Book Title: Navkar Mantra ma Namo Padno Mahima
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 15
________________ ૧૯૮ જિનતત્વ प्रणवनमोयुक्तानि पदानि सर्वाणि इष्टं कार्य जनयति । प्रणवं विना नमो इति मोक्षबीजम् । અર્થાત્ પ્રણવ મંત્ર ૐ સાથે જોડાયેલા નમસ્કારનાં સર્વ પદો ઈષ્ટ કાર્ય ઉત્પન્ન કરે છે, એટલે કે ઈષ્ટ ફળ આપે છે. પ્રણવ વિનાનો નમસ્કાર મોક્ષબીજ” છે. આમ નમો પદનો, નમસ્કારનો મહિમા ઘણો મોટો છે. “ગંધર્વતંત્રમાં નમસ્કારનો મહિમા નીચે પ્રમાણે બતાવ્યો છે. देवमानुषगंधर्वा: यक्षराक्षसपन्नगाः । नमस्कारेण तुष्यन्ति महात्मानः समन्ततः ।। नमस्कारेण लभते चतवर्ग महोदयम् । सर्वत्र सर्व सिद्धयर्थ नतिरेका प्रवर्तते । नत्या विजयते लोकान् नत्या धम प्रवर्तते । नमस्कारेण दीर्धायुरछिन्ना लभते प्रजाः ।। અર્થાત્ દેવ, મનુષ્ય, ગંધર્વ, યક્ષ, પન્નગ (નાગ) અને મહાત્માઓ નમસ્કારથી મહાન ઉદય -(ઉન્નતિ) કરનાર એવા ચતુવર્ગ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)ને પ્રાપ્ત કરે છે. સર્વત્ર સર્વ કાર્યની સિદ્ધિ માટે નમસ્કાર જ પ્રવર્તે છે. નમસ્કાર કરવાથી લોક જિતાય છે. નમસ્કારથી ધર્મનું પ્રવર્તન થાય છે અને નમસ્કારથી પ્રજા રોગરહિત દીર્ધાયુષ્ય મેળવે છે. નો માટે એટલે કે નમસ્કાર માટે વિવિધ પ્રકારની ઉપમાઓ કે રૂપકો યોજાયાં છે, જેમ કે નમો સરિતા છે અને અરિહંત સાગર છે. શ્રી હરિભદ્રસૂરિએ નમસ્કારનો મહિમા સમજાવતાં ‘લલિત વિસ્તરા ચૈત્યવંદનવૃત્તિમાં કહ્યું છે : एसो जणओ जणणी य एस एसो अकारणो बंधू । एसो मित्तं एसो परमुव्यारी नमुक्कारो ।। सेयाणं परं सेयं मंगलाणं च परमंगलं । पुन्नाणं परम पुन्नं फलं फलाणं परमरम्मं ।। [આ નમસ્કાર પિતા છે, માતા છે, અકારણ બંધુ છે, અને પરમ ઉપકારી મિત્ર છે. શ્રેયોમાં તે પરમ શ્રેય છે, માંગલિક વિશે પરમ મંગલ છે, પુણ્યોમાં તે પરમ પુણ્ય છે અને ફલોાં તે પરમ રમ્ય છે.] બારાખડી - વર્ણમાળામાં લખાયેલા અક્ષર કરતાં શબ્દમાં વપરાયેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16