________________
૧૯૧
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા વંદના કરી શકું છું.” એટલે વીરા સાળવીએ પણ વંદના ચાલુ રાખી અને શ્રીકૃષ્ણની સાથે તે પૂરી કરી. વંદના કરીને શ્રીકૃષ્ણ નેમિનાથ ભગવાન પાસે આવ્યા અને કહ્યું કે અઢાર હજાર સાધુઓને પ્રત્યેકને ધારદશાવર્તપૂર્વક વંદના કરતાં મને એટલો બધો પરિશ્રમ પડ્યો છે કે એટલો તો યુદ્ધો લડતાં મને પડ્યો નથી.”
નેમિનાથ ભગવાને કહ્યું, “હે વાસુદેવ! તમે આ રીતે ભાવપૂર્વક વંદન કરવાથી અઢળક પુણ્ય, ક્ષાયિક સમકિત અને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું છે.' એ વખતે શ્રીકૃષ્ણ પૂછ્યું કે, “મારી સાથે વીરા સાળવીએ પણ અઢાર હજાર સાધુઓને વંદન કર્યા છે તો એને પણ એટલું ફળ મળશે.'
શ્રી નેમિનાથ ભગવાને કહ્યું, “હે વાસુદેવ, વીરા સાળવીએ તો માત્ર બધાને બતાવવા તમારા અનુકરણરૂપે વંદન કર્યા છે. એમાં ભાવ નહોતો, દેખાડો હતો. એટલે એનો નમસ્કાર તે કાયાકષ્ટરૂપે માત્ર દ્રવ્યનમસ્કાર હતો. એનું વિશેષ ફળ ન હોઈ શકે.'
‘નમો’ પદ નમસ્કાર, પ્રણિપાત, વંદનાનું સૂચક છે. જ્યાં પંચપરમેષ્ઠિને નમસ્કારનો ભાવ જન્મે છે ત્યાં ધર્મનું બીજ વવાય છે. શ્રી હરિભદ્રસૂરિએ ચૈત્યવંદનસૂત્રની વૃત્તિ “લલિત વિસ્તરામાં કહ્યું છે : ઘર્મ પ્રતિ મૂર્નમૂતા વંવના ! ધર્મ પ્રત્યે જીવને ગતિ કરાવનાર મૂળભૂત જો કંઈ હોય તો તે વંદના છે, નમસ્કાર છે, “નમો’ છે.
નમો અરિહંતાણં'માં આમ એક અપેક્ષાએ સામાન્ય દૃષ્ટિએ જોતાં “નમો” પદનું મહત્ત્વ છે. પરંતુ અરિહંત' પદ ગૌણ છે એમ સમજવાનું નથી. જ્યાં સુધી નમવાનો ભાવ હૃદયમાં પ્રગટ ન થયો હોય ત્યાં સુધી “અરિહંત' પદનું રટણ લાભકારક થતું નથી. બીજી બાજુ “નમો પદનું માત્ર શબ્દોચ્ચારણ થતું હોય, અરે, કાયા પણ નમવાની ક્રિયા કરતી હોય પણ અંદર અરિહંતને નમવાનો ભાવ ન હોય તો તેથી પણ લાભ થતો નથી.
નમો રહંતામાં મહત્ત્વનું પદ કયું? રમો કે અરિહંતા? જુદી જુદી અપેક્ષાથી એનો ઉત્તર અપાય છે.
નમો અરિહંતાણં'માં પહેલું પદ “નમો’ મૂક્યું છે, “અરિહંતાણં' નહીં. જો અરિહંત' પદ મુખ્ય હોત તો “અરિહંતાણં નમો' એમ થયું હોત. વળી “નમો’ એટલે કે નમસ્કાર એ પ્રથમ મોટું કર્તવ્ય છે, કારણ કે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી મોક્ષગતિ નથી. અહંકારને કાઢવા માટે “નમોની અનિવાર્યતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org