SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ જિનતત્ત્વ ત્યાગ સહિત મનના સંકોચની ક્રિયા રહેલી હોવાથી એમાં મનોગુપ્તિ પણ રહેલી છે. “નમો’ના ઉચ્ચારણ સાથે અરિહંતાદિના ઉચ્ચારણ સિવાય કશું ઉચ્ચારણ ન હોવાથી એમાં વચનગુપ્તિ પણ રહેલી છે. આમ, “નમો’ પદ સાથે ત્રણ પ્રકારની ગુપ્તિ સંકળાયેલી છે. દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર એ બંનેને ભેગા કરતાં ચાર ભાંગા થાય. (૧) દ્રવ્યનમસ્કાર હોય, પણ ભાવનમસ્કાર ન હોય, (૨) ભાવનમસ્કાર હોય, પણ દ્રવ્યનમસ્કાર ન હોય, (૩) દ્રવ્યનમસ્કાર હોય અને ભાવનમસ્કાર પણ હોય અને (૪) દ્રવ્યનમસ્કાર ન હોય અને ભાવનમસ્કાર પણ ન હોય. આ ચારમાં સર્વશ્રેષ્ઠ તે દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર બંને જેમાં હોય છે. ફક્ત દ્રવ્યનમસ્કાર કરતાં ફક્ત ભાવનમસ્કાર હોય તો તે ચડિયાતો ગણાય. પરંત દ્રવ્યનમસ્કાર અનાવશ્યક કે નિરર્થક છે એમ ન સમજવું. દ્રવ્યનમસ્કારની પણ એટલી જ આવશ્યકતા છે. ભાવનમસ્કાર દ્રવ્યનમસ્કારમાં પરિણમવો જોઈએ, સિવાય કે સંજોગો કે શરીરની મર્યાદા હોય. ભાવનમસ્કાર હોય પણ પ્રમાદ, લજ્જા, મોટાઈ, માયાચાર વગેરેને કારણે દ્રવ્યનમસ્કાર કરવાની ઈચ્છા ન થાય તો તે એટલું ફળ ન આપે. દ્રવ્યનમસ્કાર એ પાયાની વાત છે. દ્રવ્યનમસ્કારનો મહાવરો હશે તો એમાં ભાવ આવશે. ભાવ નથી આવતો માટે દ્રવ્યનમસ્કાર પણ છોડી દેવો જોઈએ એવા વિચારથી બંને ગુમાવવાનું થશે. દ્રવ્યનમસ્કારનું ઓછું ફળ છે, પણ ફળ તો અવશ્ય છે જ. માત્ર દ્રવ્યનમસ્કાર કરતી વખતે વિપરીત, અસદુભાવો હોય તો તેનું ફળ વિપરીત આવે. બાળજીવોને આરંભમાં દ્રવ્યનમસ્કાર જ શીખવવામાં આવે છે. પછી એમાં ભાવ આવે છે. ભાવરહિત અને ભાવ વગર દ્રવ્યનમસ્કાર થાય તેનું ફળ કેવું હોય તે વિશે જૈન પુરાણોમાં એક પ્રસંગ વર્ણવાયો છે. એક વખત શ્રીકૃષ્ણ નેમિનાથ ભગવાન પાસે ગયા તે વખતે નેમિનાથ ભગવાનના અઢાર હજાર સાધુઓ બિરાજમાન હતા. એ બધાંને જોઈને શ્રીકૃષ્ણને મનમાં એટલો બધો ઉલ્લાસ અને વિનયનો ભાવ આવ્યો કે “મારે આ દરેકે દરેક સાધુ ભગવંતને દ્વાદશાવર્તપૂર્વક વંદના કરવી.” આ કંઈ સહેલું કામ નહોતું. પણ એમણે એ કામ ભાવપૂર્વક ચાલુ કર્યું. એ જોઈ બીજા રાજાઓએ પણ વંદના ચાલુ કરી. પણ બધા જ રાજાઓ થોડા વખતમાં જ થાકી ગયા એટલે બેસી ગયા. તે વખતે શ્રીકૃષ્ણ સાથે આવેલા વીરા સાળવીને વિચાર આવ્યો કે “શ્રીકૃષ્ણની સાથે હું પણ બધાને બતાવી આપું કે થાક્યા વગર હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249470
Book TitleNavkar Mantra ma Namo Padno Mahima
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages16
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size453 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy