Book Title: Navkar Mantra ma Namo Padno Mahima Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 9
________________ ૧૯૨ જિનતત્ત્વ “નમો’ હોય તો વિનય આવે છે. વિનય મોક્ષનું બીજ છે. વિનય પરંપરાએ મોક્ષ સુધી કેવી રીતે લઈ જાય છે એ વાચક શ્રી ઉમાસ્વાતિજીએ “પ્રશમરતિ'માં સરસ સમજાવ્યું છે. પરંતુ બીજી બાજુ તત્ત્વદૃષ્ટિએ જોતાં “અરિહંત' પદ જ મુખ્ય છે. અરિહંત પરમાત્માના પ્રભાવથી, એમની પરમ કૃપાથી શુભ અધ્યવસાય, પુણ્ય, સંયમ, ચારિત્રપાલન, મોક્ષગતિ પ્રાપ્ત થાય છે. કહ્યું છે : કાળ, સ્વભાવ, ભવિતવ્યતા એ સઘળા તુજ દાસી રે; મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજ સબળ વિશ્વાસ રે, આમ અરિહંતપદની મુખ્યતા છે. અરિહંત પરમાત્મા છે તો જ તેમને નમસ્કારની વાત છે. પરંતુ નમસ્કાર ન કરે તોય અરિહંત તો છે જ. અરિહંત પરમાત્મા (પંચપરમેષ્ઠિ) ન હોય તો અન્યત્ર થયેલા નમસ્કારની મોક્ષમાર્ગમાં કશી ગણના નથી. નમોમાં નમવાનો-નમનનો ભાવ છે. શબ્દશ્લેષથી કહેવાય કે નમન એટલે ન-મન. મન પોતાનામાં-સાંસારિક ભાવોમાં ન રહે તે નમન. નમન એટલે No Mindની અવસ્થા, નિર્વિકલ્પ દશા. મન જ્યારે પરભાવમાંથી નીકળી સ્વભાવમાં સ્થિર થાય, સાંસારિક વિષયોમાંથી નીકળી પંચ પરમેષ્ઠિમાં લીન થાય ત્યારે તે ન-મન અને નમન બને છે. જેમનું આ રહસ્ય છે. નો મન, પ્રાણ અને ઈન્દ્રિયોને સંયમ રાખવાની વિદ્યા છે. જ્યાં નો છે ત્યાં સંયમ છે, કૃતજ્ઞતા છે, ઉદારતા છે, સર્વ જીવ પ્રત્યે મૈત્રીની ભાવના છે. “નમો' બોલીને કરાતા નમસ્કારથી સમ્યગુદર્શનની વિશુદ્ધિ થાય છે. નમસ્કાર કરતી વખતે પોતાની લઘુતા અને પંચ પરમેષ્ઠિની ઉચ્ચતા અને મહત્તાની શ્રદ્ધાપૂર્વક પ્રતીતિ થવી જોઈએ. એમ થાય તો જ પોતાનામાં યહુકિંચિત્ રહેલો અહંકાર પણ નીકળી જાય છે અને વિનયયુક્ત ભક્તિભાવ પ્રગટ થતાં દર્શનની વિશુદ્ધિ થાય છે. નમો પદ ધર્મશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ જીવને ઉપકારક છે. ધર્મશાસ્ત્રની દષ્ટિએ તે વિનયનું બીજ છે. મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ નમો પદ શોધનબીજ હોવાથી શરીર અને મનની શુદ્ધિ કરવા દ્વારા આત્માની શુદ્ધિ કરે છે. તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ “નમો' પદ શાન્તિક કર્મ અને પૌષ્ટિક કર્મને સિદ્ધ કરનાર છે. એટલે નમો પદ જોડીને જે કોઈ મંત્ર કે સૂત્ર ઉચ્ચારીને આરાધના થાય તો તે શાન્તિ અને પુષ્ટિ આપનાર ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16