Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 16
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્પર્યાદ્રિકા જેમના અણુએ અણુમાં શાસનનું ગૌરવ અને ગરિમાં વહેતી હતી. જેમનું જીવન ખાખી બંગાળી જેવું હતું. નામનાની કામના વગરનું નિ:સ્પૃહી જીવન હતું. તેમની નજીક આવનાર દરેક વ્યકિતઓએ પણ ઉત્તમ ચારિત્રની મહેંક માણી છે. આવા મહાપુરુષની દૃષ્ટિથી પુત્ર-શિષ્યના જીવનમાં ચારિત્રજીવનના પાયાના સંસ્કારોનું ઊંડું વાવેતર થયું. પિતા-પુત્ર, ગુરુ-શિષ્યની બેલડીએ કોઈ પણ જાતની બાહ્ય સહાય વગર શ્રી શિખરજી મહાતીર્થની યાત્રા સંયમ સહજ મર્યાદાથી તે સમયમાં કરી તેમના અનુભવો સાંભળતાં ભલભલાના રૂંવાડા ખડાં થઈ જાય અને આજે તો તે અશકય કે ચમત્કાર લાગે. પૂ ઉપાય મ પુત્ર-શિષ્યના ખૂબ આગમિક – જ્ઞાન આદિ આત્મિક શક્તિઓને નિહાળતા છતાં હંમેશાં પુત્ર-મોહ (શિષ્યમોહ)થી લગભગ અળગા રહ્યા. ગુણ-સંપન્ન પુત્ર-શિષ્યના જીવનના ઘડતરને ધ્યાનમાં રાખીને તેમના સૂક્ષ્મ દોષ કયારે દૂર થાય તે અંગે ખૂબ સચેત રહેતા, વખાણને બદલે કયારેક ટકોર પણ કરતા. એક વખત પૂજ્ય ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ. સા. સાબરમતીથી વિહાર કરતા નવાવાડજ આવતા હાર્ટની સખત બિમારીના કારણે સુથાવક શ્રી અશોકભાઈના બંગલે રોકાયેલ. તબિયત ભયજનક સ્થિતિએ પહોંચતાં પૂજ્યશ્રીને હૉસ્પિટલમાં દાખલ કરવા માટે ડૉકટરોએ અને ભકતવર્ગ ખૂબ આગ્રહ કરેલ પણ તેઓશ્રીએ સ્પષ્ટ ઈન્કાર જ કરેલ. તેથી ઊંઝા મુકામે પૂ ઉપા. જીમ પાસે હૉસ્પિટલમાં દાખલ કરવાની રજા માગતાં, પુત્ર-શિષ્યના મોહને દૂર કરી તેઓશ્રીએ જણાવેલ કે અભયસાગરને જીવવાની ઇચ્છા હોય તો હૉસ્પિટલમાં લઈ જશે, માત્ર આટલા શબ્દ ભક્તવર્ગ મૂક બન્યો, ગુરુ કે શિષ્ય બેમાંથી કોને ચડિયાતા ગાગવા ? પૂ ઉપાશ્રીના જીવનમાં ડૉકટર કે દવા કરતાં દેવ-ગુરુ, ધર્મ પરની અનેરી શ્રદ્ધા અને માનસિક દુર્બળતાના બદલે વીતરાગના શુદ્ધ ધર્મ પર અડગ વિશ્વાસ દષ્ટિગોચર થાય છે. કર્મયોગી ઉપાડ છે. મ. સાહેબને શાસનના કામોમાં એકલા ઝઝૂમવું પડે તો હરગિજ ડરતા નહીં. અને સાધુસમાજમાં વકીલ સમાન હતા. એથી સરકારના જુદા જુદા કાયદાઓની અસર ખૂબ ઊંડાણથી સમજી શકતા અને હાઈકોર્ટના વકીલ પણ મોંમાં આગળાં નાંખી જાય તેવા રસ્તા તેમને સૂઝતા. ર૭ વર્ષની ભરયુવાનવયે તેઓશ્રી ચતુર્થવ્રતધારી બન્યા અને પોતાનું આખું કુટુંબ બે પુત્ર-પુત્રી-પત્ની, પોતાની સાસુને તેમજ ભત્રીજી આદિ પરિવારમાંથી કુલ ૧૨ જણને પ્રભુના શાસનમાં સમર્પિત કર્યા. પૂ. સગુણા શ્રીજી મ. પૂ. ગુરુદેવશ્રીનાં સાંસારિક માતૃશ્રી ખરેખર સગુણોનો ભંડાર હતાં. અને એવી રત્નકુક્ષિ હતાં કે જેનાં સર્વે સંતાનો એક એકથી ચડે તેવાં શાસનનાં પ્રકટ રત્નો બન્યાં. છેલ્લે ૨૦૦૨ના ચોમાસામાં જાણે માતાનું ઋણ ચૂકવતા હોય તેમ રોજ સવારે ઉપાશ્રયે આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 384