Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 14
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વયંઠા પૂજ્ય ગુરુદેવશ્રીનાં અંતરસ્પર્શી સંસ્મરણો... પૂજ્યશ્રીના અનંત ઉપકારનો બદલો કયારેય ચૂકવી શકાય તેમ નથી, તેમના ગુણાનુવાદ ગાવાનો આ અપૂર્વ અવસર રખે ચૂકી જવાય તેમ સમજીને બહુમુખી પ્રતિભાશાળી પૂ. ગુરુદેવશ્રીના સાગર જેવા અપાર ગુણોનું પાણીના બુંદ સમાન અલ્પ વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. - પૂજ્યશ્રીના જીવનઘડતરમાં તેમના સાંસારિક પિતા (ગુરુ ઉપાધર્મસાગરજી મ. સા.), આગમોદ્ધારક પૂજ્ય શ્રી આનંદ સાસૂરિ મ. સા., પ. પૂ. માણેકય સાસૂરિ મ. સા., અધ્યાત્મયોગી પંશ્રી ભદ્રંકર વિ. મ. સાનો અનન્ય ફાળો છે. તેઓશ્રીની દિવ્યકૃપાએ પૂ. ગુરુદેવશ્રીના જીવનને સાધુતાની ઉચ્ચ ભૂમિકાએ લાવીને મૂકી દીધું. “શાસન સુભટ - જ્યોતિર્ધર પ. પૂ. ઉપાધ્યાયજી ધર્મસાગરજી મહારાજ” પૂર્વભવની આરાધનાનું બળ અને માતાપિતાના સુસંસ્કારોને કારણે જ બાળક અમૃતકુમાર માત્ર છ વર્ષની બાળવયે સંયમ લેવા તત્પર બન્યા. જેમને ૬ વર્ષની વયે સંયમ લેવાની ઉચ્ચ ભાવનામાં સુસંસ્કારોએ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેમના વિશિષ્ટ સંસ્કારોની આછી ઝલક નીચે મુજબ છે. સવા વર્ષની કુમળી વયે કાચા પાણીનો ત્યાગ કર્યો, રાા (અઢી) વર્ષની વયે તો સમજપૂર્વક કાચા પાણીનો ત્યાગ કર્યો અને કાચું પાણી ન પિવાય તેવી દઢ મનોભાવના ઉદ્ભવેલી હતી. વળી શાસ્ત્રીય દષ્ટિએ ત્યાજ્ય એવા પદાર્થો જેવા કે બરફ, બોર, ગોળી - ચોકલેટ, આઈસક્રીમ જીવનમાં કયારેય વાપર્યા નથી. ત્રણ વર્ષની વયથી ઉભયકાળ પ્રતિક્રમણની આવશ્યક ક્રિયાનો પ્રારંભ કરી દીધો હતો જે જીવન પર્યન્ત કયારેય તૂટ્યો ન હતો. ત્યારથી જ રોજ એક સામાયિક શરૂ કરેલ જે આખરે સર્વવિરતિ સામાયિક સુધી પહોંચી હતી. માતાપિતા અમૃતકુમારને નાનપણમાં જ કષ્ટ સહન કરી શકે તે માટેના પાઠ ભણાવતાં. સ્નાન કરી ઊઠતા અને શરીર લૂછતા ત્યારે માથામાં આગળ આવેલા નાના નાના વાળને હાથેથી ખેંચાવતા જેથી બાળકને કેશલોચ જેવી કષ્ટદાયક ક્રિયાને સહન કરવાનો અભ્યાસ થતો. માતાપિતા બાળકને ધર્મના સંસ્કાર પડે તે માટે પર્વ-તિથિએ સ્વયં પૌષધ વ્રત લેતાં અને સાથે સાથે બાળકને પણ પૌષધ વ્રત લેવરાવતાં. પૌષધમાં પણ સ્વાધ્યાય, અધ્યયન અને વ્રત પચ્ચકખાણ કરાવતાં હતાં. બાળકમાં સુસંસ્કારોનું જ ભાથું બંધાય તે માટે ખૂબ જ જાગૃતિ રાખતા. બાળકને જે તે બાળકો સાથે જે તે રમત ન રમવા દે, નિર્દોષ અને બુદ્ધિવર્ધક રમતો રમાડતા અને કોઈપણ પ્રકારની અસભ્યતા કે કુસંસ્કારોનો ઓછાયો ન પડે તેની સતત કાળજી રાખતાં હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 384