંત પરમાત્માના પ્રભાવથી, એમની પરમ કૃપાથી શુભ અધ્યવસાય, પુણ્ય, સંયમ, ચારિત્રપાલન, મોક્ષગતિ પ્રાપ્ત થાય છે. કહ્યું છે :
કાળ, સ્વભાવ, ભવિતવ્યતા એ સઘળા તુજ દાસી રે;
મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજ સબળ વિશ્વાસ રે, આમ અરિહંતપદની મુખ્યતા છે. અરિહંત પરમાત્મા છે તો જ તેમને નમસ્કારની વાત છે. પરંતુ નમસ્કાર ન કરે તોય અરિહંત તો છે જ. અરિહંત પરમાત્મા (પંચપરમેષ્ઠિ) ન હોય તો અન્યત્ર થયેલા નમસ્કારની મોક્ષમાર્ગમાં કશી ગણના નથી.
નમોમાં નમવાનો-નમનનો ભાવ છે. શબ્દશ્લેષથી કહેવાય કે નમન એટલે ન-મન. મન પોતાનામાં-સાંસારિક ભાવોમાં ન રહે તે નમન. નમન એટલે No Mindની અવસ્થા, નિર્વિકલ્પ દશા. મન જ્યારે પરભાવમાંથી નીકળી સ્વભાવમાં સ્થિર થાય, સાંસારિક વિષયોમાંથી નીકળી પંચ પરમેષ્ઠિમાં લીન થાય ત્યારે તે ન-મન અને નમન બને છે. જેમનું આ રહસ્ય છે.
નો મન, પ્રાણ અને ઈન્દ્રિયોને સંયમ રાખવાની વિદ્યા છે. જ્યાં નો છે ત્યાં સંયમ છે, કૃતજ્ઞતા છે, ઉદારતા છે, સર્વ જીવ પ્રત્યે મૈત્રીની ભાવના છે.
“નમો' બોલીને કરાતા નમસ્કારથી સમ્યગુદર્શનની વિશુદ્ધિ થાય છે. નમસ્કાર કરતી વખતે પોતાની લઘુતા અને પંચ પરમેષ્ઠિની ઉચ્ચતા અને મહત્તાની શ્રદ્ધાપૂર્વક પ્રતીતિ થવી જોઈએ. એમ થાય તો જ પોતાનામાં યહુકિંચિત્ રહેલો અહંકાર પણ નીકળી જાય છે અને વિનયયુક્ત ભક્તિભાવ પ્રગટ થતાં દર્શનની વિશુદ્ધિ થાય છે.
નમો પદ ધર્મશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ જીવને ઉપકારક છે. ધર્મશાસ્ત્રની દષ્ટિએ તે વિનયનું બીજ છે. મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ નમો પદ શોધનબીજ હોવાથી શરીર અને મનની શુદ્ધિ કરવા દ્વારા આત્માની શુદ્ધિ કરે છે. તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ “નમો' પદ શાન્તિક કર્મ અને પૌષ્ટિક કર્મને સિદ્ધ કરનાર છે. એટલે નમો પદ જોડીને જે કોઈ મંત્ર કે સૂત્ર ઉચ્ચારીને આરાધના થાય તો તે શાન્તિ અને પુષ્ટિ આપનાર ગણાય છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા
તંત્રશાસ્ત્ર પ્રમાણે નમસ્કારના મુખ્ય ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. કાયિક, વાચિક અને માનસિક. તેમાં એક અપેક્ષાએ કાયિક નમસ્કાર ઉત્તમ પ્રકારનો, માનસિક નમસ્કાર મધ્યમ પ્રકારનો અને વાચિક નમસ્કાર અધમ પ્રકારનો મનાય છે. તંત્રશાસ્ત્રમાં નમસ્કારનાં લક્ષણો બતાવતાં કહેવાયું છે :
त्रिकोणमय षट्कोणमर्द्धचन्द्रं प्रदक्षिणम् ।
दण्डमष्टांगमुग्रं च सप्तधा नतिलक्षणम् ।। (૧) ત્રિકોણ, (૨) ષટ્કોણ, (૩) અર્ધચંદ્ર, (૪) પ્રદક્ષિણ, (૫) દંડ, (૬) અષ્ટાંગ અને (૭) ઉગ્ર એમ નમસ્કારના સાત પ્રકારનાં લક્ષણ છે. આમાં કેવા પ્રકારનો નમસ્કાર કયા દેવ કે દેવીને કયા સમયે કરવો તેનું વિધાન આપવામાં આવ્યું છે.
નમો પદથી અરિહંતાદિ તરફ જે ભાવ ઉત્પન્ન થાય છે, ભાવના થાય છે એથી બાહ્ય વિષયોનું આકર્ષણ ઘટે છે. એથી બહિરાત્મભાવ ક્રમે ક્રમે મંદ થાય છે, ટળે છે અને અંતરાત્મભાવ વૃદ્ધિ પામે છે. પુદ્ગલ પ્રત્યેની આસક્તિ ઘટે છે અને ચૈતન્ય પ્રત્યે ભાવની વૃદ્ધિ થાય છે. જેમ ભૂખ લાગી હોય અને ભોજન મળતાં સુધાની નિવૃત્તિ થાય છે, ખાધાનો સંતોષ અને આનંદ થાય છે અને ભોજનથી શરીરની પુષ્ટિવૃદ્ધ થાય છે તેવી રીતે નમસ્કારની ભાવનાથી બહિરાત્મભાવની નિવૃત્તિ થાય છે, અંતરાત્મભાવનો આનંદ થાય છે અને પરમાત્મભાવની પુષ્ટિવૃદ્ધિ થાય છે.
‘નમો’ પદ દાયિક ભાવોનો ત્યાગ કરાવી, ક્ષયોપશમભાવ તરફ લઈ જાય છે. મમત્વનો ત્યાગ કરાવીને એ સમત્વ તરફ લઈ જાય છે. એ મિથ્યાત્વનો ત્યાગ કરાવી સમ્યગદર્શન તરફ લઈ જાય છે. એ મનને અશુભ વિકલ્પોથી છોડાવી શુભ વિકલ્પોમાં જોડે છે. નમો પદ જીવાત્માને પરમાત્મા પ્રતિ લઈ જાય છે.
નમમાં ઋણમુક્તિ રહેલી છે. ઉપકારીના ઉપકારનો-પંચપરમેષ્ઠિના ઉપકારનો સ્વીકાર માણસને ત્રણમુક્ત બનાવે છે. એનામાં નમસ્કારનો ભાવ પ્રકાશિત થાય છે. નથી નીચ ગોત્રકર્મ બંધાતું અટકે છે અને ઉચ્ચ ગોત્રકર્મ બંધાય છે.
“નમોમાં દુષ્કતગહ, સુફત-અનુમોદના અને શરણાગતિનો સ્વીકાર છે. એથી નિર્વિકલ્પ દશાની અનુભૂતિ થાય છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
નમો રાગ, દ્વેષ અને મોહને જીતવાનો મંત્ર છે. એ સત્, ચિત્ અને આનંદનો મંત્ર છે.
૧૯૪
‘નમો’ પદ સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને અત્યંતર તપ જોડાયેલાં છે. ‘નમો’ પદ દ્વારા સ્વસ્વરૂપની યથાર્થ સમજણ પ્રાપ્ત થાય એટલે જ્ઞાન પ્રાપ્ત થાય છે. પંચ પરમેષ્ઠિ પ્રત્યે નમસ્કાર કરવામાં ભક્તિ રહેલી છે. પરમાત્માની ભક્તિ પ્રગટ થતાં સાંસારિક વિષયોનો રસ મંદ થાય છે. એનો અર્થ એ કે ‘નમો’ પદ દ્વારા વૈરાગ્ય પ્રગટ થાય છે. નમો દ્વારા વિનય, વૈયાવચ્ચ, પ્રાયશ્ચિત વગેરેના ભાવો ઉદ્ભવે છે એટલે એમાં અત્યંતર તપ રહેલું છે. આમ, ‘નમો’ પદ સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને તપ જોડાયેલાં છે.
પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે લખ્યું છે કે નમો પદ એ વાસીચંદન કલ્પ છે; જીવિત-મરણ, લાભ-અલાભ, માન અને અપમાનાદિ દ્વંદ્વોને અવગણીને શુદ્ધાત્મ સ્વરૂપમાં રહેવાની કાર્યોત્સર્ગરૂપ પ્રક્રિયા છે. એ રીતે અત્યંતર તપના સર્વ પ્રકારોનું આરાધન જેમાં સંગ્રહિત થયું છે, એવું ‘નમો' પદ સાગરથી પણ ગંભીર છે, સૂર્યથી પણ તેજસ્વી છે, ચંદ્રથી પણ શીતળ છે, આરોગ્ય, બોધિલાભ અને સમાધિને આપવાવાળું છે. ‘નમો’ પદ અનંત અને અગાધ એવા આત્મસ્વરૂપ ઉપર મનને લઈ જવા, કૂદકો અથવા છલાંગ ભરવા માટે કાયા, વાણી અને મનને સંકોચવાની ક્રિયા છે. દ્રવ્યભાવ સંકોચ કરીને આત્મસ્વરૂપમાં પહોંચવા માટેનો ઉત્તમ વ્યાયામ છે.’
નો એટલે સંસારની અસારતા સ્વીકારીને શુદ્ધાત્મસ્વરૂપ તરફ, સાર તત્ત્વ તરફ વળવું, વિભાવ દશાનો ત્યાગ કરી સ્વભાવ દશા તરફ વળવું, બહિરાત્મભાવમાંથી નીકળીને અંતરાત્મભાવમાં પ્રતિ પ્રાયણ કરવું, જડ અને ચૈતન્યનો ભેદ સમજીને ચૈતન્યમાં સ્થિર થવું.
નો પદથી મનની દિશા બદલાય છે. તે વિષય કષાયોથી વિરમીને શુદ્ધ ભાવોમાં પરોવાય છે. વિશુદ્ધ મનમાં વિનય, શ્રદ્ધા, સન્માન, આદર બહુમાન, પ્રેમ, સ્વ-સમર્પણનો ભાવ પ્રગટ થાય છે. પંચ પરમેષ્ઠિ પ્રત્યે પ્રમોદભાવ સ્ફુરે છે અને એમની સાથે અનુસંધાન થાય છે. નમો પદમાં અચિંત્ય બળ રહેલું છે. તે ભાવ જો ઉત્કૃષ્ટ પ્રકારનો બનતો જાય તો જીવને આરાધનાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે. એટલે જ નો પદને મોક્ષની ચાવી તરીકે ઓળખાવવામાં આવે છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૯૫
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા
જેમને નમસ્કાર કરવામાં આવે છે તે મોટા છે અને હું નાનો છું” – એટલે કે પોતાની અલ્પતા અને પરમેષ્ઠિની મહત્તાનો સાચો ભાવ જ્યાં સુધી દિલમાં પ્રગટ ન થાય ત્યાં સુધી સાચો નમસ્કાર થતો નથી. નમસ્કારથી જિનાજ્ઞાનું પાલન કરવાનો ભાવ પ્રગટે છે. નમસ્કારનો ભાવ એ ધર્મનું બીજ હોવાથી એમાંથી ધર્મરુચિ, ધર્મશ્રવણ, ધર્મચિંતન ઈત્યાદિ રૂપી અંકુરો ફૂટે છે, ધર્માચરણરૂપી શાખાઓ પ્રસરે છે અને આગળ જતાં સ્વર્ગના સુખરૂપી અને મોક્ષસુખરૂપી ફૂલ અને ફળ પ્રાપ્ત થાય છે. એટલે નમો પદરૂપી બીજ મોક્ષરૂપી ફળની પ્રાપિત કરાવી શકે છે.
નમો' પદમાં “ઈશ્વર-પ્રણિધાન રહેલું છે. “ઈશ્વર-પ્રણિધાન' શબ્દ વિશેષત: અન્ય દર્શનમાં પ્રયોજાયો છે. પરંતુ જૈન દર્શનમાં પણ તે અવશ્ય ઘટાવી શકાય છે. ઈશ્વર એટલે પરમેશ્વર, પરમાત્મા. અરિહંત ભગવાન અથવા સિદ્ધ પરમાત્માને ‘ઈશ્વર’ ગણી શકાય અથવા પોતાના આત્મસ્વરૂપમાં રહેલા પરમાત્મભાવને ઈશ્વર ગણી શકાય. પ્રણિધાન એટલે ધ્યાન વડે સ્થાપન કરવું તે. ઈશ્વરમાં પોતાના ચિત્તનું સ્થાપન કરવું, ન્યાસ કરવો તે ઈશ્વરપ્રણિધાન. પરમાત્મામાં પોતાની જાતનો ન્યાસ કરવો, અથવા પોતાનામાં પરમાત્માનો ન્યાસ કરવો અને એ રીતે પરમાત્માની સાથે એકરૂપ થવું તે ઈશ્વરપ્રણિધાન. નમો’ પદમાં આ રીતે ઈશ્વરપ્રણિધાન રહેલું છે.
શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે “નમો' પદમાં છ આવશ્યકનું પાલન કેવી રીતે થાય છે તે દર્શાવતાં લખ્યું છે, “નમો’ મંત્ર વડે શ્રુતસામાયિક અને સમ્યક્તસામાયિકની આરાધના થાય છે; ચતુર્વિતિસ્તવ અને ગુરુવંદનની સાધના થાય છે; મિથ્યાત્વનું પ્રતિક્રમણ અને સમ્યક્તનું સેવન થાય છે, ઔદયિકભાવમાંથી પાછા ફરીને ક્ષાયોપથમિક ભાવમાં આવવાનું થાય છે; અતીતની નિંદા, વર્તમાનનો સંવર અને આગામીનું પ્રત્યાખ્યાન થાય છે. વર્તમાનનો સંવર કાયોત્સર્ગરૂપ છે અને આગામીનું પ્રત્યાખ્યાન પચ્ચખાણરૂપ છે. ‘નમો’ મંત્ર વડે આ રીતે છએ આવશ્યકોની ભાવથી આરાધના થાય છે.”
નમાં નવપદનું ધ્યાન રહેલું છે. નવપદમાં પંચપરમેષ્ઠિ ઉપરાંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર હોય છે. આ નવે પદની સાથે “નમો પદ જોડાતાં વિશિષ્ટ ભાવજગત ઉત્પન થાય છે.
નમો અરિહંતાણમાં “નમો' પદ અરિહંત ભગવાન સાથે જોડાયેલું છે. અરિહંત ભગવાનને નમસ્કારના ભાવ સાથે અને એમના ધ્યાન વડે મોક્ષનું
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૯૬
જિનતત્ત્વ લક્ષ્ય બતાવનાર અને મોક્ષમાર્ગની દેશના આપનાર સાથે મન જોડાય છે. એ જ રીતે બીજાં પદોના સ્વરૂપનું પણ ધ્યાન ધરાય છે.
ભદ્રંકરવિજયજી મહારાજે નમોમાં નવ પદનું ધ્યાન વિશિષ્ટ રીતે ઘટાવ્યું છે. તેમણે લખ્યું છે, “અરિહંત પદ સાથે નો પદ જોડાય છે ત્યારે મનનું ધ્યાન સંસાર તરફથી વળી મોક્ષ તરફ જોડાય છે. સિદ્ધ પદ સાથે જોડાય ત્યારે રસ-આનંદ જાગે છે. આચાર્ય પદ સાથે જોડાય ત્યારે પ્રબળ ઇચ્છા પ્રગટે છે. સાધુ પદ સાથે જોડાય ત્યારે કલ્પના કરવાની શક્તિ પ્રગટે છે. તે જ ન્યાયે આગળ વધતાં સભ્ય દર્શન, સમ્યગું જ્ઞાન, સમ્યકુ ચારિત્ર અને સમ્યક્ તપ સાથે જોડાય ત્યારે આબેહૂબ કલ્પના, એકતા અને સંપૂર્ણ લય ઉત્પન્ન થાય છે. પછી ઉન્મની-મનોનાશની સ્થિતિ અનુભવાય છે. તે અમાત્ર અવસ્થામાં લઈ જવાનું અનંતર સાધન બને છે.”
આ રીતે નમો પદ સાથે થતું નવપદોનું ધ્યાન જીવને ત્રિમાત્ર (બહિરાત્મભાવ)માંથી છોડાવી, બિંદુનવકરૂપી અર્ધમાત્રા (અંતરાત્મભાવ)માં લાવી, અમાત્ર (પરમાત્મભાવોમાં સ્થાપનારું થાય છે.'
જ્યાં નમવાની ક્રિયા છે ત્યાં કુદરતી રીતે પ્રેમ, ભક્તિ, વાત્સલ્ય, ઈત્યાદિના ભાવો પ્રગટ થાય છે. એટલે “નમો'માં પરમાત્મા પ્રત્યેની નવધા ભક્તિ રહેલી છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, પૂજન, અર્ચન, સેવન, આત્મનિવેદન, શરણાગતિ ઈત્યાદિ સર્વ ભાવો અને ભક્તિના પ્રકારો એમાં આવી જાય છે.
નમો પદ દ્વારા પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એ ચારે પ્રકારનાં અનુષ્ઠાન આવી જાય છે. “નમો' પદમાં ઈચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, ધૈર્યયોગ અને સિદ્ધિયોગ એમ ચારે યોગ રહેલા છે.
નમો પદની આરાધનામાં અમૃતક્રિયા રહેલી છે. ઉપાધ્યાયજી મહારાજે અમૃતક્રિયાનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવ્યાં છે :
તર્ગત ચિત્ત ને સમય વિધાન,
ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણો; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન,
લક્ષણ એ છે અમૃત ક્રિયાતણો. અહીં અમૃતક્રિયાનાં જે લક્ષણો દર્શાવ્યાં છે – તર્ગત ચિત્ત, સમયવિધાન – ધર્માનુષ્ઠાન, ભાવની વૃદ્ધિ, ભવભય, વિસ્મય, પુલક, પ્રમોદ ઈત્યાદિ નમો -
Page #14
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્રમાં જ પદનો મહિમા
૧૯૭ પદ સાથે જ્યારે ગહનતામાં અનુભવાય છે ત્યારે પ્રગટ થાય છે. એટલે તમને પદમાં અમૃતક્રિયાનો અનુભવ કરાવવાનું સામર્થ્ય છે.
શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે લખ્યું છે, “નિત્ય નમસ્કારનો અભ્યાસ એ ભેદભાવની ઊંડી નદી પર પૂલ બાંધવાની ક્રિયા છે. “નમો' એ પૂલ છે, સેતુ છે. એ સેતુ પર ચાલવાથી ભેદભાવનું ઉલ્લંઘન થાય છે. અને અભેદ ભાવના કિનારા પર પહોંચી જવાય છે. પછી ડૂબી જવાનો ભય રહેતો નથી. ભેદભાવને નાબૂદ કરી, અભેદ ભાવ સુધી પહોંચવાનું કાર્ય “નમો ભાવરૂપી સેતુ કરે છે. તેને “અમાત્ર’ પદ પર પહોંચાડવા માટેની અર્ધમાત્રા પણ કહેવાય છે. અર્ધી માત્રામાં સમગ્ર સંસાર સમાઈ જાય છે અને બીજી અર્ધી માત્રા સેતુ બનીને, આત્માને સંસારની પેલે પાર લઈ જાય છે. સંકલ્પ-વિકલ્પમાંથી મુક્ત કરાવીને નિર્વિકલ્પ અવસ્થામાં પહોંચાડે છે.'
નમો' પદના જાપથી ચિત્તની અશાંતિ દૂર થાય છે. જ્યાં રાગ છે ત્યાં અશાન્તિ છે. જીવ રાગદ્વેષમાં ફસાયેલો છે. એમાં પણ રાગને એ સરળતાથી ત્યજી શકતો નથી. પરંતુ એક વખત એને પંચ પરમેષ્ઠિ પ્રત્યે અનુરાગ જન્મે છે અને વૃદ્ધિ પામે છે એટલે સાંસારિક રાગનો ક્ષય થવા લાગે છે. જેમ જેમ રાગનો ક્ષય થતો જાય તેમ તેમ ચિત્તમાંથી અશાંતિ દૂર થાય છે. આમ, “નમો’ પદનો જાપ શાન્તિપ્રેરક છે.
નો પદનો અથવા નમો અરિહંતાણંનો જાપ, આગળ પ્રણવ મંત્ર ૐ જોડીને ૐ નમો અરિહંતાપ એ પ્રમાણે કરી શકાય કે કેમ એ વિશે કેટલાકને પ્રશ્ન થાય છે. પરંતુ શાસ્ત્રકારો કહે છે કે એ રીતે જાપ કરવાનો એકાત્તે નિષેધ નથી. લૌકિક જીવનમાં સૌભાગ્ય, શાન્તિ ઇત્યાદિ માટે ૐ સાથે જાપ થઈ શકે છે. કેવળ મોક્ષાભિલાષી માટે એની આવશ્યકતા નથી. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર'ના આઠમા પ્રકાશમાં કહ્યું છે :
मंत्र: प्रणवपूर्वोऽयं फलमैहिकमिच्छुभिः ।
ध्येय प्रणवहीनस्तु निर्णाणपदकांक्षिभिः ।। અર્થાતુ લોકસંબંધી ફળની ઇચ્છાવાળાઓએ આગળ પ્રણવમંત્ર – ૩ૐકાર સહિત ધ્યાન ધરવું, પરંતુ નિર્વાણ પદના અર્થીઓએ પ્રણવરહિત – એટલે કે ૐ કાર વગર ધ્યાન ધરવું.
શ્રી મેરૂતુંગાચાર્યે “સૂરમંત્રના અષ્ટવિઘાધિકારમાં પણ કહ્યું છે :
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૯૮
જિનતત્વ
प्रणवनमोयुक्तानि पदानि सर्वाणि इष्टं कार्य जनयति ।
प्रणवं विना नमो इति मोक्षबीजम् । અર્થાત્ પ્રણવ મંત્ર ૐ સાથે જોડાયેલા નમસ્કારનાં સર્વ પદો ઈષ્ટ કાર્ય ઉત્પન્ન કરે છે, એટલે કે ઈષ્ટ ફળ આપે છે. પ્રણવ વિનાનો નમસ્કાર મોક્ષબીજ” છે.
આમ નમો પદનો, નમસ્કારનો મહિમા ઘણો મોટો છે. “ગંધર્વતંત્રમાં નમસ્કારનો મહિમા નીચે પ્રમાણે બતાવ્યો છે.
देवमानुषगंधर्वा: यक्षराक्षसपन्नगाः । नमस्कारेण तुष्यन्ति महात्मानः समन्ततः ।। नमस्कारेण लभते चतवर्ग महोदयम् । सर्वत्र सर्व सिद्धयर्थ नतिरेका प्रवर्तते । नत्या विजयते लोकान् नत्या धम प्रवर्तते ।
नमस्कारेण दीर्धायुरछिन्ना लभते प्रजाः ।। અર્થાત્ દેવ, મનુષ્ય, ગંધર્વ, યક્ષ, પન્નગ (નાગ) અને મહાત્માઓ નમસ્કારથી મહાન ઉદય -(ઉન્નતિ) કરનાર એવા ચતુવર્ગ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)ને પ્રાપ્ત કરે છે. સર્વત્ર સર્વ કાર્યની સિદ્ધિ માટે નમસ્કાર જ પ્રવર્તે છે. નમસ્કાર કરવાથી લોક જિતાય છે. નમસ્કારથી ધર્મનું પ્રવર્તન થાય છે અને નમસ્કારથી પ્રજા રોગરહિત દીર્ધાયુષ્ય મેળવે છે.
નો માટે એટલે કે નમસ્કાર માટે વિવિધ પ્રકારની ઉપમાઓ કે રૂપકો યોજાયાં છે, જેમ કે નમો સરિતા છે અને અરિહંત સાગર છે. શ્રી હરિભદ્રસૂરિએ નમસ્કારનો મહિમા સમજાવતાં ‘લલિત વિસ્તરા ચૈત્યવંદનવૃત્તિમાં કહ્યું છે :
एसो जणओ जणणी य एस एसो अकारणो बंधू । एसो मित्तं एसो परमुव्यारी नमुक्कारो ।। सेयाणं परं सेयं मंगलाणं च परमंगलं ।
पुन्नाणं परम पुन्नं फलं फलाणं परमरम्मं ।। [આ નમસ્કાર પિતા છે, માતા છે, અકારણ બંધુ છે, અને પરમ ઉપકારી મિત્ર છે. શ્રેયોમાં તે પરમ શ્રેય છે, માંગલિક વિશે પરમ મંગલ છે, પુણ્યોમાં તે પરમ પુણ્ય છે અને ફલોાં તે પરમ રમ્ય છે.]
બારાખડી - વર્ણમાળામાં લખાયેલા અક્ષર કરતાં શબ્દમાં વપરાયેલો
Page #16
--------------------------------------------------------------------------
________________ 199 નવકાર મંત્રમાં પદનો મહિમા અક્ષર વધુ સબળ બને છે. શબ્દકોશમાં રહેલા શબ્દ કરતાં વાક્યમાં વપરાયેલા શબ્દનું મૂલ્ય વધી જાય છે. એ જ શબ્દ મંત્રમાં જ્યારે પ્રયોજાય છે ત્યારે એની મહત્તા ઘણીબધી વધી જાય છે. વળી અન્ય મંત્ર કરતાં નવકારમંત્રમાં પ્રયોજાયેલો શબ્દ અતિશય મહિમાવંતો બની ગયો છે. નવકારમંત્રમાં જો શબ્દમાં માત્ર અક્ષર બે જ છે, પરંતુ મહર્ષિઓએ પોતાની દિવ્ય અનુભૂતિના આધારે એમાં કેટલું સામર્થ્ય રહેલું છે તે દર્શાવ્યું છે. શ્રી રત્નમંદિર ગણિએ કહ્યું છે : मंत्र: पंचनमस्कारः कल्पकारस्कराधिकः / अस्ति प्रत्यक्षराष्टानोत्कृष्ट विद्यासहस्रकः / / [ પંચ નમસ્કારમંત્ર કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવવાળો છે. એના પ્રત્યેક અક્ષર ઉપર એક હજાર અને આઠ મહાવિદ્યાઓ રહેલી છે. ] નવકારમંત્રમાં નમો પદના બે અક્ષરનો કેટલો બધો અચિંત્ય મહિમા છે તે સમજવા માટે આ એક જ વાત પૂરતી છે.