Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 8
________________ શ્રી વર્ધમાન સ્વામિને નમ: ॐ श्री गुरवे नमः પ્રસ્તાવના... “શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વ ચંદ્રિકા' નામના આ પુસ્તકનો વિભાગ નં-૧ શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના કરનારા કેટલાક બાળવયના આત્માઓને ઉદ્દેશીને લખાયેલી પત્રમાળા છે. આગમવિશારદ પંન્યાસપ્રવર પૂ॰ તારક ગુરુદેવશ્રીએ શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાના બળે ખીલવેલી આત્મિક મૌલિક શકિતઓના બળે આરાધક પુણ્યાત્માઓને આરાધનામાં વેગ મળે અને પોતાની ખામીઓ हूर કરીને આરાધનાનો રસાસ્વાદ માણે તેવી અંતરંગ ભાવનાથી પત્રમાળા આરંભેલી હતી. વાસ્તવમાં આ પત્રમાળાનો પ્રારંભ તે બાલત્રિપુટીને લક્ષ્યમાં રાખીને ઘડાયો છે. પરંતુ દરેક વ્યકિતને આત્મવિકાસગામી બનવાની પૂરેપૂરી સંભાવના આ પત્રમાળામાં અનુભવાય છે. તેથી બહુજનહિતાય પુસ્તકારૂઢ કરી શકાય એવો વિચાર ઝબકયો. પૂ. ગુરુદેવશ્રીના કાળધર્મ બાદ કેટલાક આરાધક આત્માઓએ આ પત્રમાળા વાંચવા માટે ઇચ્છા વ્યકત કરી, તેઓશ્રીની ઇચ્છા પૂર્ણ થાય તે માટે પત્રમાળાની હાથે લખેલ કોપીઓ તૈયાર થઈ અને સાધુ-સાધ્વીજી ભગવંત તથા શ્રાવક શ્રાવિકાઓએ વાંચી અને દરેકે અભિપ્રાય આપ્યો કે આ પત્રમાળાને પુસ્તકારૂઢ કરવી જોઈએ, ધીમે ધીમે તેને સાકાર કરવા અંગેના પ્રયત્નો શરૂ થયા. નાના-મોટા ઘણા વિકલ્પો ઉપસ્થિત થયા, પરંતુ ‘‘શ્રી નવકાર મહામંત્ર’’ના પ્રભાવે અને ‘‘શ્રી ગુરુકૃપાએ’’ તેમાંથી માર્ગ મળ્યો અને છેવટે પત્રમાળા પુસ્તકાઢ બની. Jain Education International . શ્રી નમસ્કાર મહામંત્ર વિશે અનેક આરાધક આત્માઓએ સ્વકીય ચિંતન-મનન આલેખ્યું છે. જેમ વ્યાવહારિક જીવનમાં ડૉકટર, એન્જિનિયર થઈને શા ફાયદા થાય ? કેટલી બધી કમાણી થાય ? શી રીતે મોભો મળે ? એ બધા વિશે વિવેચનો - સમજૂતી આપવાથી ડૉકટર કે એન્જિનિયર થવાની મોટી મહેચ્છાઓ થાય, પણ તે પૂરી કરવા માટે બૌદ્ધિક સ્તરે કેટલી મહેનત, ધીરજ, પુરુષાર્થ, ખંત, એકાગ્રતા વગેરેની જરૂર છે તે જાણવું ખૂબ જરૂરી છે. તેવી જ રીતે શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાના પાયામાં નિયત સ્થાન, સમય, સંખ્યાનો પુરુષાર્થ, એકાગ્ર ચિત્ત, ધીરજ, બિનશરતી શરણાગતભાવ, ગુરુનિશ્રા અને શ્રદ્ધાભકિત ખૂબ જ જરૂરી છે. એ બાબતો પત્રમાળામાં જુદી-જુદી રીતે સમજાવી છે, તે સમજ્યા પછી આરાધના કરવાથી અદ્ભુત રસાસ્વાદ સાંપડે છે. જો પાયાની ભૂમિકાનું નક્કર ઘડતર થાય તો અલ્પ પ્રયત્ને જ શ્રી નવકારની દિવ્ય કૃપા પ્રત્યક્ષ અનુભવાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 384