Book Title: Namaskar Mahamantra Tattvachandrika Author(s): Abhaysagar Publisher: Shri Manubhai Shah Rajkot View full book textPage 4
________________ પ્રકાશકીય મારા પરમ પુણ્યોદયે શ્રી નમસ્કાર મહામંત્રારાધક “આગમવિદ્ર” પૂજ્ય તારક ગુરુદેવશ્રી પં અભયસાગરજી મ. સાએ આરાધકોને આરાધનામાં સ્થિરતા અને વૃદ્ધિ અર્થે લખેલ પત્રમાળા મારા જોવામાં આવી. પૂ. ગુરુદેવશ્રીની અંતરસ્પર્શી ભાષા અંતરમાં આનંદની લહેરો ઉપજાવી ગઈ. આ આનંદ સર્વ લોકો લઈ શકે એ આશયથી મિત્રવર્ગમાં અમે પુસ્તક રૂપે મુદ્રિત કરવાની ઇચ્છા પ્રગટ કરી, અને મિત્રવર્ગે પણ એ વાત વધાવી લીધી, જેના ફલસ્વરૂપે શ્રી સકલ સંઘના કરકમલમાં આ પુસ્તક અર્પ રહ્યો છું. મતિમંદતાથી કે પ્રેસદોષથી આમાં જે કાંઈ ખલનાઓ રહી ગઈ હોય તે બદલ ત્રિવિધે - ત્રિવિધે બે કર જોડી ક્ષમા યાચું છું. જો કે પ્રકાશનનો આ મારો પ્રથમ પ્રયાસ છે, છતાં જે કાંઈ સારું થયું છે તે, “પૂજ્ય ગુરુદેવશ્રીની પુણ્યકૃપાથી થયું છે.” આ પ્રકાશનકાર્ય શ્રી જિતેન્દ્રભાઈ (શારદાબેન ચીમનલાલ એજ્યુકેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) એ અંગત રસ લઈ સારી રીતે કરી આપ્યું છે. તેમનો તેમ જ આ પ્રકાશનમાં જે પુણ્યાત્માઓ તરફથી આર્થિક સહકાર મળ્યો છે એ દરેકનો અમો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રી મનુભાઈ એસ. શાહ (રાજકોટ) તારીખ : જેઠ વદ ૧૧, ૨૦૫૨. મંગળવાર, ૧૧ જૂન, ૧૯૯૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 384