Book Title: Navkar Mantra ma Namo Padno Mahima
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
View full book text
________________
જિનતત્ત્વ
નમો રાગ, દ્વેષ અને મોહને જીતવાનો મંત્ર છે. એ સત્, ચિત્ અને આનંદનો મંત્ર છે.
૧૯૪
‘નમો’ પદ સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને અત્યંતર તપ જોડાયેલાં છે. ‘નમો’ પદ દ્વારા સ્વસ્વરૂપની યથાર્થ સમજણ પ્રાપ્ત થાય એટલે જ્ઞાન પ્રાપ્ત થાય છે. પંચ પરમેષ્ઠિ પ્રત્યે નમસ્કાર કરવામાં ભક્તિ રહેલી છે. પરમાત્માની ભક્તિ પ્રગટ થતાં સાંસારિક વિષયોનો રસ મંદ થાય છે. એનો અર્થ એ કે ‘નમો’ પદ દ્વારા વૈરાગ્ય પ્રગટ થાય છે. નમો દ્વારા વિનય, વૈયાવચ્ચ, પ્રાયશ્ચિત વગેરેના ભાવો ઉદ્ભવે છે એટલે એમાં અત્યંતર તપ રહેલું છે. આમ, ‘નમો’ પદ સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને તપ જોડાયેલાં છે.
પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે લખ્યું છે કે નમો પદ એ વાસીચંદન કલ્પ છે; જીવિત-મરણ, લાભ-અલાભ, માન અને અપમાનાદિ દ્વંદ્વોને અવગણીને શુદ્ધાત્મ સ્વરૂપમાં રહેવાની કાર્યોત્સર્ગરૂપ પ્રક્રિયા છે. એ રીતે અત્યંતર તપના સર્વ પ્રકારોનું આરાધન જેમાં સંગ્રહિત થયું છે, એવું ‘નમો' પદ સાગરથી પણ ગંભીર છે, સૂર્યથી પણ તેજસ્વી છે, ચંદ્રથી પણ શીતળ છે, આરોગ્ય, બોધિલાભ અને સમાધિને આપવાવાળું છે. ‘નમો’ પદ અનંત અને અગાધ એવા આત્મસ્વરૂપ ઉપર મનને લઈ જવા, કૂદકો અથવા છલાંગ ભરવા માટે કાયા, વાણી અને મનને સંકોચવાની ક્રિયા છે. દ્રવ્યભાવ સંકોચ કરીને આત્મસ્વરૂપમાં પહોંચવા માટેનો ઉત્તમ વ્યાયામ છે.’
નો એટલે સંસારની અસારતા સ્વીકારીને શુદ્ધાત્મસ્વરૂપ તરફ, સાર તત્ત્વ તરફ વળવું, વિભાવ દશાનો ત્યાગ કરી સ્વભાવ દશા તરફ વળવું, બહિરાત્મભાવમાંથી નીકળીને અંતરાત્મભાવમાં પ્રતિ પ્રાયણ કરવું, જડ અને ચૈતન્યનો ભેદ સમજીને ચૈતન્યમાં સ્થિર થવું.
નો પદથી મનની દિશા બદલાય છે. તે વિષય કષાયોથી વિરમીને શુદ્ધ ભાવોમાં પરોવાય છે. વિશુદ્ધ મનમાં વિનય, શ્રદ્ધા, સન્માન, આદર બહુમાન, પ્રેમ, સ્વ-સમર્પણનો ભાવ પ્રગટ થાય છે. પંચ પરમેષ્ઠિ પ્રત્યે પ્રમોદભાવ સ્ફુરે છે અને એમની સાથે અનુસંધાન થાય છે. નમો પદમાં અચિંત્ય બળ રહેલું છે. તે ભાવ જો ઉત્કૃષ્ટ પ્રકારનો બનતો જાય તો જીવને આરાધનાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે. એટલે જ નો પદને મોક્ષની ચાવી તરીકે ઓળખાવવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org