Book Title: Navkar Mantra ma Namo Padno Mahima
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 1
________________ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા અનાદિસિદ્ધ મંત્રશિરોમણિ નવકાર મંત્રના નવ પદમાંથી પહેલાં પાંચ પદમાં, પ્રત્યેકમાં એક એક પરમેષ્ઠિને, એ રીતે પંચપરમેષ્ઠિને નમસ્કાર છે. આ પ્રત્યેક પદમાં પહેલું પદ (વાક્યમાં વપરાયેલો શબ્દ તે પદ) તે નમો છે. શબ્દ નાનો બે અક્ષરનો જ છે, પણ તેનો મહિમા ઘણો મોટો છે. સામાન્ય રીતે મંત્રો ટૂંકા હોય છે. પણ નવકાર મંત્ર ૬૮ અક્ષરનો છે. આ મંત્ર દીર્ઘ હોવા છતાં કષ્ટોચ્ચાર્ય નથી. જીભે સરળતાથી ચડી જાય અને યાદ રહી જાય એવો આ મંત્ર છે. નવકારમંત્રની વિશિષ્ટતા એ છે કે પાંચે પરમેષ્ઠિને નમસ્કાર કરવા માટે એમાં નમો (અથવા નમો) પદ પાંચ વાર પ્રયોજાયું છે : નમો અરિહંતાણે નમો સિદ્ધાણં નમો આયરિયાણું નમો ઉવજઝાયાણ નમો લોએ સવ્વ સાહૂણં. નવકારમંત્રમાં “નમો’ પદ પાંચ વખત આવતું હોવા છતાં તેમાં પુનરુક્તિનો દોષ નથી, બલ્ક ફરી ફરી બોલવું ગમે એવું એ પદ . વળી નમો પદ પાંચ વખત આવતું હોવા છતાં પાંચ પરમેષ્ઠિને કરેલા નમસ્કારને એકરૂપ ગણ્યો છે. એટલે જ છઠ્ઠા પદમાં “પંચનમુક્કારો' શબ્દ બહુવચનમાં નહીં પણ એકવચનમાં પ્રયોજાયો છે. નવકાર મંત્રમાં “નમો' પદ પ્રત્યેક પરમેષ્ઠિની સાથે આવે છે એ સપ્રયોજન છે. એમાં ઘણું રહસ્ય રહેલું છે. એના ઉપર વખતોવખત અનેક મહાત્માઓએ જુદા જુદા દૃષ્ટિકોણથી પ્રકાશ પાડ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 16