Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot
View full book text
________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વયંટિકા
નાનપણથી જ ધાર્મિક સૂત્રોનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. દીક્ષા લીધી ત્યારે વાંદણા આલોવવા સુધી મુખપાઠ કરેલ. જેમને ૬। વર્ષની અબોધ વયે શ્રી શંખેશ્વર તીર્થમાં પૂ. આગમોદ્ધારકશ્રીના વરદહસ્તે પાવનકારી પુનિત પ્રવજ્યાનો પંથ મળ્યો. જેમણે કકો નહીં શીખેલ અવસ્થામાં (૭-ળા વર્ષ) વડીલ સાધુના ખોળામાં રમતાં રમતાં પંચ પ્રતિક્રમણ, સાધુક્રિયાનાં સૂત્રો કંઠસ્થ કર્યાં.
પૂજ્યશ્રી અભયસાગરજી મ૰ સાએ બાળપણથી જ જ્ઞાન, દર્શન અને ચારિત્રની અદ્ભુત આરાધના આદરેલી, સ્વાધ્યાય, વાંચન, વ્યાવહારિક જ્ઞાન તથા ઇતિહાસ પ્રત્યે પણ હૈયાથી ચડતા ભાવ હતા. તેમાં પણ સંયમની વૃદ્ધિ થતાં અને આગમનું વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થતાં આત્મા વિશુદ્ધ બનતો ગયો. સરળતા, ભદ્રતા, બાલસહજ ભાવ વગેરે ગુણો ખીલતા ગયા. જીવનમાં અનેક પ્રસંગો બનેલા તેમાંનો ઉદયપુરનો પ્રસંગ ઉલ્લેખનીય છે.
૧૭ વર્ષની વયે એક વખત ઉદયપુરમાં જૈનેતરો સાથે વાર્તાલાપ થયો. તેમાં ધર્મનો અપલાપ થયો. આ વાતની પૂ॰ ઉપાધ્યાય ધર્મસાગરજી મન્ત્રીને ખબર પડતાં તરત જ પૂ મહારાજશ્રીને બોલાવી સમજાવ્યું કે, તમે પરમાત્માનો અવિવેક કર્યો છે અને શાસ્ત્રની ઉત્સૂત્ર પ્રરૂપણા કરી છે. માટે બધાને બોલાવીને મિચ્છામિ દુક્કડમ્ દેવા જોઈએ. આ સાંભળી મહારાજને સંકોચ થયો એટલે ઉપાધ્યાય મહારાજે ગૌતમસ્વામી અને આનંદ શ્રાવકનું દૃષ્ટાંત આપી સમજાવ્યું કે, ભૂલની કબૂલાત કરવી તે આરાધના છે. આ સાંભળી મિચ્છામિ દુક્કડમ્ માટે તૈયાર થયા. સંઘને ભેગો કર્યો. સંઘે જણાવ્યું કે આપે મિચ્છામિ દુક્કડમ્ દેવાની જરૂર નથી, અમે જણાવી દઈશું પણ ઉપાધ્યાય જી મહારાજે જણાવ્યું કે જાહેરમાં મિચ્છામિ દુક્કડમ્ આપવો જરૂરી છે. આથી સંઘે જાહેરમાં વ્યાખ્યાન રાખ્યું અને તે સમયે પૂ મહારાજશ્રીએ મિચ્છામિ દુક્કડમ્ આપ્યા. આ પ્રસંગે શ્રી સંઘ પણ ગદ્ગદ થઈ ગયો. સંઘે ગુરુ મહારાજને ઊંચકી લીધા અને આસન ઉપર બેસાડ્યા. જીવનમાં સંયમવૃદ્ધિકારક અનેક પ્રસંગો બનેલા.
ઉપાશ્રયમાં સ્વયં સામાચારીનું અણિશુદ્ધ પાલન કરતા અને કરાવતા. પોતાનું કાર્ય સ્વયં જ કરતા, હજારો કામમાં પણ પૌરસી, સ્વાધ્યાય આદિ અપ્રમાદભાવે કરતા.
આવા પૂ. ગુરુદેવના જીવનની પાયાની ભૂમિકાનું નક્કર ઘડતર ઉપા૰ ધર્મસાગરજી મ. સાહેબે એવું અજબ કર્યું કે ગુરુ-શિષ્ય, પિતા-પુત્રની જોડી તપાગચ્છમાં એક આદર્શ ઉદાહરણરૂપ બની ગઈ. પૂ॰ ઉપા૰ મએ બાળવયમાં મિનિટે મિનિટે હિસાબ રાખી માનસપટ પર યમ ! સમય મા પમાયમુ॰નું સૂત્ર કોતરીને ઘડતર ઉપર ધ્યાન આપી એવી જબરજસ્ત શિસ્ત અને નિયમિતતાનું વાવેતર કર્યું કે જેથી સાધુજીવનમાં પ્રમાદ કયારેય ઘૂસવા ન પામ્યો.
ઉપા૰ મ૰ એટલે જાણે કે ચોથા આરાના સાધુ ! બીજા શબ્દોમાં સાધુજીવનનું ઉત્તમ ઉદાહરણ, સાધુજીવનમાં ઉત્કૃષ્ટ ત્યાગ-તપશ્ચર્યાનું બીજું નામ એટલે ઉપા૰ મ૰ સાધુજીવનની દિનચર્યા, નાનામાં નાની બાબત કે ઝીણામાં ઝીણી વસ્તુને ખૂબ જ સાવધાનીથી નિયમિતતાથી પાળતા અને પળાવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 384